PM Modi Vadodara Visit: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે વડોદરાના પ્રવાસે, 35 હજાર કરોડ રુપિયાથી વધુના વિકાસકામોની આપશે ભેટ
PM Modi Vadodara Visit: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે વડોદરાના પ્રવાસે છે, જ્યાં તેઓ ગુજરાતના વિકાસને નવી ઊંચાઈઓ આપવા માટે 35 હજાર કરોડ રૂપિયાથી વધુના જંગી વિકાસકામોની ભેટ ધરવાના છે. આ ઐતિહાસિક મુલાકાત દરમિયાન તેઓ વિવિધ ક્ષેત્રોના કરોડોના વિકાસ કાર્યોનું ભવ્ય લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ કાર્યક્રમ અંતર્ગત તેઓ વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના મહત્વપૂર્ણ 3 વિભાગો રાષ્ટ્રને સમર્પિત કરશે, જેના પરિણામે હવે દેશનું સમગ્ર ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર નેટવર્ક સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે.
Advertisement
PM Modi Vadodara Visit: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે વડોદરાના પ્રવાસે છે, જ્યાં તેઓ ગુજરાતના વિકાસને નવી ઊંચાઈઓ આપવા માટે 35 હજાર કરોડ રૂપિયાથી વધુના જંગી વિકાસકામોની ભેટ ધરવાના છે. આ ઐતિહાસિક મુલાકાત દરમિયાન તેઓ વિવિધ ક્ષેત્રોના કરોડોના વિકાસ કાર્યોનું ભવ્ય લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ કાર્યક્રમ અંતર્ગત તેઓ વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના મહત્વપૂર્ણ 3 વિભાગો રાષ્ટ્રને સમર્પિત કરશે, જેના પરિણામે હવે દેશનું સમગ્ર ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર નેટવર્ક સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે. આ સાથે જ પ્રધાનમંત્રી ૪ નવી અત્યાધુનિક માલગાડી સેવાઓને લીલીઝંડી આપશે તેમજ ટાંડા રોડ અને વડોદરા વચ્ચે નવી પેસેન્જર ટ્રેન સેવાનો પ્રારંભ કરાવી આદિવાસી અંચલોને જોડતી નવી રેલ લાઇન દેશવાસીઓને અર્પણ કરશે.

