Vadodara: 'ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલમાં વડોદરાનો સમાવેશ કરો'
- Vadodara માં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલના આયોજનની માંગ
- સાંસદ ડો.હેમાંગ જોશીએ પત્ર લખીને કરી માગણી
- રાજ્યના ટુરિઝમ સેક્રેટરી કુલદીપ આર્યને લખ્યો પત્ર
- પત્ર લખી વિવિધ ફેરફારોને લઈને કરવામાં આવી રજૂઆત
Vadodara: ગુજરાતનો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ વિશ્વભરમાં પ્રખ્યાત છે. દર વર્ષે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં વિદેશી પતંગબાજો આ આયોજનમાં ભાગ લેતા હોય છે, પરંતુ આ આયોજન આ વર્ષે મોકૂફ રહેતાં પતંગ રસિયાઓ અને સ્થાનિકોમાં રોષ છે. જેથી વડોદરાના આકાશમાં પણ વિદેશી પતંગો લહેરાય તેવી પ્રબળ માંગ ઉઠી છે. વડોદરાના સાંસદ ડો. હેમાંગભાઈ જોષી (Dr. Hemangbhai Joshi) એ રાજ્યના ટુરિઝમ સેક્રેટરી કુલદીપ આર્યને (Kuldeep Aryan) પત્ર લખીને વડોદરામાં 'ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ' (IKF) નું આયોજન કરવા માટે રજૂઆત કરી છે.
સંસ્કારી નગરીની ઓળખ અને પ્રવાસન
વડોદરા (Vadodara) શહેર એ ગુજરાતની 'સંસ્કારી નગરી' અને 'શિક્ષણ નગરી' તરીકે વિશ્વવિખ્યાત છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડના વારસાને જાળવી રાખનારું આ શહેર કળા, સંસ્કૃતિ અને ઉત્સવો માટે જાણીતું છે. વડોદરામાં આંતરરાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમો યોજવાની ક્ષમતા છે અને અહીંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ તે માટે પૂરતું છે.
ટુરિઝમ સેક્રેટરીને પત્ર અને સૂચનો
રાજ્યના ટુરિઝમ સેક્રેટરી કુલદીપ આર્યને (Kuldeep Aryan) લખેલા પત્રમાં ડો. હેમાંગ જોષીએ કાઇટ ફેસ્ટિવલના આયોજનમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો અને નવીનતાઓ લાવવા અંગે પણ સૂચનો કર્યા છે.
Vadodara: સ્થાનિક અર્થતંત્રને ફાયદો
આ માંગ પાછળનો હેતુ વડોદરાને ગ્લોબલ ટુરિઝમ મેપ પર વધુ મજબૂત બનાવવાનો છે. આ પ્રકારના આયોજનથી સ્થાનિક હોટલ ઉદ્યોગ, પરિવહન અને નાના વેપારીઓને આર્થિક ફાયદો થઈ શકે છે. પતંગ મહોત્સવ દરમિયાન માત્ર પતંગબાજી જ નહીં, પણ ગુજરાતની હસ્તકલા અને ખાણીપીણીનું પ્રદર્શન પણ યોજી શકાય છે, જેમાં વડોદરાનું વિશેષ યોગદાન રહી શકે તેમ છે.
આ પણ વાંચોઃ Vadodara: ગટરના મેનહોલે યુવકનો જીવ લીધા બાદ કમિશનરે આપ્યું નિવેદન, જાણો શું કહ્યું?


