Vadodara Accident: વડોદરા શહેરમાં છેલ્લા 48 કલાકનો સમય રક્તરંજિત સાબિત થયો છે, જ્યાં હાઈવે અને માર્ગો પર અકસ્માતોની હારમાળા સર્જાઈ છે. તાજેતરની ઘટનામાં ધન્યાવી ચોકડી પાસે વધુ એક ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં એક વ્યક્તિનું કરૂણ મૃત્યુ નીપજ્યું છે.

Vadodara માં અકસ્માતોની હારમાળા
પ્રાથમિક તપાસમાં આ ઘટના હિટ એન્ડ રન હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. માત્ર આજીડેમ કે એકલ-દોકલ વિસ્તાર નહીં, પરંતુ સમગ્ર વડોદરા હાઈવે પર છેલ્લા 48 કલાકમાં અકસ્માતોના કારણે ત્રીજા વ્યક્તિનું મોત થયું છે.
અલગ-અલગ ઘટનાઓમાં કુલ 4 લોકોના મોત
આ અગાઉ માણેજા ચોકડી પાસે બનેલી હૃદયદ્રાવક દુર્ઘટનામાં એક નાની દીકરીએ પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આમ, વડોદરા શહેરમાં છેલ્લા માત્ર 48 કલાકના ટૂંકા સમયગાળામાં અકસ્માતોની અલગ-અલગ ઘટનાઓમાં કુલ 4 લોકોએ જીવ ગુમાવ્યા છે. વાહનચાલકોની બેફામ સ્પીડ અને બેદરકારીના કારણે માસુમ અને નિર્દોષ લોકોના ભોગ લેવાઈ રહ્યા છે, જેના કારણે સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સવાલ ઉઠી રહ્યો છે કે આખરે તંત્ર દ્વારા બેફામ વાહનોની સ્પીડ પર ક્યારે લગામ કસવામાં આવશે?
આ પણ વાંચો: National Sports Day: "શાળાઓમાં મેદાન પહેલા બનાવો, પછી બાંધકામ" રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની સ્પષ્ટ ટકોર