Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Delhi-Mumbai Expressway પર લોહીયાળ અકસ્માત: કાર ડિવાઈડર કૂદી ફંગોળાઈ, 4 ના મોત

Kalol road accident: પંચમહાલના કાલોલ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર થયેલા ગંભીર અકસ્માતમાં વડોદરાના એક પરિવારના 4 સભ્યોના મોત થયા છે. રાજસ્થાનથી પરત ફરી રહેલી કાર ડિવાઈડર સાથે અથડાઈને ફંગોળાતા આ દુર્ઘટના સર્જાઈ હતી. કારમાં સવાર 5 માંથી 4 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા, જ્યારે એકનો બચાવ થયો છે. કાલોલ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
delhi mumbai expressway પર લોહીયાળ અકસ્માત  કાર ડિવાઈડર કૂદી ફંગોળાઈ  4 ના મોત
Advertisement
  • પંચમહાલના Delhi-Mumbai Expressway પર અકસ્માત
  • ભયાનક અકસ્માતમાં 4 લોકોના કમકમાટીભર્યા મોત
  • પુરઝડપે જતી કાર ડિવાઈડર કૂદીને સાઈડમાં ફંગોળાઈ
  • કારમાં સવાર 5માંથી 4ના મોત, એકનો આબાદ બચાવ
  • કાલોલ નજીકથી પસાર થતા હાઈવે પર સર્જાઈ ઘટના
  • રાજસ્થાનથી પરત આવતા વડોદરાના પરિવારનો અકસ્માત
  • તમામ મૃતદેહોને પીએમ અર્થે કાલોલ હોસ્પિટલ ખસેડાયા
  • કાલોલ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

Delhi-Mumbai Expressway accident: પંચમહાલ (Panchmahal) જિલ્લાના કાલોલ (Kalol) નજીકથી પસાર થતા અત્યાધુનિક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે (Delhi-Mumbai Expressway) પર એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. રવિવારે વહેલી સવારે સર્જાયેલા આ ગોઝારા અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે એક વ્યક્તિનો આબાદ બચાવ થયો છે.

રફ્તારે લીધો જીવ!

મળતી માહિતી મુજબ, વડોદરા (Vadodara) શહેરનો એક પરિવાર રાજસ્થાન (Rajasthan) થી પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન કાલોલ નજીક એક્સપ્રેસ વે પર કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર અચાનક પુરઝડપે જઈને ડિવાઈડર સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કાર ડિવાઈડર કૂદીને હાઈવેની સાઈડમાં ફંગોળાઈ ગઈ હતી. અકસ્માતની તીવ્રતા એટલી વધારે હતી કે કારના ભુક્કા બોલાઈ ગયા હતા.

Advertisement

Advertisement

4 લોકોએ ઘટનાસ્થળે જ દમ તોડ્યો

આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર કુલ ૫ લોકોમાંથી 4 સભ્યોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા. સ્થાનિક રાહદારીઓ અને હાઈવે પેટ્રોલિંગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. કારમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢીને પીએમ (Post-Mortem) અર્થે કાલોલની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં બચી ગયેલા એક વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જે હાલ આઘાતમાં હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ તપાસ શરૂ

ઘટનાની જાણ થતા જ કાલોલ પોલીસ (Kalol Police) કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ગુનો નોંધીને અકસ્માત પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક અનુમાન મુજબ, કારની ગતિ ખૂબ જ વધારે હોવાથી ચાલકે કાબૂ ગુમાવ્યો હોઈ શકે છે. એક જ પરિવારના 4 સભ્યોના મોતથી વડોદરાના પરિવારમાં અને સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસ દ્વારા મૃતકોની ઓળખ કરી તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Jamnagar Accident News: કાળમુખી કારે 5 વર્ષની માસૂમનો જીવ લીધો, હચમચાવી દે તેવા CCTV આવ્યા સામે

Tags :
Advertisement

.

×