Vadodara : King Kohli બાદ Rohit Sharma, K. L. Rahul, Harshit Rana અને Gautam Gambhir નું આગમન
- વડોદરામાં ક્રિકેટ જગતના સિતારાઓનું આગમન
- વન ડે મેચ પૂર્વે દિગ્ગજો વડોદરા પધાર્યા
- પોતાના ગમતા સ્પોર્ટ સ્ટારને જોવા એરપોર્ટ પર પડાપડી
Vadodara : આગામી 11 જાન્યુઆરીથી વડોદરામાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વન ડે મેચનું આયોજન કરવામાં આવ્યું છે. બરોડા ક્રિકેટ એસો.ના કોટંબી ખાતેના મેદામાં આ મેચ રમાનાર છે. ત્યારે મેચ પહેલા વડોદરા એરપોર્ટ પર ભારતીય ટીમના ખેલાડીઓનું આગમન શરૂ થઇ ગયું છે. આજે બપોરે ભારતીય ક્રિકેટ ટીમના કિંગ ગણાતા વિરાટ કોહલીનું આગમન થયું હતું. કોહલીને આવકારવા માટે મોટી સંખ્યામાં ક્રિકેટ ફેન્સ એરપોર્ટ પહોંચ્યા હતા, અને કોહલી કોહલીના નામની ચીચીયારીઓ પાડી હતી. ત્યાર બાદ વડોદરા એરપોર્ટ પર શુભમન ગીલ, ગૌતમ ગંભીર, હિટ મશીન રોહિત શર્મા, કે.એલ રાહુલ અને હર્ષિત રાણાની એક પછી એક એન્ટ્રી થઇ હતી. જે તમામને ફેન્સ દ્વારા ઉષ્મા અને ઉત્સાહભેર આવકારવામાં આવ્યા છે.
ગેટ પાસે મોટી સંખ્યામાં ક્રિકેટ ફેન્સ હાજર રહ્યા
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વન ડે મેચની સિરીઝ રમાનાર છે. આ સિરીઝની પ્રથમ મેચ બરોડા ક્રિકેટ એસો.ના કોટંબી ખાતેના સ્ટેડિયમમાં રમાનાર છે. હવે મેચને જૂજ દિવસો બાકી છે, ત્યારે ખેલાડીઓનું શહેરમાં આગમન શરૂ થઇ ગયું છે. આજે ભારતીય ક્રિકેટ ટીમના કિંગ ગણાતા વિરાટ કોહલી વડોદરા એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. બપોરના સમયે કિંગ કોહલીના આગમનને પૂર્વે મોટી સંખ્યામાં ક્રિકેટ રસિયાઓ એરપોર્ટ બહાર પહોંચી ગયા હતા. અને ચીચીયારીઓ પાડીને વિરાટ કોહલીનું સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ એક પછી એક ખેલાડીઓનું આગમન જારી રહ્યું હતું. બપોરે વિરાટ કોહલીના આગમન બાદ મોડી સાંજ સુધીમાં શુભમન ગીલ, ગૌતમ ગંભીર, હિટ મશીન રોહિત શર્મા, કે.એલ રાહુલ અને હર્ષિત રાણાની એક પછી એક એન્ટ્રી થતી ગઇ હતી. તેમને આવકારવા માટે એરપોર્ટના ગેટ પાસે મોટી સંખ્યામાં ક્રિકેટ ફેન્સ હાજર રહ્યા હતા.
એરપોર્ટ સિક્યોરીટી, સ્થાનિક પોલીસ અને બાઉન્સરોની ફોજ ઉતરી
આ તકે ક્રિકેટરોની સુરક્ષામાં કોઇ પણ ચૂંક ના રહી જાય તે માટે લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. એરપોર્ટ સિક્યોરીટી, સ્થાનિક પોલીસ અને બાઉન્સરોની આખેઆખી ફોજ એરપોર્ટમાં અંદર અને બહાર ઉતરી આવી હતી. જેમ જેમ ખેલાડીઓ બહારની તરફ આવતા જતા હતા, તેમ તેમ તેમનો સુરક્ષા ઘેરો વધુ મજબુત કરી દેવામાં આવ્યો હતો. મોટા ભાગે તમામ ખેલાડીઓએ ફેન્સના પ્રેમને ખીલ્યો હતો. વડોદરામાં મેચ પૂર્વે જ ક્રિકેટ મહોત્સવ જેવો માહોલ જામી ગયો હોય તેમ લાગી રહ્યું છે.
આ પણ વાંચો --------- T20 World Cup 2026 : ભારતના પૂર્વ કોચના શિરે શ્રીલંકાની ટીમના નેતૃત્વની જવાબદારી


