ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Sigma University એ વડોદરામાં અલ્ફા કિડ્સ ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલનું લોન્ચિંગ કર્યું

અલ્ફા કિડ્સ ઇન્ટરનેશનલ (Alpha Kids International) એ 10 ડિસેમ્બરે તેના આધુનિક અને અદ્યતન અર્લી લર્નિંગ સેન્ટરનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું. કાર્યક્રમ પ્રી-સ્કૂલ અને ફાઉન્ડેશનલ એજ્યુકેશન ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયું, જેમાં પ્રતિષ્ઠિત મહેમાનો, શિક્ષકો, માતા-પિતા અને સમાજના સભ્યો હાજર રહ્યા. આ લોન્ચે બાળકોના સર્વાંગી વિકાસ માટે નવીનતા, સર્જનાત્મકતા અને બાળક-કેન્દ્રિત અભિગમને સમર્પિત સંસ્થાની શરૂઆતને ઉજવી.
11:22 PM Dec 12, 2025 IST | Vipul Sen
અલ્ફા કિડ્સ ઇન્ટરનેશનલ (Alpha Kids International) એ 10 ડિસેમ્બરે તેના આધુનિક અને અદ્યતન અર્લી લર્નિંગ સેન્ટરનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું. કાર્યક્રમ પ્રી-સ્કૂલ અને ફાઉન્ડેશનલ એજ્યુકેશન ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયું, જેમાં પ્રતિષ્ઠિત મહેમાનો, શિક્ષકો, માતા-પિતા અને સમાજના સભ્યો હાજર રહ્યા. આ લોન્ચે બાળકોના સર્વાંગી વિકાસ માટે નવીનતા, સર્જનાત્મકતા અને બાળક-કેન્દ્રિત અભિગમને સમર્પિત સંસ્થાની શરૂઆતને ઉજવી.

Vadodara : અલ્ફા કિડ્સ ઇન્ટરનેશનલ (Alpha Kids International) એ 10 ડિસેમ્બરે તેના આધુનિક અને અદ્યતન અર્લી લર્નિંગ સેન્ટરનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું. કાર્યક્રમ પ્રી-સ્કૂલ અને ફાઉન્ડેશનલ એજ્યુકેશન ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયું, જેમાં પ્રતિષ્ઠિત મહેમાનો, શિક્ષકો, માતા-પિતા અને સમાજના સભ્યો હાજર રહ્યા.

આ લોન્ચે બાળકોના સર્વાંગી વિકાસ માટે નવીનતા, સર્જનાત્મકતા અને બાળક-કેન્દ્રિત અભિગમને સમર્પિત સંસ્થાની શરૂઆતને ઉજવી. આ પ્રોજેક્ટની પાછળની વિઝનરી ભાગીદારી આ કાર્યક્રમની વિશેષતા રહી. મુંબઈ સ્થિત ગોયંકા ગ્રુપે સિગ્મા યુનિવર્સિટીની સાથે મળીને તેમના પ્રસિદ્ધ અર્લી ચાઈલ્ડ હુડ એજ્યુકેશન વેન્ચર હેપિયેસ્ટ પ્રી-સ્કૂલ હવે વડોદરામાં રજૂ કર્યું છે. આ સહકારનો હેતુ વૈશ્વિક શિક્ષણ પદ્ધતિઓને ઉષ્માભર્યા, બાળક-પ્રથમ શૈક્ષણિક વાતાવરણ સાથે જોડીને પ્રી-સ્કૂલનો અનુભવ સંપૂર્ણ નવી વ્યાખ્યા સાથે રજૂ કરવાનો છે. ઉદ્ઘાટન સમારંભના મુખ્ય મહેમાન તરીકે ડૉ. મુકેશનાગર “એમ.ડી. પીડિયાટ્રિક્સ, ફેલોશિપઈનનિયો–નેટોલોજી” વડોદરાની ધ ચિલ્ડ્રન્સ હોસ્પિટલમાં નિયો-નેટોલોજી વિભાગના વડા, હાજર રહ્યા. તેઓએ પ્રારંભિક બાળ સંભાળ, સર્વાંગી વિકાસ અને પ્રી-સ્કૂલ શિક્ષણના મહત્ત્વ અંગે માર્ગદર્શન આપ્યું.

સિગ્મા યુનિવર્સિટીના “KG થી Ph.D સુધ–સિગ્મા બધું આવરી લે છે” વિઝન અનુસાર, અલ્ફા કિડ્સ ઇન્ટરનેશનલનું (Alpha Kids International) લોન્ચિંગ સિગ્માની સંપૂર્ણ શૈક્ષણિક ઈકોસિસ્ટમને પૂર્ણ બનાવે છે. સિગ્મા પહેલેથી જ કે.જી. થી 12 સુધીનું સ્કૂલિંગ અને ડિપ્લોમા, અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ પ્રદાન કરે છે. હવે, પ્રી-સ્કૂલ અને ડેકેર કેન્દ્ર ઉમેરાતા, એક બાળક પ્રીસ્કૂલના પ્રથમ દિવસથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધીનો સફરએક જ વિશ્વસનીય સંસ્થામાં પૂર્ણ કરી શકે છે. માતા-પિતાઓ માટે પોતાના બાળકને સંપૂર્ણ અને સતત શૈક્ષણિક માર્ગ પ્રદાન કરવાની ઉત્તમ તક છે.

રિબન કટીંગ સમારંભ પછી મહેમાનોએ પ્રી-સ્કૂલ કેમ્પસની મુલાકાત લીધી. અહીં, સુંદર રીતે ડિઝાઇન કરાયેલા વર્ગ ખંડો, ઇન્ટર એક્ટિવ લર્નિંગ ઝોન્સ, સુરક્ષિત પ્લે એરિયાઝ અને વૈશ્વિક ધોરણોને અનુરૂપ સુવિધાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું. શાળા સંચાલકોએ તેમના સંતુલિત પાઠ્યક્રમ, સર્જનાત્મકતા, શારિરીક વિકાસ, મૂલ્ય આધારિત શિક્ષણ અને અનુભૂતિ આધારિત શીખણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવી. માતા-પિતા અને મુલાકાતીઓએ અલ્ફા કિડ્સ ઇન્ટરનેશનલના સુરક્ષા ધોરણો, તાલીમ પ્રાપ્ત શિક્ષકો, નવીન શિક્ષણ પદ્ધતિઓ અને બાળકો માટે આકર્ષક શૈક્ષણિક અનુભવોને ઉત્તમ પ્રતિસાદ આપ્યો. ઉદ્ઘાટન સાથે જ, અલ્ફા કિડ્સ ઇન્ટરનેશનલ હવે નાના શીખનારોના પ્રથમ બેચને સ્વાગત કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે—એક એવા વાતાવરણમાં જ્યાં શોધ, કલ્પના અને વિકાસને પ્રોત્સાહન મળે.

અલ્ફા કિડ્સ ઇન્ટરનેશનલ વિશે

અલ્ફા કિડ્સ ઇન્ટરનેશનલ એક અગ્રણી અર્લી ચાઈલ્ડ હુડ એજ્યુકેશન સંસ્થાછે, જે આધુનિક પેડાગોજી, ઇન્ટરએક્ટિવ સાધનો અને સંવેદનશીલ માર્ગદર્શન દ્વારા વૈશ્વિક ધોરણનું શિક્ષણ પ્રદાન કરે છે. સંસ્થા બાળકોમાં મજબૂત આધારભૂત કુશળતાઓ વિકસાવવાની સાથે સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ અને સકારાત્મક મૂલ્યોનું નિર્માણ કરતી શૈક્ષણિક પદ્ધતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

Tags :
Alpha Kids InternationalAlpha Kids International Pre-SchoolDr. MukeshnagarEarly Childhood EducationGUJARAT FIRST NEWSHappiest Pre-SchoolPre-School and Foundational EducationSigma UniversityTop Gujarati NewsVadodara
Next Article