Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

પાદરા Corruption Case : ફરાર PI Charan ની શોધમાં એસીબીની દોડધામ!

ACB Gujarat: પાદરા (Padra) ના PI ચારણ (Charan) વિરુદ્ધ લવ જેહાદનો ખોટો કેસ કરવાની ધમકી આપી લાંચ માંગવાનો કેસ નોંધાયો છે. આ મામલે વચેટિયા સાજીદ અલી (Sajid Ali) ને જેલ મોકલી અપાયો છે, જ્યારે મુખ્ય આરોપી પીઆઈ ફરાર છે. ACB દ્વારા મહેમદાવાદ (Mehmedabad) સ્થિત નિવાસસ્થાને દરોડા પાડી તપાસ તેજ કરવામાં આવી છે અને આરોપીની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
પાદરા corruption case   ફરાર pi charan ની શોધમાં એસીબીની દોડધામ
Advertisement

પાદરા Corruption Case : PI લાંચ કેસમાં ACBની તપાસ તેજ
ફરાર PIના સંભવિત આશ્રય સ્થાનો પર પણ તપાસનો ધમધમાટ
ACBની ટીમે મહેમદાવાદમાં PI Charan ના નિવાસસ્થાને કર્યું સર્ચ
વચેટિયા સાજીદ અલીના રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરાયો
પાદરા PI પર 2 લાખની લાંચ માંગવાનો ગંભીર આરોપ
દંપતીના ઝઘડામાં લવ જેહાદનો કેસ કરવાની આપી હતી ધમકી
ખોટો કેસ ન કરવા માટે PIએ માંગી હતી 6 લાખની લાંચ

Padra Corruption Case : પાદરા (Padra) પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ચારણ (PI Charan) સામે નોંધાયેલા લાંચ કેસમાં લાંચ વિરોધી બ્યુરો (ACB) દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. આ ગંભીર મામલામાં આરોપી પીઆઈ હાલ ફરાર હોવાથી તેમની શોધખોળ માટે એસીબીની ટીમો સતત કાર્યરત છે. તપાસના ભાગરૂપે, એસીબીએ આરોપી PIના સંભવિત આશ્રય સ્થાનો પર દરોડા પાડવાની પ્રક્રિયા શરૂ કરી છે.

Advertisement

લવ જેહાદની ધમકી, લાંચનો ખેલ

આ કેસની વિગતવાર માહિતી મુજબ, પાદરા (Padra) પીઆઈ પર એક દંપતી પાસે 2 લાખ રૂપિયાની લાંચ માંગવાનો ગંભીર આક્ષેપ છે. આ સમગ્ર ઘટના એક કૌટુંબિક ઝઘડા સાથે જોડાયેલી છે. પીઆઈએ દંપતીને લવ જેહાદ (Love Jihad) નો ખોટો કેસ કરવાની ધમકી આપી હતી. આ ખોટા કેસમાંથી બચાવવા માટે પીઆઈએ શરૂઆતમાં 6 લાખ રૂપિયાની માગણી કરી હતી, જે મામલો છેવટે 2 લાખ રૂપિયામાં નક્કી થયો હોવાનું સામે આવ્યું છે.

Advertisement

વચેટિયો સાજીદ અલી જેલ હવાલે

આ કેસમાં વચેટિયા તરીકે કામ કરતા સાજીદ અલી (Sajid Ali) ની પોલીસે અગાઉ ધરપકડ કરી હતી. સાજીદ અલીના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતા તેને કોર્ટના આદેશ બાદ જેલ હવાલે કરવામાં આવ્યો છે. વચેટિયાની ધરપકડ બાદ હવે તપાસનો મુખ્ય દોર ફરાર પીઆઈ ચારણ (Charan) તરફ વળ્યો છે.

PI ના ઠેકાણાઓ પર તપાસનો ધમધમાટ

તપાસને વેગ આપવા માટે એસીબીની એક વિશેષ ટીમે મહેમદાવાદ (Mehmedabad) ખાતે પહોંચી હતી, જ્યાં આરોપી પીઆઈ ચારણ (Charan) ના નિવાસસ્થાને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, આરોપી ત્યાં મળી આવ્યો નહોતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, એસીબી આરોપીના તમામ સંભવિત ઠેકાણાઓ પર સતત નજર રાખી રહી છે અને ટૂંક સમયમાં તેની ધરપકડ થાય તેવી શક્યતા છે. પોલીસ વિભાગમાં આ પ્રકારની ઘટનાને પગલે ભારે ચકચાર મચી જવા પામી છે.

આ પણ વાંચો: Vadodara: પાદરામાં લવ જેહાદના ખોટા કેસનો ડર બતાવી PI એ માંગી લાખોની લાંચ

Tags :
Advertisement

.

×