Vadodara murder case: પ્રેમ, દગો અને દર્દનાક અંત, રસોડાના કબાટમાં મળેલી લાશના કેસમાં કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
- Vadodara murder case: પ્રેમિકાની હત્યા કરનારને સખત કેદની સજા
- કોર્ટે દોષિત પ્રેમીને આજીવન કેદની સજા સંભળાવી
- આરોપીએ વર્ષ 2021માં પ્રેમિકાની કરી હતી હત્યા
- માસૂમ પુત્ર શિવાંશને ગાંધીનગરની ગૌશાળામાં ત્યજી દેવાયો હતો
Vadodara murder case: એક એવો સંબંધ જેનો પાયો જ જૂઠ પર ટકેલો હતો, તેનું પરિણામ કેટલું ભયાનક હોઈ શકે તેનો પુરાવો સામે આવ્યો છે. વર્ષો પહેલા બનેલી એક હચમચાવનારી ઘટનાએ આખા રાજ્યને સ્તબ્ધ કરી દીધું હતું. માસૂમ બાળકની લાચારી અને એક સ્ત્રીની ક્રૂર હત્યા પાછળ છૂપાયેલું રહસ્ય હવે કાયદાની એરણે ચડ્યું છે. ન્યાયના મંદિરે ગુનેગારને તેના પાપની આકરી સજા ફટકારી છે.
રસોડાના કબાટનું રહસ્ય ( Kitchen Cabinet Mystery)
વડોદરા સેશન્સ કોર્ટે (Vadodara Sessions Court) પ્રેમિકાની હત્યા (Murder) કરનાર પરિણીત પ્રેમી સચિન દીક્ષિતને દોષિત ઠેરવ્યો છે. વર્ષ 2021 માં બાપોદ વિસ્તારના દર્શનમ ઓએસિસ ફ્લેટમાં (Darshanam Oasis Flat) આ ચકચારી ઘટના બની હતી. સચિને પોતાની પ્રેમિકા મહેંદી ઉર્ફે હીના પેથાણીની ગળું દબાવીને કરપીણ હત્યા કરી હતી. આ હીન કૃત્ય કર્યા બાદ તેણે મૃતદેહ (Dead body) એક બેગમાં ભરીને રસોડાના કબાટમાં છૂપાવી દીધો હતો. પત્ની સાથે થયેલા ઝઘડાની અદાવતમાં સચિને આ ખૌફનાક પગલું ભર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
આ પણ વાંચો---- New Flyover : હવે મિનિટોમાં પહોંચાશે અખબારનગર અને ગાંધી આશ્રમ! 1 લાખ લોકોને ફાયદો
નિર્દોષ બાળકનો ત્યાગ (Abandonment of Child)
હત્યા બાદ આરોપીએ પોતાના 10 મહિનાના પુત્ર શિવાંશને પણ તરછોડી દીધો હતો. સચિને માસૂમ બાળકને ગાંધીનગરની (Gandhinagar) એક ગૌશાળા પાસે ત્યજી દીધો હતો. આ ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ભારે ચર્ચા જગાવી હતી. પોલીસ તપાસ દરમિયાન કડીઓ જોડાતી ગઈ, અને આખરે સચિન દીક્ષિતની ધરપકડ થઈ હતી. કોર્ટે તમામ પુરાવાઓ અને સાક્ષીઓને ધ્યાને રાખીને આરોપી સચિન દીક્ષિતને આજીવન કેદની (Life Imprisonment) સજા ફટકારી છે. સાથે જ ગુનેગારને 15,000 રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો છે.
બાળક માટે ન્યાય (Justice and Compensation for Child)
ન્યાયાધીશે આ કેસમાં માનવીય અભિગમ દાખવીને માસૂમ બાળક શિવાંશના ભવિષ્યનો વિચાર કર્યો છે. કોર્ટે ગુજરાત વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ (Gujarat Victim Compensation Scheme) હેઠળ બાળકને વળતર (Compensation) આપવાનો આદેશ કર્યો છે. આ સહાયની રકમ બાળકના નામે ફિક્સ્ડ ડિપોઝિટ (Fixed Deposit) તરીકે રાખવામાં આવશે. પીડિત બાળકને આર્થિક સુરક્ષા મળી રહે તે માટે તંત્રને પણ જરૂરી સૂચનાઓ આપી છે. આ ચુકાદો સમાજમાં એક દાખલો બેસાડશે, કે અપરાધ કર્યા પછી કાયદાથી કોઈ બચી શકતું નથી.
આ પણ વાંચો---- Urea Black Marketing Control: ખેડૂતના ખાલી હાથ અને ફેક્ટરીઓ માલામાલ? યુરિયા કાળાબજારી રોકવા સરકારે ઘડ્યો ફૂલપ્રૂફ પ્લાન


