ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂના હેલિકોપ્ટરમાં સર્જાઈ ખામી, હવે બાય રોડથી કેવડિયા પહોંચશે

President Droupadi Murmu Gujarat Visit: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ નર્મદા જિલ્લામાં આઈકોનિક સ્ટેચ્યુ ઓફ યુનિટી પર બે દિવસની મુલાકાત આવ્યાં છે.
09:16 PM Feb 26, 2025 IST | VIMAL PRAJAPATI
President Droupadi Murmu Gujarat Visit: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ નર્મદા જિલ્લામાં આઈકોનિક સ્ટેચ્યુ ઓફ યુનિટી પર બે દિવસની મુલાકાત આવ્યાં છે.
President Droupadi Murmu
  1. રાષ્ટ્રપતિના હેલિકોપ્ટરમાં ખામીથી તંત્ર થયુ દોડતુ
  2. હેલિકોપ્ટરનું લેન્ડિંગ ન થતા વડોદરા પરત ફર્યા
  3. બે દિવસ એકતાનગરના પ્રવાસે રાષ્ટ્રપતિ

President Droupadi Murmu Gujarat Visit: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ નર્મદા જિલ્લામાં આઈકોનિક સ્ટેચ્યુ ઓફ યુનિટી પર બે દિવસની મુલાકાત આવ્યાં છે. હેલિકોપ્ટરમાં એક તકરારની ખામી સર્જાતા તેમના પ્રવાસે વિલંબ થયો હોવાનું સામે આવ્યું છે. હવે તો President Droupadi Murmu બાયરોડ એક્તાનગર જવા માટે રવાના થયાં છે. નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે 26 અને 27 મીએ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદીમુર્મૂ બે દિવસની મુલાકાતે આવ્યાં છે.

આ પણ વાંચો: વાળીનાથ મંદિરમાં પરિવારે કર્યુ દીકરાનું દાન, મહંત જયરામગીરી બાપુએ વ્યક્ત કર્યો રાજીપો

હેલિકોપ્ટરમાં ખામીથી તંત્ર થયુ દોડતુ

26મી ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સ્ટેચ્યુ ઓફ યુનિટી, વ્યુઈંગ ગેલેરી, પ્રદર્શન કક્ષ અને લાઈટ એન્ડ સાઉન્ડ શો જોઈ નર્મદા ઘાટ ખાતે આરતીમાં સામેલ થવાના હતા. બીજી તરફ, 27મી ફેબ્રુઆરીએ એકતાનગરના આરોગ્યવન, મિયાવાકી ફોરેસ્ટ, જંગલ સફારી, સરદાર સરોવર ડેમ અને એકતા સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર જેવી કેટલીક મહત્વપૂર્ણ જગ્યાઓની મુલાકાતો કરવાના હતી.

આ પણ વાંચો: Delhi: કેજરીવાલ દારૂ કૌભાંડના માસ્ટર માઇન્ડ, અનુરાગ ઠાકુરે સાધ્યુ નિશાન

હેલિકોપ્ટર લેન્ડિંગ ન થતા વડોદરા પરત ફર્યા

હાલમાં, હેલિકોપ્ટર ખામીના કારણે રાષ્ટ્રપતિ (President Droupadi Murmu)એ એકતાનગરમાં લેન્ડિંગ ન કરી શક્યા, જેના પરિણામે તેમને પરત વડોદરા થયા છે. આ ઘટના બાદ રાજ્યના તંત્રમાં દોડધામ મચી ગઈ, અને હવે રાષ્ટ્રપતિને બાય રોડથી વડોદરાથી કેવડિયા મોકલવાનું નક્કી કરવામાં આવ્યું છે. જિલ્લા કલેકટર એસ.કે. મોદી દ્વારા એકતાનગરના ગુરુકુલ હેલીપેડ પર સમીક્ષા બેઠક યોજી હતી અને સંપૂર્ણ માર્ગને તડામાર તૈયાર કરવામાં આવી હતી. આ દરમિયાન, રાષ્ટ્રપતિના પ્રવાસને નવા લોજિસ્ટિક્સની જરૂર પડી છે.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
EktanagarExhibition Hallhelicopter malfunctionLight and Sound ShowNarmada GhatPresident droupadi murmuPresident Droupadi Murmu's two-day Gujarat tourStatue of UnityViewing Galleryvisit to Statue of Unity
Next Article