ખુલ્લેઆમ ધમકી બાદ મધુ શ્રીવાસ્તવ સામે શું કાર્યવાહી થશે હવે તે સવાલ!
2017માં ગુજરાતના વાઘોડિયા મતવિસ્તારમાંથી ભાજપની ટિકિટ પરથી જીતેલા 6 વખતના ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવે હવે સત્તાધારી પક્ષથી પોતાનો છેડો ફાડી દીધો છે. ભાજપ દ્વારા તેમને ફરીથી ઉમેદવારી ન કરવાનો નિર્ણય લીધા બાદ તેમણે આ બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. મધુ શ્રીવાસ્તવ, જેઓ સ્થાનિક બાહુબલી રાજકારણી તરીકે ઉભરી આવ્યા છે. તેઓ આજે અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ફરવા નીકળ્યા તે પહેલા તેમણે રેલી યોજી હતી. જેમા તેમણે એકવાર ફરી દબંગાઈ પર ઉતરી આવતા ઝેર ઓક્યું છે.
મારા કાર્યકરોએ કોઇનાથી પણ ડરવાની જરૂર નથી : મધુ શ્રીવાસ્તવ
વાઘોડિયા બેઠક પરથી ભાજપ દ્વારા ટિકિટકપાયા બાદથી મધુ શ્રીવાસ્તવના સ્વર બદલાવવા લાગ્યા હતા. જે પછી તેમણે અપક્ષ તરીકે આ બેઠક પરથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો. જે માટે તેઓ આજે ઉમેદવારી ફોર્મ ભરવા પોતાના સમર્થકો સાથે નીકળ્યા હતા. આ દરમિયાન તેમણે એક એવું નિવેદન આપ્યું છે જે તેમની મુશ્કેલીઓને વધારી શકે છે. જીહા, તેમણે રેલી દરમિયાન એક વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, "જો કોઇ મારા કાર્યકરનો કોલર પકડશે તો હું પોતે ઘરમાં જઇ તેને ગોળી મારી દઇશ. મારા કાર્યકરોએ કોઇનાથી પણ ડરવાની જરૂર નથી, હું હજી પણ બાહુબલી છું."
શું મધુ શ્રીવાસ્તવ સામે શું કાર્યવાહી થશે?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી તરીકે ફોર્મ ભરવા માટે આજે સવારે તેઓ ઘરેથી નીકળ્યા ત્યારે રેલી સ્વરૂપે શક્તિ પ્રદર્શન કર્યું હતું. ધીરજ ચોકડીથી મામલતદાર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, આ દરમિયાન તેમણે પોતાના કાર્યકરોનો જુસ્સો વધારવા માટે ખુલ્લેઆમ ધમકીભર્યા શબ્દોમાં પોતાના વિરોધીઓ પર નિશાન સાધ્યું હતું. આ દરમિયાન તેઓ ભાન ભૂલી ગયા કે તેઓ શું બોલી રહ્યા છે. તેમણે પોતાના કાર્યકરોની સુરક્ષા માટે કહ્યું કે, કોઇએ કોઇનાથી ડરવાની જરૂર નથી. હું આજે પણ બાહુ બલી છું. ખુલ્લેઆમ ધમકી બાદ મધુ શ્રીવાસ્તવ સામે શું કાર્યવાહી થશે તે હવે મોટો સવાલ બન્યો છે.
મધુ શ્રીવાસ્તવે ભાજપના વરિષ્ઠ નેતાઓ પર કર્યા હતા પ્રહાર
બાહુબલી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જેઓ પોતાના વિવાદાસ્પદ નિવેદનો માટે અવારનવાર હેડલાઇન્સમાં રહે છે, તેમણે ટિકિટ ન મળવા પર નારાજગી વ્યક્ત કરી હતી અને ભાજપ અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પર સીધો હુમલો શરૂ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, પાર્ટી અને પ્રદેશમાં સારી એવી ઘૂંસપેંઠ હોવા છતાં ભાજપના ટોચના નેતાઓએ તેમની ટિકિટ કાપી નાખી. આ અંગે તેમના સમર્થકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેને જોતા તેમણે અપક્ષ તરીકે મેદાનમાં ઉતરવાનું નક્કી કર્યું છે. છ વખતના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો તેમના મતવિસ્તારમાં ઘણો પ્રભાવ છે. એવું કહેવાય છે કે તેમના મતવિસ્તારમાં તેમનો ઘણો પ્રભાવ છે. તેમણે કહ્યું કે તેઓ આ ચૂંટણીમાં કોઈ પક્ષ સાથે લડશે નહીં, પરંતુ શિવસેના તેમની સાથે હોવાનું કહેવાય છે.
ગુજરાતનીનંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલએટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First)- જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટપર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.