Vadodara: બાળકોને શિક્ષણ આપવાનું કે દારુ પીવાનો? લામડાપુરામાં નશાખોર આચાર્ય સામે લોકોનો આક્રોશ
- Vadodara જીલ્લાની લામડાપુરા શાળામાં આચાર્ય વિરુદ્ધ તાળાબંધી
- લામડાપુરા પ્રાથમિક શાળાના મુખ્ય દ્વાર પર ગ્રામજનોએ તાળું માર્યું
- આચાર્ય નશો કરતો હોવાના આક્ષેપ સાથે તાળાબંધી કરી
- વારંવાર બદલીની માગ છતાં શિક્ષણ વિભાગે કોઈ કાર્યવાહી નહીં
Vadodara: સંસ્કારી નગરી તરીકે જાણિતા વડોદરા જિલ્લાના સાવલી (Savli) તાલુકાના લામડાપુરા (Lamdapura) ગામના લોકોએ શાળાના આચાર્ય વિરુધ્ધ ભારે હોબાળો મચ્યો છે. આજે ગ્રામજનોએ આક્રોશમાં આવીને લામડાપુરા પ્રાથમિક શાળા (Lamdapura Primary School) ના મુખ્ય પ્રવેશદ્વાર પર તાળાબંધી કરી દીધી હતી. ગ્રામજનોનો આક્ષેપ છે કે શાળાના આચાર્ય (Principal) નશો કરીને શાળાએ આવે છે, જેના કારણે બાળકોના શિક્ષણ અને ભવિષ્ય પર ગંભીર અસર પડી રહી છે.
Vadodara: રજૂઆતો છતાં તંત્ર આંખ આડા કાન!
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ આચાર્યની વર્તણૂક લાંબા સમયથી વિવાદાસ્પદ રહી છે. ગ્રામજનોએ અનેકવાર શિક્ષણ વિભાગ (Education Department) ને આ બાબતે રજૂઆતો કરી હતી. આચાર્યની તાત્કાલિક બદલી (Transfer) કરવાની માગણી કરવામાં આવી હતી, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નહોતી. અંતે કંટાળેલા વાલીઓ અને ગ્રામજનોએ આજે શાળાને તાળાબંધી કરવાનો નિર્ણય લીધો હતો. ગ્રામજનોએ સવાલો ઉઠાવ્યા છે કે આચાર્ય શળામાં બાળકોને ભણાવવા આવે છે કે દારુ પીવા? પોલીસની હાજરીમાં જ આવા આકરા સવાલો કરી આચાર્યની બદલીની માંગ કરી છે.
આચાર્ય
પંચાયત પરિસરમાં બાળકોને બેસડાયા
શાળાને તાળાબંધી કરવામાં આવી હોવા છતાં, ગ્રામજનોએ બાળકોનું શિક્ષણ બગડે નહીં તેની તકેદારી રાખી હતી. તમામ વિદ્યાર્થીઓને ગ્રામ પંચાયત (Gram Panchayat) ના પરિસરમાં બેસાડવામાં આવ્યા હતા અને ત્યાં જ શૈક્ષણિક પ્રવૃત્તિઓ ચાલુ રાખવામાં આવી હતી. ગ્રામજનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી નશાખોર આચાર્ય વિરુદ્ધ કાર્યવાહી નહીં થાય, ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે.
પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગ્રામજનોએ મંજુસર પોલીસ મથકે (Manjusar Police Station) અને શિક્ષણ વિભાગને ટેલીફોનિક જાણ કરી હતી. જેથી પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. ગ્રામજનોએ વહેલી તકે આચાર્યની બદલી નાખવા માંગ કરી છે. બીજી તરફ આચાર્યએ આક્ષેપોને નકાર્યા હતા. જો આચાર્યની બદલી નહીં થાય તો ગ્રામજનોનો વિરોધ વધુ ઉગ્ર બને તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
આ પણ વાંચોઃ Vadodara: દિવાલ તોડી મકાનના આંગણામાં ઘૂસી ગાડી, MGVCLના કર્મચારીઓ ઘટનાસ્થળેથી ફરાર!
આ પણ વાંચોઃ Dakor: સ્ટેજ પ્રોગ્રામ અને Dj પર પ્રતિબંધ, હોળી પૂનમની તૈયારીઓને લઈ મોટા નિર્ણય, જાણો વધુ


