Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Vadodara માં ઈન્ડિગો ફ્લાઈટમાં પાવર ગુલ, મુસાફરોએ મચાવ્યો હોબાળો

Indigo Flight Technical Fault Vadodara: વડોદરા એરપોર્ટ (Vadodara Airport) પર ઈન્ડિગો એરલાઈન્સ (Indigo Airlines) ની મોટી બેદરકારી સામે આવી છે, જેના કારણે ફ્લાઈટમાં સવાર મુસાફરોએ ભારે હાલાકી ભોગવવી પડી હતી. ટેક્નિકલ ખામીને કારણે ફ્લાઈટમાં પાવર સપ્લાય બંધ થઈ જતાં મુસાફરો અડધો કલાક સુધી ગૂંગળામણનો શિકાર બન્યા હતા.
vadodara માં ઈન્ડિગો ફ્લાઈટમાં પાવર ગુલ  મુસાફરોએ મચાવ્યો હોબાળો
Advertisement
  • Vadodara માં ઈન્ડિગો એરલાઈન્સની ઘોર બેદરકારી
  • ફ્લાઈટમાં પાવર ગુલ થતાં મુસાફરો મુકાયા મુશ્કેલીમાં
  • ગૂંગળામણ વચ્ચે મુસાફરો અડધો કલાક અટવાયા
  • એરલાઇન્સની બેદરકારી સામે મુસાફરોએ મચાવ્યો હોબાળો
  • ઈન્ડિગોની ફ્લાઈટ 6E 657 માં સર્જાઈ ટેક્નિકલ ખામી

Indigo Flight Technical Fault Vadodara: વડોદરા એરપોર્ટ (Vadodara Airport) પરથી રવાના થનારી ઈન્ડિગોની ફ્લાઈટ 6E 657 માં ગઈકાલે રાત્રે એક મોટી ટેક્નિકલ ખામી (Technical Fault) સર્જાઈ હતી. રાત્રે 8:50 વાગ્યે ફ્લાઈટમાં અચાનક વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, જે છેક 9:15 વાગ્યા સુધી એટલે કે આશરે 25 મિનિટ સુધી ગુલ રહ્યો હતો.

Indigo Flight Technical Fault Vadodara- Gujarat first news

Advertisement

Vadodara માં ઈન્ડિગો એરલાઈન્સની ઘોર બેદરકારી

પાવર સપ્લાય (Power Supply) બંધ થઈ જતાં ફ્લાઈટની એર કન્ડીશનીંગ (AC) સિસ્ટમ પણ બંધ થઈ ગઈ હતી. બંધ ફ્લાઈટમાં હવાની અવરજવર અટકી જતાં મુસાફરોને ગૂંગળામણ (Suffocation) અનુભવાઈ હતી. નાના બાળકો અને વૃદ્ધ મુસાફરોની હાલત વધુ કફોડી બની હતી. એરલાઈન્સની આ પ્રકારની ઘોર બેદરકારી જોઈને મુસાફરોનો પિત્તો ગયો હતો અને તેમણે ફ્લાઈટની અંદર જ ભારે હોબાળો (Uproar) મચાવ્યો હતો.

Advertisement

Indigo Flight Technical Fault Vadodara- Gujarat first news

ઘટનાને પગલે મુસાફરોમાં ભારે રોષ

અંતે, રાત્રે 9:15 વાગ્યા બાદ ટેક્નિકલ ખામી સુધારી પાવર સપ્લાય શરૂ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ જ ફ્લાઈટને આગળના ગંતવ્ય સ્થાન માટે રવાના કરવામાં આવી હતી. એરપોર્ટ પર બનેલી આ ઘટનાને લઈને મુસાફરોમાં એરલાઈન્સ પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: "સૌથી વધુ બાંગ્લાદેશીઓને અમે પકડ્યા", DyCM Harshbhai Sanghavi નું મોટું નિવેદન

Tags :
Advertisement

.

×