Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Mahant Swami 92nd Birthday : વડોદરામાં ઈતિહાસ રચાયો: મહંત સ્વામીના જન્મોત્સવે 15,000 બાળકોએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

વડોદરામાં આજે એક એવી ઘટના બની જેણે વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. એક તરફ ૯૨ વર્ષના તપોનિષ્ઠ સંતનું સાદગીભર્યું વ્યક્તિત્વ અને બીજી તરફ હજારો બાળકોનો સંસ્કૃતમાં ગુંજારવ. બે રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ આ ક્ષણના સાક્ષી બન્યા. 'ગિનિસ બુક'માં સ્થાન પામેલી આ ઘટના માત્ર ઉજવણી નથી, પણ ભાવિ પેઢીના ઘડતરનો પાયો છે. શું છે આ વિશ્વવિક્રમ અને કોના માટે શરૂ થઈ 'હરતી ફરતી શાળા'?
mahant swami 92nd birthday   વડોદરામાં ઈતિહાસ રચાયો  મહંત સ્વામીના જન્મોત્સવે 15 000 બાળકોએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Advertisement
  • વડોદરામાં મહંત સ્વામી મહારાજની 92મી જન્મજયંતિની ઉજવણી
  • BAPS દ્વારા વડોદરામાં વિશાળ જન્મજયંતિ મહોત્સવનું આયોજન
  • CM ભૂપેન્દ્ર પટેલ અને MPના CM મોહન યાદવ હાજરી આપી
  • ગિનિસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા મહંત સ્વામી મહારાજનું કરાયુ સન્માન
  • દેશ-વિદેશથી 2 લાખથી વધુ ભક્તો મહોત્સવમાંઆપ હાજરી

Mahant Swami 92nd Birthday : વડોદરા (Vadodara) ની ધરતી આજે ભક્તિ અને શિસ્તના અનોખા સંગમની સાક્ષી બની હતી. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા (BAPS Swaminarayan Sanstha) ના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ (Mahant Swami Maharaj) ના 92મા જન્મજયંતી મહોત્સવની ઉજવણી અત્યંત ભવ્યતા અને દિવ્યતા સાથે કરવામાં આવી હતી. આ ઐતિહાસિક અવસરે ભારતીય સનાતન સંસ્કૃતિ (Sanatan Dharma) એ વૈશ્વિક સ્તરે ગૌરવ પ્રાપ્ત કર્યું છે. વડોદરાના આંગણે યોજાયેલા આ મહોત્સવમાં એક નવો વિશ્વવિક્રમ સ્થપાયો છે, જેની નોંધ ખુદ 'ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ' (Guinness World Records) દ્વારા લેવામાં આવી છે.

Advertisement

Mahant Swami 92nd Birthday : 15,000 બાળકોએ રચ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ

આ મહોત્સવની સૌથી મોટી સિદ્ધિ એ હતી કે તેમાં 'હિન્દુ ગ્રંથના સૌથી વિરાટ સમૂહગાન' (Largest Simultaneous Hindu Text Recital) નો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો હતો. પ.પૂ. મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી 3 થી 13 વર્ષની વયના 15,666 બાળકોએ 'સત્સંગ દીક્ષા' (Satsang Diksha) ગ્રંથના 315 શ્લોકોનો સંસ્કૃતમાં મુખપાઠ કર્યો હતો. જેમાંથી 12,723 બાળકોએ સ્થળ પર એકસાથે આ ગ્રંથનું ગાન કરી વિશ્વવિક્રમ સર્જ્યો હતો. ગ્રંથના રચયિતાની હાજરીમાં જ હજારો બાળકો દ્વારા ગ્રંથનું ગાન થાય તેવી આ વિરલ ઘટના હતી. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સના અધિકારીઓએ પ.પૂ. મહંત સ્વામી મહારાજને બહુમાનપત્ર અર્પણ કર્યું હતું.

Advertisement

BAPS Mahant Swami Maharaj 92nd Janma Jayanti

Mahant Swami 92nd Birthday : બે રાજ્યોના મુખ્યમંત્રીઓની વિશેષ ઉપસ્થિતિ

આ દિવ્ય અવસરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendra Patel) અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ (CM Mohan Yadav) અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મધ્ય પ્રદેશના સીએમ મોહન યાદવે મહંત સ્વામી મહારાજના જન્મસ્થાન જબલપુર (Jabalpur) નો ઉલ્લેખ કરી ગૌરવ વ્યક્ત કર્યું હતું. આ ઉપરાંત, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ (Amit Shah) એ પણ પત્ર દ્વારા શુભેચ્છા પાઠવી હતી.

આદિવાસી બાળકો માટે 'મોબાઈલ પાઠશાળા' અને ડિજિટલ ભેટ

સમાજસેવાના કાર્યમાં હંમેશા અગ્રેસર રહેતી BAPS સંસ્થાએ આ પ્રસંગે બે મોટી ભેટ આપી હતી. ‘હર ઘર ઘર શિક્ષાકી જ્યોત જલે’ ના સૂત્ર સાથે આદિવાસી વિસ્તારો (Tribal Areas) માટે ‘મોબાઈલ પાઠશાળા’ (Mobile School) નો શુભારંભ મહંત સ્વામી મહારાજના હસ્તે કરવામાં આવ્યો હતો.

સાથે જ બાળકો માટે સંસ્કાર સિંચન કરતી વિશિષ્ટ યુટ્યુબ ચેનલ ‘BAPS Kids’ (YouTube Channel) લોન્ચ કરવામાં આવી હતી. આ ઉપરાંત મહંત સ્વામી મહારાજ રચિત ‘ઈન્સાઈટ્સ ફ્રોમ ધ સત્સંગ દીક્ષા’ (Insights from the Satsang Diksha) ગ્રંથનું વિમોચન પણ થયું હતું.

Vadodara Guinness World Record Satsang Diksha

2 લાખ ભક્તોની મહાઆરતી અને આશીર્વચન

કાર્યક્રમના અંતે એક અલૌકિક દ્રશ્ય સર્જાયું હતું જ્યારે ઉપસ્થિત ૨ લાખ જેટલા હરિભક્તોએ એકસાથે દીવડા પ્રગટાવીને સમૂહ આરતી (Mass Aarti) કરી હતી. પોતાના આશીર્વચનમાં મહંત સ્વામી મહારાજે કહ્યું હતું કે, "આ સન્માન મારું નથી, પણ બાળકોની કઠોર મહેનત, સંતો અને કાર્યકર્તાઓનું છે. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે બીજાના ભલામાં આપણું ભલું છે." આ મહોત્સવમાં 800 સંતો અને 14,000 સ્વયંસેવકોએ (Volunteers) સેવા આપી હતી.

આ પણ વાંચો : Tharad : શ્રી ક્ષત્રિય યુવક સંઘના ચોથા પ્રમુખ ભગવાનસિંહ જીની 82 મી જન્મ જયંતિની ઉજવણી

Tags :
Advertisement

.

×