Vadodara: સિગ્મા યુનિવર્સિટીએ ઉચ્ચ સંભાવનાવાળી સ્ટાર્ટઅપ્સને આપી 5 લાખની ગ્રાન્ટ, ઉદ્યોગસાહસિકતાને આપ્યો વેગ
- Vadodara: સિગ્મા યુનિવર્સિટીએ સ્ટાર્ટઅપ્સને રુ.5 લાખની ગ્રાન્ટ આપી
- આ ફંડ શૈલી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક્સના CSR સહયોગ હેઠળ અપાયું
- SSIC ઇન્ક્યુબેશન સેન્ટરે ફંડ વિતરણ સમારોહનું આયોજન કર્યું
- ઉદ્યોગના વરિષ્ઠોએ માર્કેટ રેડીનેસ અને સ્કેલિંગ પર માર્ગદર્શન આપ્યું
- AI, બાયોટેક અને રોબોટિક્સ સહિત 6 નવીન સ્ટાર્ટઅપ્સને ભંડોળ મળ્યું
Vadodara:વડોદરા ખાતે નવીનતા અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાની પોતાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવવા માટે સિગ્મા યુનિવર્સિટી (Sigma University) એ આર્થિક સહાય પૂરી પાડી છે. વડોદરાના SSIC ઇન્ક્યુબેશન સેન્ટર દ્વારા પ્રારંભિક તબક્કાની સ્ટાર્ટઅપ્સને આર્થિક સહાય આપવા માટે સ્ટાર્ટઅપ ફંડ ડિસ્બર્સમેન્ટ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાની અગ્રણી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક અને મેન્યુફેક્ચરિંગ કંપની શૈલી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક્સ લિ. સાથેના CSR સહયોગ હેઠળ 5 લાખની ગ્રાન્ટ આપી હતી.
ઉદ્યોગ સંબંધિત માર્ગદર્શન
આ કાર્યક્રમમાં શૈલી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક્સ લિ.ના વરિષ્ઠ પ્રતિનિધિઓ ડી. કે. પુરોહિત,હેમલતા ગાયકવાડ અને રોબર્ટ ક્રિસ્ટી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સ્ટાર્ટઅપ સ્થાપકો સાથે સંવાદ સાધી ઉદ્યોગ સંબંધિત મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. તેમની માર્ગદર્શિકામાં સ્કેલિંગ સ્ટ્રેટેજી, માર્કેટ રેડીનેસ, કોમર્શિયલાઇઝેશનના માર્ગો તથા ઉદ્યોગની જરૂરિયાતોને અનુરૂપ નવીનતા જેવા વિષયોનો સમાવેશ થયો હતો.
ફંડ પ્રાપ્ત કરેલા સ્ટાર્ટ અપ્સ અને તેમની નવીનતાઓ
- ગરુડ દ્રષ્ટિ: સ્માર્ટ ભીડ વ્યવસ્થાપન અને સર્વેલન્સ માટેનું AI આધારિત ટ્રાફિક એનાલિટિક્સ પ્લેટફોર્મ.
- સ્કેલ એસેન્સ સોલ્યુશન્સ: માછલીના સ્કેલમાંથી અદ્યતન બાયો-એક્સટ્રેક્શન પ્રક્રિયા દ્વારા ઉચ્ચ ગુણવત્તાનું કોલેજન વિકસાવતી બાયોટેક સ્ટાર્ટઅપ.
- વોલસેન્સ ક્લીનર: જોખમી અને મુશ્કેલ સ્થળોની સફાઈ, ક્રેક ડિટેક્શન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેન્ટેનેન્સ માટેનું સ્વચાલિત વોલ-ક્લાઈમ્બિંગ રોબોટિક સિસ્ટમ.
- નિરા: AI આધારિત સ્કિન એનાલિસિસ સાથે LED લાઇટ થેરાપી અને એરોમા-મિસ્ટ ટેક્નોલોજી જોડતું સ્માર્ટ સ્કિન-વેલનેસ ડિવાઇસ.
- ઝેન્થિયા નેચરલ્સ: કોકલબર (Xanthium)માંથી ઉત્પન્ન કુદરતી એન્ટી-એજિંગ સોલ્યુશન્સ વિકસાવતી બાયો-એક્ટિવ ફોર્મ્યુલેશન સ્ટાર્ટઅપ.
- બાયોકેર વેલનેસ: ઇમરજન્સી ઘાવ વ્યવસ્થાપન માટે હીમોસ્ટેટિક બાયો-એક્ટિવ ટ્રોમા કેર ડ્રેસિંગ વિકસાવનાર નવીન સ્ટાર્ટઅપ.
સિગ્મા યુનિવર્સિટીની નેતૃત્વ દ્રષ્ટિ
સિગ્મા યુનિવર્સિટીના સ્થાપક અધ્યક્ષ શૈલેષ શાહ, પ્રમુખ હર્ષ શાહ અને શ્રેયા શાહના નેતૃત્વ હેઠળ સિગ્મા યુનિવર્સિટી એપ્લાઇડ લર્નિંગ, નવીનતા આધારિત શિક્ષણ અને ઉદ્યોગસાહસિકતા કેન્દ્રિત કારકિર્દી વિકાસને સતત પ્રોત્સાહન આપી રહી છે. યુનિવર્સિટીની માન્યતા છે કે ઉચ્ચ શિક્ષણ માત્ર શૈક્ષણિક જ્ઞાન પૂરતું ન રહી, પરંતુ વિચારોને અસરકારક સાહસોમાં રૂપાંતરિત કરવાની ક્ષમતા પણ વિકસાવવી જોઈએ.
ઇન્ક્યુબેશન ટીમની ભૂમિકા
આ કાર્યક્રમનું આયોજન હાસિત દેસાઈ, ડિરેક્ટર – ઇન્ક્યુબેશનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું. SSIC ટીમે સ્ટાર્ટઅપ્સને ગ્રાન્ટ માટે તૈયાર કરવા માટે નીચે મુજબ સતત સહયોગ આપ્યો.
-સ્ટાર્ટઅપ હેન્ડહોલ્ડિંગ
-વેલિડેશન અને મેન્ટોરિંગ
-પ્રોબ્લેમ–માર્કેટ ફિટનું મૂલ્યાંકન
-પિચ તૈયારી
-ફંડિંગ અને ઉદ્યોગ જોડાણ
ભવિષ્ય પ્રતિબદ્ધતા
આ પહેલ અંગે સિગ્મા યુનિવર્સિટીએ જણાવ્યું કે “મજબૂત CSR ભાગીદારી અને વિકસતી નવીનતા ઇકોસિસ્ટમ સાથે, સિગ્મા યુનિવર્સિટી ટેક્નોલોજી આધારિત સ્ટાર્ટઅપ્સને સપોર્ટ અને સ્કેલ કરવા પ્રતિબદ્ધ છે. સંશોધન, ઉદ્યોગ સહયોગ અને હેલ્થકેર, AI, રોબોટિક્સ અને બાયોમટિરિયલ્સ જેવા ક્ષેત્રોમાં કેન્દ્રિત ઇન્ક્યુબેશન દ્વારા અમે પ્રાદેશિક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને નવી ઊંચાઈએ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.”આ સ્ટાર્ટઅપ ફંડિંગ ઇવેન્ટ સિગ્મા યુનિવર્સિટીની ઉદ્યોગ-જોડાયેલ, નવીનતા આધારિત અને મજબૂત ઉદ્યોગસાહસિક ઇકોસિસ્ટમ રચવાની યાત્રામાં એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થયું છે.
આ પણ વાંચોઃ તમારા વિસ્તારમાં નેટવર્ક નથી તો પણ આવશે કોલ ! જાણો શું WiFi Calling


