Vadodara: મહંત સ્વામી મહારાજની 92મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી, 2 રાજ્યના CM રહેશે ઉપસ્થિત
- Vadodara માં મહંત સ્વામી મહારાજની 92મી જન્મજયંતિની ઉજવણી
- BAPS દ્વારા વડોદરામાં વિશાળ જન્મજયંતિ મહોત્સવનું આયોજન
- ગિનિસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા મહંત સ્વામી મહારાજનું કરાશે સન્માન
Vadodara:વડોદરામાં આજે સાંજે આદ્યાત્મિકતાનો અનેરો સંગમ જોવા મળશે. BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ (Mahant Swami Maharaj) ની 92મી જન્મજયંતિ (92nd Birth Anniversary) નિમિત્તે એક વિશાળ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
Vadodara માં રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિ
આ પવિત્ર અવસરે અનેક મહાનુભાવો હાજરી આપી આશીર્વાદ પ્રાપ્ત કરશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (Bhupendrbhai Patel) અને મધ્યપ્રદેશ (Madhya Pradesh) ના મુખ્યમંત્રી મોહન યાદવ (Mohan Yadav) આ મહોત્સવમાં ખાસ ઉપસ્થિત રહેશે. બંને રાજ્યોના વડાઓની હાજરી આ કાર્યક્રમની ગરિમામાં વધારો કરશે. વહીવટી તંત્ર દ્વારા પણ સુરક્ષા અને વ્યવસ્થા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
Vadodara: ગિનિસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા સન્માન
આ મહોત્સવની સૌથી ગૌરવશાળી ક્ષણ ત્યારે હશે જ્યારે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ (Guinness World Record) દ્વારા મહંત સ્વામી મહારાજ (Mahant Swami Maharaj) નું વિશેષ સન્માન કરવામાં આવશે. આ સન્માન તેમના આધ્યાત્મિક નેતૃત્વ અને માનવતાના કાર્યોને બિરદાવવા માટે આપવામાં આવશે. વડોદરાની આ ધરતી એક ઐતિહાસિક ક્ષણની સાક્ષી બનવા જઈ રહી છે.
આ પણ વાંચોઃ Prayagraj ની ઘટના મુદ્દે જગદગુરુ સદાનંદ સરસ્વતીજીની આકરી પ્રતિક્રિયા, કહ્યું-બટુકોની શિખા પકડી..!
2 લાખથી વધુ ભક્તોનું આગમન
આ મહોત્સવમાં જોડાવા માટે દેશ અને વિદેશ (Overseas) થી 2 લાખથી વધુ હરિભક્તો વડોદરા (Vadodara) પહોંચવાની શક્યતા છે. ભક્તો માટે રહેવા, જમવા અને પાર્કિંગની તમામ સુવિધાઓ BAPS સંસ્થા દ્વારા કરવામાં આવી છે. સમગ્ર વાતાવરણ અત્યારે ભક્તિમય બની ગયું છે અને 'જય સ્વામિનારાયણ' ના નાદથી ગુંજી રહ્યું છે.
14 હજાર સ્વયંસેવકોનો સેવાયજ્ઞ
આટલા વિશાળ આયોજનને સફળ બનાવવા માટે 14,000 થી વધુ સ્વયંસેવકો (Volunteers) ખડેપગે સેવા આપી રહ્યા છે. ટ્રાફિક મેનેજમેન્ટથી લઈને ભોજન શાળા સુધી, દરેક વિભાગમાં આ યુવા અને વડીલ સ્વયંસેવકો શિસ્તબદ્ધ રીતે કાર્ય કરી રહ્યા છે. નિઃસ્વાર્થ સેવાનું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ વડોદરામાં જોવા મળી રહ્યું છે.
આ પણ વાંચોઃ Vadtal: વડતાલ ધામમાં શ્રી સ્વામિનારાયણ મહામંત્રના ૨૨૪મા પ્રાગટ્યોત્સવની ભવ્ય ઉજવણી


