Dahod શહેરમાં ભગવાન બીરસા મુંડાની પ્રતિમા ખંડિત થતાં ચકચાર મચી
- દાહોદ શહેરમાં ભગવાન બીરસા મુંડાની પ્રતિમા ખંડિત
- પ્રતિમા ખંડિત થતાં જ આદિવાસી સમાજમાં રોષ ફાટી નીકળ્યો
- નવી પ્રતિમાનું અનાવરણ કરવાની આદિવાસી સમાજની માગ
- પોલીસે પ્રતિમા ખંડિત કરનારની અટકાયત કરી લીધી છે
Dahod : જિલ્લાના મુખ્ય મથક એવા દાહોદ શહેરમાં ભગવાન બીરસા મુંડા (Lord Birsa Munda) ની પ્રતિમાને ખંડિત કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. આ ઘટના બાદ આદિવાસી સમાજમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે. આદિવાસી સમાજે ભગવાન બીરસા મુંડાની ખંડિત પ્રતિમાને સ્થાને નવી પ્રતિમા અનાવરણની માંગ કરી છે. આ ઘટના ગત રાત્રે બની ત્યારથી જ સમગ્ર પંથકમાં ઉશ્કેરાટ અને ઉચાટનો માહોલ જોવા મળી રહ્યો છે.
સમગ્ર ઘટનાક્રમ
દાહોદ જિલ્લાના મુખ્યમથક દાહોદ શહેર (Dahod City) માં ગત રાત્રે એક અનિચ્છનિય બનાવ બન્યો હતો. જેમાં શહેરની અંદર રહેલ ભગવાન બીરસા મુંડાની પ્રતિમાને નુકસાન પહોંચાડવમાં આવ્યું હતું. ભગવાન બીરસા મુંડાની પ્રતિમા ખંડિત થતાં જ આદિવાસી સમાજમાં ઉગ્ર રોષ ફેલાઈ ગયો છે. આદિવાસી સમાજે આ ખંડિત પ્રતિમાને સ્થાને ભગવાન બીરસા મુંડાની નવી પ્રતિમાની સ્થાપના કરવાની માગણી કરી છે. પોલીસે આ ઘટના બાદ સત્વરે પગલા ભરીને સ્થિતિને કાબૂમાં લીધી છે.
દાહોદ શહેરમાં ભગવાન બીરસા મુંડાની પ્રતિમા ખંડિત
પ્રતિમા ખંડિત થતા આદિવાસી સમાજમાં રોષ
મોડી રાત્રે આદિવાસી સમાજના લોકોએ વિરોધ નોંધાવ્યો
પોલીસે પ્રતિમા ખંડિત કરનારની અટકાયત કરી
પ્રતિમા તોડનાર શખ્સ માનસિક અસ્થિર હોવાનું અનુમાન
નવી પ્રતિમાનું અનાવરણ કરવાની આદિવાસી સમાજની માગ#dahod… pic.twitter.com/0Re7FvVyAt— Gujarat First (@GujaratFirst) June 8, 2025
આ પણ વાંચોઃ Ahmedabad : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટડી રાજવી દરબાર અને દેસાઈ ભાયાતોની વંશાવલી ગ્રંથનું કર્યુ વિમોચન
પોલીસ કાર્યવાહી
દાહોદ શહેરમાં ભગવાન બીરસા મુંડાની પ્રતિમા ખંડિત થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આદિવાસી સમાજમાં રોષની ઉગ્ર લાગણી વ્યાપી ગઈ છે. પોલીસે પરિસ્થિતિ પારખી જઈને સત્વરે આવશ્યક પગલા ભર્યા છે. પોલીસે ગણતરીના કલાકોમાં પ્રતિમા ખંડિત કરનાર ઈસમને શોધી કાઢ્યો છે. પોલીસે આ ઈસમની અટકાયત કરી લેતા આદિવાસી સમાજનો રોષ ઓછો થયો છે. આરોપીની પ્રાથમિક તપાસમાં તે માનસિક રીતે અસ્થિર (Mentally unstable) હોવાનું પોલીસનું અનુમાન છે.
આ પણ વાંચોઃ Banaskantha: પાલનપુરમાં પોલીસ કર્મીએ કર્યો આપઘાત, ઉચ્ચ અધિકારીઓ પર પરિવારજનોએ કર્યા ગંભીર આક્ષેપ