Vadodara : સાવલીમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટમાં 2 લોકો દાઝયા, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ
- Vadodara ના સાવલીના પરથમપુરા ગામે સિલિન્ડર બ્લાસ્ટ
- વણકરવાસમાં અચાનક સિલિન્ડર બ્લાસ્ટ થતા ભયનો માહોલ
- ઘરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા બે લોકો ઇજાગ્રસ્ત
- ગેસ સિલિન્ડર ફાટતાં ઘર વખરીનો સમાન બળીને ખાખ
- ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર મેળવ્યો કાબુ
Vadodara : વડોદરાના સાવલીમાં ગેસ સિલિન્ડર (gas cylinder) બ્લાસ્ટ થવાની ઘટના બની છે. જેમાં વહેલી સવારે ઘરમાં (house) રહેલ ગેસ સિલિન્ડરમાં અચાનક આગ લાગી હતી અને ઘરમાં રહેલ લોકો બહાર દોડી આવ્યા હતા. આગ લાગ્યા બાદ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો જેમાં બે લોકોને ઈજા પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા. ઘટનાની જાણ થતા ફાયર વિભાગે (fire department) આગને કાબુમાં લીધી હતી. આગ પ્રસરે તે પહેલા સ્થાનિકોએ પાણીનો મારો ચલાવ્યો હતો.
ઇજાગ્રસ્ત બન્ને લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
સાવલી તાલુકાના પરથમ પુરા ગામે સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો અને વણકરવાસમાં આ ઘટના બની હતી. ગેસનો બાટલો ફાટતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દિનેશ ભાઈ પૂંજાભાઈ પરમારના ઘરે ગેસ સિલિન્ડર ફાટતાં બે લોકો દાઝ્યા હતા. ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા એટલો મોટો અવાજ આવ્યો કે આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને પણ જાણ કરી હતી. ઈજાગ્રસ્તોની તબિયત સુધારા પર છે અને પોલીસે જાણવાજોગ લીધી છે. આગ લાગવાનું કારણ અકબંધ છે.
Vadodara : ગેસનો બાટલામાં આગ લાગવાનું કારણ
01-રેગ્યુલેટર, પાઇપ અથવા સિલિન્ડરના વાલ્વમાંથી ગેસ લીક થવો, જે જરાક પણ તણખાના સંપર્કમાં આવતા આગ પકડી શકે છે.
02-ગેસની પાઇપ જૂની થવી, ફાટી જવી અથવા રેગ્યુલેટર બરાબર ફિટ ન હોવું.
03 - રાંધતી વખતે વાલ્વ બંધ ન કરવો અથવા સ્ટવ નજીક જ્વલનશીલ પદાર્થો રાખવા.
04 - ગુણવત્તા વગરના (ISI માર્ક વગરના) રેગ્યુલેટર અથવા પાઇપનો ઉપયોગ.
આ પણ વાંચો : Rajkot : ગેસ સિલિન્ડરમાં આગ લાગ્યા બાદ થયો મોટો ધડાકો, ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડાયા


