ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Chaitri Navratri : પાવાગઢ મંદિરમાં ભક્તોની ભારે ભીડ, ઘેર બેઠા આ Video દ્વારા કરો માતાજીના દર્શન

જય માતાજીના જયઘોષથી પર્વત ગુંજી ઉઠ્યો છે. સવારે 4 વાગ્યાથી મંદિર ખુલતા જ ભક્તો દર્શન કરી રહ્યાં છે
09:26 AM Mar 30, 2025 IST | SANJAY
જય માતાજીના જયઘોષથી પર્વત ગુંજી ઉઠ્યો છે. સવારે 4 વાગ્યાથી મંદિર ખુલતા જ ભક્તો દર્શન કરી રહ્યાં છે
PavagadhChaitri Navratri @ Gujarat First

Chaitri Navratri :  ચૈત્રી નવરાત્રીને લઈને પાવાગઢ મંદિરમાં ભક્તોની ભીડ જામી છે. જેમાં મહાકાળી મંદિરે માતાજીના દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર આવ્યું છે. જય માતાજીના જયઘોષથી પર્વત ગુંજી ઉઠ્યો છે. સવારે 4 વાગ્યાથી મંદિર ખુલતા જ ભક્તો દર્શન કરી રહ્યાં છે. ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી છે. શક્તિપીઠ પાવાગઢમાં બિરાજમાન જગતજનની મહાકાળી માતાજીના દર્શન ઘેર બેઠા ગુજરાત ફર્સ્ટના માધ્યમથી કરી શકાય છે.

આજથી શક્તિની ઉપાસના ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો

આજથી શક્તિની ઉપાસના ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. જેમાં યાત્રાધામ પાવાગઢ મહાકાળી મંદિરે માતાજીના દર્શને ભક્તોની ભારે ભીડ છે. નિજ મંદિર પરિસર અને પગથિયામાં દર્શન માટે લાંબી કતારો જોવા મળી છે. ચૈત્રી નવરાત્રીના ટાણે યાત્રાધામ પાવાગઢના મહાકાળી માતાજીના મંદિરમાં માનવ મહેરામણ ઉમટયું છે. ચૈત્રી નવરાત્રીના પર્વને લઈ આજે વહેલી સવારે 4 વાગે નિજ મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા છે. જેમાં વહેલી સવારે મંગળા આરતીના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. નિજ મંદિરના દ્વાર ખુલતા જ માતાજીના જય ઘોષ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે. માઈ ભક્તોએ મહાકાળી માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા છે.

ભક્તોના ધસારાના કારણે તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી

આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે દેશભરના મંદિરોમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળી રહ્યો છે. મા જગદંબાના વિવિધ સ્વરૂપોની ભક્તિભાવ પૂર્વક પૂજા અને ઉપાસના કરવામાં આવી રહી છે. કળશ સ્થાપના સાથે ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થયો છે જોકે 6 વર્ષ બાદ આ વખતે એક નોરતું ઓછું છે.

ધાર્મિક, આધ્યાત્મિક, પ્રાકૃતિક અને આરોગ્યની દ્રષ્ટિએ ચૈત્ર મહિનો મહત્વનો ગણાય

ધાર્મિક, આધ્યાત્મિક, પ્રાકૃતિક અને આરોગ્યની દ્રષ્ટિએ ચૈત્ર મહિનો મહત્વનો ગણાય છે. વાસંતી નોરતામાં ભક્તો માની આરાધના કરશે. મંદિરમાં ચૈત્રી નવરાત્રી નિમિત્તે માતાજીને વિશેષ શણગાર કરાયો છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટ્યા છે. તો બીજી તરફ મંદિરમાં શ્રદ્ધાળુઓ માની પૂજા-ઉપાસના માટે લાંબી કતારોમાં લાગ્યા છે. માતાજીના દર્શનાર્થે હજારો શ્રદ્ધાળુઓ વહેલી સવારથી જ લાઈનમાં લાગ્યા છે. ભક્તોના ધસારાના કારણે તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચો: Bhavnagar : પાલીતાણામાં હસ્તગીરી ડુંગર પર લાગી આગ, તંત્ર થયું છે અલર્ટ

 

 

Tags :
Chaitri NavratriGujarat FirstGujarat Gujarat NewsGujarati NewsGujarati Top NewsJayMatajiPavagadhtempleTop Gujarati News
Next Article