Vadodara Manjalpur By-Election Date: વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. આ બેઠક ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય યોગેશભાઈ પટેલના નિધન બાદ ખાલી પડી હતી, જેના પગલે હવે ફરીથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
Vadodara માં માંજલપુર પેટાચૂંટણી કાર્યક્રમ
- નોટિફિકેશન જાહેર થવાની તારીખ:6 જુલાઈ, 2026
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 13 જુલાઈ, 2026
- ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ: 16 જુલાઈ, 2026
- મતદાનની તારીખ: 30 જુલાઈ, 2026
- મતગણતરી અને પરિણામ: 3 ઓગસ્ટ, 2026
યોગેશ પટેલના નિધન બાદ ખાલી પડી બેઠક
વડોદરાના રાજકારણમાં દાયકાઓ સુધી સક્રિય રહેલા અને માંજલપુર મતવિસ્તારના લોકપ્રિય નેતા યોગેશભાઈ પટેલના નિધનને પગલે આ બેઠક ખાલી પડી હતી. 1990થી સતત 8 ટર્મ સુધી વિજેતા રહેલા યોગેશ પટેલનું 2 જૂન, 2026ના રોજ અવસાન થયું હતું. તેમના નિધનથી ખાલી પડેલી આ મહત્વપૂર્ણ બેઠક પર ભાજપ સહિતના પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
![Vadodara Manjalpur By-Election Date-Gujarat first]()
માંજલપુર પેટાચૂંટણીની તૈયારીઓ તેજ
વહીવટી તંત્ર દ્વારા પણ ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટેના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. ચૂંટણી અધિકારી નિહાર ભેટારિયાના માર્ગદર્શન હેઠળ હાલમાં ઇવીએમ (EVM) અને વીવીપેટ (VVPAT) મશીનોના પ્રથમ તબક્કાની ચકાસણીની કામગીરી પણ જોરશોરથી ચાલી રહી છે. અંદાજે 260 મતદાન મથકો પર મતદાન યોજાનાર છે, જેના માટે સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરવામાં આવશે. આ ચૂંટણીમાં ટિકિટ મેળવવા માટે રાજકીય પક્ષોમાં જોરદાર લોબિંગ શરૂ થઈ ગયું છે.
આ પણ વાંચો: Ambalal Patel Rain Forecast: અમદાવાદ-ગાંધીનગરમાં આગામી 48 કલાકમાં થશે મેઘરાજાની એન્ટ્રી, અંબાલાલ પટેલની નવી આગાહી