Vadodara News: કેમિકલ બનાવતી કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી
Fire in Vadodara: સાવલી રોડ પર ગોઠડા ગામ પાસે આવેલી 'કેમ કોમ યુનિટ-2' કેમિકલ કંપનીના પાછળના ભાગમાં રાખેલા સ્ક્રેપમાં અચાનક ભીષણ આગ લાગી હતી. ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા આસપાસમાં ભય ફેલાયો હતો. કંપનીના સ્ટાફે પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેતા મોટી દુર્ઘટના ટળી હતી. વારંવાર બનતી આવી ઘટનાઓથી કંપનીની બેદરકારી સામે રોષ જોવા મળી રહ્યો છે.
Advertisement
Fire in Vadodara: સાવલી-વડોદરા રોડ પર આવેલા ગોઠડા ગામ પાસે આજે એક 'કેમ કોમ યુનિટ2' નામની કેમિકલ ઉત્પાદન કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. કેમિકલ કંપની હોવાના કારણે આગની ખબરે સ્થાનિક તંત્ર અને આસપાસના ગ્રામજનોમાં ભારે દોડધામ મચાવી દીધી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે તેના કારણે આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા માઇલો દૂરથી સ્પષ્ટ જોઈ શકાતા હતા, જેનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ વ્યાપી ગયો હતો.

