PM Modi Vadodara Visit: ગદા સર્કલથી જૂના એરપોર્ટ સુધી રોડ-શો, સ્વાગત માટે પશ્ચિમ બંગાળની વિશેષ થીમ
PM Modi Vadodara Visit: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Modi) બે દિવસ ગુજરાત પ્રવાસે છે, ત્યારે સોમનાથ મંદિર (Somnath Temple) ના અમૃત મહોત્સવ અંતર્ગત આયોજિત કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ વડોદરાના મહેમાન બન્યા છે. સોમનાથમાં મહાદેવની વિશેષ પૂજા અને મ્યુઝિયમની મુલાકાત બાદ હવે PM મોદી વડોદરામાં જનતાને સંબોધિત કરવા અને ભવ્ય રોડ-શો (Road Show) માં ભાગ લેવા પહોંચ્યા છે.
સ્વાગત માટે 15 સ્ટેજ અને 16 બ્લોક ઊભા કરાયા
વડોદરામાં પશ્ચિમ બંગાળની (West Bengal) વિધાનસભા ચૂંટણીમાં મળેલી ભવ્ય જીત બાદ વડાપ્રધાનની આ પ્રથમ મુલાકાત હોવાથી શહેરને બંગાળની વિશેષ થીમ પર શણગારવામાં આવ્યું છે. ગદા સર્કલથી જૂના એરપોર્ટ સુધીના દોઢ કિલોમીટર (1.5 km) લાંબા માર્ગ પર ભવ્ય રોડ-શો યોજાશે, જેમાં હજારો લોકો જોડાશે. સ્વાગત માટે પશ્ચિમ બંગાળના આશરે એક હજાર નાગરિકો પોતાની પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને ઉપસ્થિત રહેશે. રોડ-શોના માર્ગ પર 15 સ્ટેજ અને 16 બ્લોક તૈયાર કરાયા છે, જ્યાં ઓડિશા, આસામ અને પંજાબના લોકનૃત્યો રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રભક્તિની ઝલક દર્શાવતું ઓપરેશન સિંદૂર (Operation Sindoor) પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. લેટેસ્ટ અપડેટ્સ માટે જોડાયેલા રહો...
PM Modi Vadodara Visit: સરદારધામ-3 ના લોકાર્પણ બાદ રોડ શો
May 11, 2026 8:42 pm
વડોદરામાં વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ-શો યોજાયો છે. ગદા સર્કલથી જૂના એરપોર્ટ સુધી રોડ-શો યોજાયો છે.દોઢ કિલોમીટર લાંબા રોડ-શોમાં હજારો લોકો જોડાયા છે. વડાપ્રધાનના સ્વાગત માટે પશ્ચિમ બંગાળની વિશેષ થીમ છે. બંગાળના એક હજાર નાગરિકો પરંપરાગત વેશભૂષામાં દેખાયા છે. રોડ-શો દરમિયાન ઓપરેશન સિંદૂરની ઝલક જોવા મળી.
PM Modi Vadodara Visit: હવે વડાપ્રધાનનો રોડ શો યોજાશે
May 11, 2026 8:08 pm
વડાપ્રધાનનું સંબોધન પૂર્ણ થયા બાદ તેઓનો રોડ શો યોજાવા જઈ રહ્યો છે.
PM Modi Vadodara Visit: જય સરદારના નાદ સાથે સંબોધન પૂર્ણ કર્યું
May 11, 2026 8:04 pm
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સનમેદનને સંબોધી પોતાનું સંબોધન પૂર્ણ કર્યું છે.
PM Modi Vadodara Visit: જ્યાં સુધી વૈશ્વિક સ્થિતિ સુધરે નહીં ત્યા સુધી પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડો, સોનું ઓછું ખરીદો
May 11, 2026 7:54 pm
વડાપ્રધાન મોદીએ વૈશ્વિક સંકટને લઈ પેટ્રોલ-ડીઝલનો ઓછો ઉપયોગ કરવા અને સોનાની ખરીદી ટાળવા અપીલ કરી છે.
ગુજરાત દરેક ક્ષેત્રે પોતાની નવી ઓળખ બનાવી રહ્યું છે: વડાપ્રધાન
May 11, 2026 7:43 pm
વડાપ્રધાને કહ્યું આપણું ગુજરાત વૈશ્વિક ચૈઈન બની રહ્યુ છે. સેમિકન્ડક્ટરમાં પણ સતત આગળ વધી રહ્યું છે.
PM Modi Vadodara Visit: મહિલાઓ માટે દરેક ક્ષેત્રે દ્વાર ખૂલેલા: PM મોદી
May 11, 2026 7:41 pm
વડાપ્રધાને મહિલાઓની વાત કરતાં કહ્યું હતુ કે મહિલાઓ માટે અનેક યોજનાઓ છે. તેમના માટે દરેક ક્ષેત્રે દ્વાર ખૂલેલા છે.
PM Modi Vadodara Visit: સોમનાથ મંદિરની પુનઃ સ્થાપનાનું સપનું સરદાર પટેલના સંકલ્પથી જ પૂર્ણ થયું : PM
May 11, 2026 7:37 pm
વડાપ્રધાને કહ્યું કે સોમનાથ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થયા. સોમનાથ મંદિરની પુનઃ સ્થાપનાનું સપનું સરદાર પટેલના સંકલ્પથી જ પૂર્ણ થયું હતું.
PM Modi Vadodara Visit: બંગાળ હવે સોનાર બાંગ્લા થશે: CM
May 11, 2026 7:00 pm
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સંબોધનમાં કહ્યું બંગાળમાં વિજય મેળવી વડાપ્રધાન ગુજરાત પધાર્યા છે. હવે બંગાળ હવે સોનાર બાંગ્લા થશે.
PM Modi Vadodara Visit: PM નરેન્દ્રભાઈ મોદીનું સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી સન્માન
May 11, 2026 6:59 pm
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
PM Modi Vadodara Sardar Dham Campus 3 inauguration: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વડોદરાના પ્રવાસે
— Gujarat First (@GujaratFirst) May 11, 2026
સરદારધામ સંકુલ-3નું PM મોદીના હસ્તે લોકાર્પણ
PMને સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા
'સરદાર ગૌરવ રત્ન' એવોર્ડ સોનામાંથી બનાવાયો
સરદાર ધામ વિદ્યા સહાયનું પણ લોકાર્પણ કરાયું
સરદાર… pic.twitter.com/5g10AqTY2n
PM Modi Vadodara Visit: PM મોદીનું મુખ્યમંત્રી સહિત અગ્રણીઓ દ્વારા સ્વાગત કરાયું
May 11, 2026 6:50 pm
સ્ટેજ પર પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું હર્ષભેર મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત પાટીદાર નેતાઓએ સ્વાગત કર્યું છે.
PM Modi Vadodara Visit: PM મોદી સ્ટેજ પર પહોંચતાં જ જય શ્રી રામના નારા લાગ્યા
May 11, 2026 6:46 pm
વડાપ્રધાન સરદારધામ-3 નું લોકાર્પણ કરી જનસભા સંબોધવા પહોંચ્યા છે. વડાપ્રધાન સ્ટેજ પર પહોંચતાં જ જય શ્રી રામ, જય સરદાર, જય ભારત માતાના નારા ગુંજી ઉઠ્યા.
PM Modi Vadodara Visit: PM મોદીએ સરદારધામ-3નું લોકાર્પણ કર્યું
May 11, 2026 6:42 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા પહોંચી ગયા છે. ત્યા તેમણે 150 કરોડ રુપિયાના ખર્ચે તૈયાર થયેલા સરદારધામ-3નું લાકાર્પણ કર્યું છે.
PM Modi Vadodara Visit: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વડોદરા પહોંચ્યા
May 11, 2026 6:34 pm
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સંસ્કારી નગરી વડોદરામાં પહોંચી ગયા છે.
PM Modi Vadodara Visit: PM મોદીને સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી સન્માનિત કરાશે
May 11, 2026 5:31 pm
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે સાંજે વડોદરામાં 150 કરોડના ખર્ચે નવનિર્મિત 'સરદારધામ સંકુલ-3'નું લોકાર્પણ કરશે. 4.75 લાખ સ્ક્વેર ફૂટમાં ફેલાયેલા આ સંકુલમાં 2000 વિદ્યાર્થીઓ માટે રહેવા-ભણવાની આધુનિક સુવિધા છે. આ પ્રસંગે PMને સુવર્ણ 'સરદાર ગૌરવ રત્ન' એવોર્ડથી સન્માનિત કરાશે અને 500 કરોડની 'સરદારધામ વિદ્યા સહાય' યોજનાનું પણ લોકાર્પણ કરવામાં આવશે.


