Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Vadodara માં પ્રદેશ પ્રમુખ જદીશભાઈ વિશ્વકર્માએ યોજી બેઠક, PM મોદીના આગમન લઈ કેવી છે તૈયારીઓ?

વડોદરામાં 11 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે સરદારધામ ભવનનું લોકાર્પણ અને જાહેર સભા યોજાશે. આ નિમિત્તે પ્રદેશ પ્રમુખ જગદીશભાઇ વિશ્વકર્માએ વડોદરા ખાતે અધિકારીઓ અને ધારાસભ્યો સાથે બેઠક યોજી તૈયારીઓની સમીક્ષા કરી હતી. વહીવટી તંત્ર અને પક્ષ દ્વારા આ કાર્યક્રમને ભવ્ય બનાવવા આયોજન હાથ ધરાયું છે.
vadodara માં પ્રદેશ પ્રમુખ જદીશભાઈ વિશ્વકર્માએ યોજી બેઠક  pm મોદીના આગમન લઈ કેવી છે તૈયારીઓ
Advertisement
  • Vadodara: પ્રદેશ ભાજપ પ્રમુખ વડોદરા પહોંચ્યા
  • જગદીશભાઇએ સરદારધામમાં તૈયારીઓની સમીક્ષા કરી
  • 11 મેના રોજ વડાપ્રધાન સરદારધામમાં આવશે

Vadodara: આગામી 11 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (PM Modi) વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે, જ્યાં તેઓ નવીન નિર્મિત સરદારધામ ભવન (Sardardham Bhavan) નું ભવ્ય લોકાર્પણ કરશે. આ ભવન આધુનિક સુવિધાઓથી સજ્જ છે, જે સામાજિક અને શૈક્ષણિક ઉત્થાન માટે મહત્વનું કેન્દ્ર બની રહેશે. લોકાર્પણ વિધિ બાદ વડાપ્રધાન સરદારધામ ખાતે જ એક વિશાળ જાહેર સભા (Public Meeting) ને સંબોધિત કરશે, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉમટી પડવાની શક્યતા છે.

Vadodara માં પ્રદેશ પ્રમુખ દ્વારા તૈયારીઓની સમીક્ષા

વડાપ્રધાનના પ્રવાસને ધ્યાનમાં રાખીને પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઇ વિશ્વકર્મા વડોદરા પહોંચ્યા હતા અને સરદારધામ ખાતે ચાલતી તૈયારીઓની ઝીણવટભરી સમીક્ષા (Review) કરી હતી. તેમણે કાર્યક્રમના સ્થળ, સુરક્ષા વ્યવસ્થા અને સ્ટેજ આયોજનનું નિરીક્ષણ કર્યું હતું. આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટના લોકાર્પણ પ્રસંગે કોઈ પણ કમી ન રહી જાય તે માટે તેમણે સંગઠનના હોદ્દેદારોને જરૂરી સૂચનાઓ આપી હતી.

Advertisement

ઉચ્ચ સ્તરીય બેઠકોનો દોર અને આયોજન

જગદીશભાઇ વિશ્વકર્માએ વડોદરામાં વિવિધ સરકારી અધિકારીઓ, પદાધિકારીઓ અને સ્થાનિક ધારાસભ્યો સાથે મહત્વની બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન કાર્યક્રમની વ્યવસ્થા, જનમેદનીના આગમન અને ટ્રાફિક વ્યવસ્થાપન જેવી બાબતો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. વહીવટી તંત્ર અને સંગઠન બંને સંયુક્ત રીતે આ આયોજનને સફળ બનાવવા માટે કાર્યરત છે, જેથી વડાપ્રધાનના સ્વાગતની તૈયારીઓને આખરી ઓપ આપી શકાય.

Advertisement

આ પણ વાંચોઃ PM Modi નો સોમનાથમાં ભવ્ય રોડ શો યોજાશે, DyCM એ કર્યું રૂટનું નિરીક્ષણ

Tags :
Advertisement

.

×