Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

વડોદરાથી બુદ્ધ અવશેષો શ્રીલંકા દર્શનાર્થે મોકલાયા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું પ્રસ્થાન

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં એક એવી ઘટના બની જેનો સાક્ષી બનવા ખુદ મુખ્યમંત્રી પહોંચ્યા. છેલ્લા ૬૩ વર્ષથી એક રૂમમાં બંધ રહેલી 'પવિત્ર થાપણ' આજે પહેલીવાર સૂર્યપ્રકાશમાં આવી અને સીધી વિદેશ જવા રવાના થઈ. બુલેટપ્રૂફ સુરક્ષા અને ગાર્ડ ઓફ ઓનર સાથે વિદાય પામેલી આ વસ્તુ શ્રીલંકાના લોકો માટે અમૂલ્ય છે. આખરે યુનિવર્સિટીએ કયો ખજાનો દુનિયા સમક્ષ ખુલ્લો મૂક્યો?
વડોદરાથી બુદ્ધ અવશેષો શ્રીલંકા દર્શનાર્થે મોકલાયા  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું પ્રસ્થાન
Advertisement
  • વડોદરાથી ભગવાન બુદ્ધના અવશેષો શ્રીલંકા મોકલાયા
  • કોલંબોમાં બુદ્ધિસ્ટ સંમલેનમાં ભાવિકોના દર્શનાર્થે મોકલાયા
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ખાસ આયોજન
  • MS યુનિવર્સિટીમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમનું કરાયું આયોજન
  • CM ભગવાન બુદ્ધના અવશેષોના દર્શન કરી પુષ્પાંજલિ કરી

Buddha Relics Sri Lanka : વડોદરા (Vadodara) ની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU Baroda) ના આંગણે મંગળવારે એક ઐતિહાસિક અને આધ્યાત્મિક ઘટના સાકાર થઈ હતી. છેલ્લા 63 વર્ષથી યુનિવર્સિટીના આર્કિયોલોજી વિભાગ (Archaeology Department) માં અત્યંત સુરક્ષિત રીતે સચવાયેલા ભગવાન બુદ્ધ (Lord Buddha) ના પવિત્ર દેવનીમોરી અવશેષોને પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય પ્રદર્શન (International Exhibition) માટે શ્રીલંકા મોકલવામાં આવ્યા છે. આ પાવન પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendra Patel) ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ભાવુક હૃદયે આ અવશેષોને વિદાય આપી હતી.

વડોદરા MSUથી ઐતિહાસિક વિદાય

3 ફેબ્રુઆરી, 2026 ના રોજ યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભગવાન બુદ્ધના અસ્થિ અવશેષોના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમણે પૂરી શ્રદ્ધા સાથે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ ક્ષણ એટલા માટે પણ ખાસ હતી કારણ કે દાયકાઓ સુધી એક જ સ્થળે સચવાયેલા આ અવશેષોને પ્રથમ વખત યુનિવર્સિટીની બહાર લાવવામાં આવ્યા હતા.

Advertisement

Advertisement

ગાર્ડન ઓફ ઓનર અપાયુ

પ્રોટોકોલ મુજબ, અવશેષોને 'ગાર્ડ ઓફ ઓનર' (Guard of Honor) આપવામાં આવ્યું હતું અને એક ભવ્ય શોભાયાત્રા (Grand Procession) સાથે એરપોર્ટ રવાના કરવામાં આવ્યા હતા. સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પવિત્ર અવશેષોને બુલેટપ્રૂફ કાચની પેટીમાં રાખવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને વિશેષ વિમાન મારફતે વાયા દિલ્હી થઈને શ્રીલંકાના કોલંબો (Colombo) લઈ જવામાં આવ્યા છે.

દેવનીમોરીના અવશેષોનું મહત્વ

આ અવશેષોનો ઈતિહાસ ખૂબ જ રસપ્રદ છે. ગુજરાતના અરવલ્લી (Aravalli) જિલ્લામાં આવેલા દેવનીમોરી (Devnimori) પુરાતત્વ સ્થળેથી 1960ના દાયકામાં ઉત્ખનન દરમિયાન આ દુર્લભ અવશેષો મળી આવ્યા હતા. ત્યારથી લઈને અત્યાર સુધી એટલે કે 63 વર્ષ સુધી તે MSU ના આર્કિયોલોજી વિભાગમાં સુરક્ષિત હતા. આ અવશેષો માત્ર પુરાતત્વીય મહત્વ જ નથી ધરાવતા, પરંતુ બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટે તે અત્યંત આસ્થાનું કેન્દ્ર છે.

11 ફેબ્રૂઆરીએ અવશેષો પરત લવાશે

શ્રીલંકામાં આ અવશેષો કોલંબો સ્થિત સુપ્રસિદ્ધ ગંગારામાયા મંદિર (Gangaramaya Temple) માં તારીખ 4 થી 10 ફેબ્રુઆરી, 2026 સુધી લાખો ભાવિકોના દર્શનાર્થે ખુલ્લા મૂકવામાં આવશે. ત્યારબાદ 11 ફેબ્રુઆરીએ આ પવિત્ર થાપણ ફરી વડોદરા પરત લાવવામાં આવશે.

ભારત-શ્રીલંકા વચ્ચે સાંસ્કૃતિક સેતુ

આ સમગ્ર આયોજન ગુજરાત સરકાર (Government of Gujarat) અને કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય (Ministry of Culture) ના સહયોગથી કરવામાં આવ્યું છે. આ પહેલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Narendra Modi) ની એપ્રિલ 2025 ની શ્રીલંકા મુલાકાત દરમિયાન વ્યક્ત કરાયેલા વિઝનનું સાર્થક પરિણામ છે. આ પ્રદર્શન ભારત અને શ્રીલંકા વચ્ચેના વર્ષો જૂના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંબંધોને નવી ઊંચાઈ આપશે.

આ પણ વાંચો : Mahant Swami 92nd Birthday : વડોદરામાં ઈતિહાસ રચાયો: મહંત સ્વામીના જન્મોત્સવે 15,000 બાળકોએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

Tags :
Advertisement

.

×