Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

PM Modi Vadodara: બંગાળમાં ભવ્ય જીત બાદ પ્રથમ વખત PM Modi ની વડોદરા મુલાકાત, જુઓ સમગ્ર કાર્યક્રમ

PM Modi Vadodara : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) ના ગુજરાત પ્રવાસે છે ત્યારે સોમનાથ મંદિરના અમૃત મહોત્સવ અંતર્ગત આયોજિત ઐતિહાસિક કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ પીએમ મોદી સંસ્કારી નગરી વડોદરાના મહેમાન બનશે.
pm modi vadodara  બંગાળમાં ભવ્ય જીત બાદ પ્રથમ વખત pm modi ની વડોદરા મુલાકાત  જુઓ સમગ્ર કાર્યક્રમ
Advertisement
  • વડાપ્રધાન મોદી (PM Modi) વડોદરા (Vadodara) ના બનશે મહેમાન
  • બંગાળમાં ભવ્ય જીત બાદ પ્રથમ વખત વડોદરાની મુલાકાતે
  • વડોદરામાં બંગાળની થીમ પર વડાપ્રધાનનું સ્વાગત કરાશે
  • વિવિધ ઝાંખી અને ભવ્ય રોશનીથી શહેર ઝગમગી ઉઠશે

PM Modi Vadodara : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) ના ગુજરાત પ્રવાસે છે ત્યારે સોમનાથ મંદિરના અમૃત મહોત્સવ અંતર્ગત આયોજિત ઐતિહાસિક કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ પીએમ મોદી સંસ્કારી નગરી વડોદરાના મહેમાન બનશે.

સોમનાથ બાદ PM Modi વડોદરાની મુલાકાતે

સોમનાથમાં વડાપ્રધાને 11 પવિત્ર તીર્થોના જળથી મંદિરના શિખર પર કુંભાભિષેક (Kumbhabhishek) કરવાની સાથે ધ્વજારોહણ કર્યું હતું. આ સાથે જ ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમે (Suryakiran Team) આકાશમાં અદભૂત કરતબો બતાવી પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. મહાદેવની વિશેષ પૂજા અને મ્યુઝિયમની મુલાકાત બાદ હવે પીએમ મોદી વડોદરામાં જનતાને સંબોધિત કરવા અને ભવ્ય રોડ-શો (Road Show) માં ભાગ લેવા આવી રહ્યા છે.

Advertisement

pm modi in gujarat first

Advertisement

બંગાળમાં ભવ્ય જીત બાદ પ્રથમ વખત વડોદરાની મુલાકાતે

વડોદરામાં પશ્ચિમ બંગાળની (West Bengal) વિધાનસભા ચૂંટણીમાં મળેલી ભવ્ય જીત બાદ વડાપ્રધાનની આ પ્રથમ મુલાકાત હોવાથી શહેરને બંગાળની વિશેષ થીમ પર શણગારવામાં આવ્યું છે. ગદા સર્કલથી જૂના એરપોર્ટ સુધીના દોઢ કિલોમીટર (1.5 km) લાંબા માર્ગ પર ભવ્ય રોડ-શો યોજાશે, જેમાં હજારો લોકો જોડાશે.

સ્વાગત માટે 15 સ્ટેજ અને 16 બ્લોક ઊભા કરાયા

સ્વાગત માટે પશ્ચિમ બંગાળના આશરે એક હજાર નાગરિકો પોતાની પરંપરાગત વેશભૂષામાં (Traditional Attire) સજ્જ થઈને ઉપસ્થિત રહેશે. રોડ-શોના માર્ગ પર 15 સ્ટેજ અને 16 બ્લોક તૈયાર કરાયા છે, જ્યાં ઓડિશા, આસામ અને પંજાબના લોકનૃત્યો (Folk Dances) રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રભક્તિની ઝલક દર્શાવતું ઓપરેશન સિંદૂર (Operation Sindoor) પણ આકર્ષણનું કેન્દ્ર બનશે.

સરદારધામ છાત્રાલયનું લોકાર્પણ કર્યા બાદ જનસભા સંબોધશે

પીએમ મોદીના આગમન પૂર્વે જ શહેર ભવ્ય રોશની અને કટ-આઉટ્સ (Cut-outs) થી ઝગમગી ઉઠ્યું છે. વડાપ્રધાન વડોદરામાં અત્યાધુનિક સુવિધાઓ ધરાવતા સરદારધામ છાત્રાલયનું (Sardardham Hostel) લોકાર્પણ કરશે અને ત્યારબાદ વિશાળ જનમેદનીને સંબોધિત કરશે. પૂર્વ સૈનિકો (Ex-servicemen) અને વિવિધ જ્ઞાતિ સમાજના પ્રતિનિધિઓ પણ આ ઐતિહાસિક પળના સાક્ષી બનવા હાજર રહેશે.

પીએમ મોદીનો મિનિટ-ટુ-મિનિટ કાર્યક્રમ

  • બપોરે 03:45 કલાકે સોમનાથથી રાજકોટ જવા રવાના થશે.
  • બપોરે 04:30 કલાકે રાજકોટ એરપોર્ટથી વડોદરા જવા પ્રસ્થાન કરશે.
  • સાંજે 05:45 કલાકે વડોદરા એરપોર્ટ પર આગમન થશે.
  • સાંજે 06:00 કલાકે સરદારધામ છાત્રાલયના લોકાર્પણ કાર્યક્રમમાં પહોંચશે.
  • સાંજે 07:15 કલાકે ગદા સર્કલથી ભવ્ય રોડ-શોની શરૂઆત થશે.
  • રાત્રે 08:00 કલાકે વડોદરાથી સીધા દિલ્હી જવા રવાના થશે.

આ પણ વાંચો: LIVE: Somnath Amrit Parv-2026: લૂંટારૂઓના આક્રમણથી લઈને પરમાણુ પરીક્ષણ સુધી, PM Modi એ વર્ણવી ભારતની મક્કમતા

Tags :
Advertisement

.

×