Vadodara : ગરબાના મેદાન સુધી મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરતી વડોદરા પોલીસ
- વડોદરાના વિશ્વવિખ્યાત ગરબામાં મહિલાઓની સુરક્ષા માટે પોલીસે કમર કસી
- ગરબા ગ્રાઉન્ડમાં મહિલા પોલીસ અલગ અલગ વેશમાં તૈનાત રહેશે
- અસામાજીક તત્વોએ કંઇ પણ ખોટું કર્યું તો આવી બન્યું સમજજો
Vadodara : આજથી દેશભરમાં નવરાત્રીની શરૂઆત થઇ ગઇ છે. વડોદરામાં (Vadodara) નવરાત્રી પર રમાતા (Navratri - Garba) ગરબા વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ વર્ષે ગતવર્ષનો રેકોર્ડ તુટે તેટલી સંખ્યામાં ખેલૈયાઓ ગરબા રમે તેવું મનાઇ રહ્યું છે. આ વચ્ચે ગરબાના મેદાન સુધી મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વડોદરા પોલીસના (Vadodara - Police) જોઇન્ટ પોલીસ કમિશનર લીના પાટીલ દ્વારા જરૂરી દિશા-નિર્દેશ આપી દેવામાં આવ્યા છે. આજે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની (Vadodara Crime Branch) કચેરી ખાતે નવરાત્રીમાં મેદાનમાં તૈનાત રહેનાર સહિતના પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા.
નાના-મોટા મળીને 700 જેટલા ગરબાનું આયોજન
વડોદરા પોલીસના (Vadodara Police) જોઇન્સ પોલીસ કમિશનર લીના પાટીલે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, આજથી લઇને 1, ઓક્ટોબર સુધીમાં નવરાત્રી યોજાશે. માં શક્તિની ઉપાસનાના તહેવારમાં વડોદરા શહેર પોલીસ સંપૂર્ણ પણે સજ્જ થઇ ગઇ છે. વડોદરા પોલીસની શી ટીમ, મહિલા પોલીસની ટીમો, અને અલગ અલગ બ્રાન્ચની ટીમો આજથી બંદોબસ્તમાં જોડાઇ જશે. વડોદરા શહેરમાં નાના-મોટા મળીને 700 જેટલા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.
કાયદેસરના પગલાં સુધીની કાર્યવાહી થઇ શકે
તેમણે વધુમાં જણાવ્યું કે, તમામ સ્થળો પર શી ટીમની (Vadodara Police) મહિલાઓ અલગ અલગ વેશમાં બંદોબસ્ત કરશે, જેમાં તેઓ પોલીસના યુનિફોર્મ, શી ટીમના યુનિફોર્મ અને સાથે સાથે ટ્રેડિશનલ ડ્રેસમાં પણ ગરબા રમતા બંદોબસ્ત કરશે. ગરબા સ્થળે અસામાજીક તત્વો દ્વારા કોઇ પણ પ્રકારે કનડગત ના થાય, અને મહિલાની સુરક્ષા સચવાય, તે માટે બાજ નજર રાખશે, આવો કોઇ પણ બનાવ સામે આવશે, તો તેના વિરૂદ્ધ કાયદેસરના પગલાં સુધીની કાર્યવાહી થઇ શકે છે.
112 પર ફોન કરીને મદદ માંગી શકે
તેમણે આખરમાં જણાવ્યું કે, તમામે ધ્યાન રાખવું કે, અમારી શી ટીમની (Vadodara Police - She Team) બહેનો ત્યાં સજજ હાજર હશે, તે કોઇ પણ ડ્રેસમાં હોઇ શકે, તેમને ફરજ સોંપી દેવામાં આવી છે. એક દિવસ યુનિફોર્મમાં હશે, તો બીજા દિવસે ટ્રેડિશનલ ડ્રેસમાં હોઇ શકે છે. આ સમયે પેટ્રોલીંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કોઇને પણ અમારી મદદની જરૂરિયાત હોય તો તેઓ 112 પર ફોન કરીને મદદ માંગી શકે છે.
ડોગ સ્કવોર્ડને સાથે રાખીને સર્ચ કરવામાં આવ્યું
બીજી તરફ વડોદરા પોલીસની બીડીડીએસ, ક્યુઆરટી, એસઓજીની ટીમો દ્વારા શહેરના અલગ અલગ ગરબા મેદાન ખાતે સુરક્ષા સંબંધે તકાસણી કરવામાં આવી છે. સાથે જ ડોગ સ્કવોર્ડને (Vadodara Police - Dog Squad) સાથે રાખીને સર્ચ કરવામાં આવી રહ્યું છે. આમ, વડોદરા પોલીસ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વધુ સજ્જ બની હોવાનું જણાઇ આવે છે.
આ પણ વાંચો ----- Vadodara : રદ કરાયેલા BITA ના ગરબાને મંજૂરી મળી, મ્યુનિ. કમિ. થયા મહેરબાન