Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Vadodara માં હીટવેવ સામે SSG Hospital ના 'પોકળ' દાવા, heat stroke ward દરવાજા બંધ!

શહેરની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં એક એવી ઘટના બની છે જેણે માનવતા અને વહીવટી તંત્રના (Administration) દાવાઓની પોલ ખોલી નાખી છે. ગરમીના કહેર વચ્ચે લાખોના ખર્ચે બનેલી આધુનિક વ્યવસ્થા પર તાળા લટકતા જોવા મળ્યા છે. જ્યારે જિંદગી અને મોત વચ્ચે લડતા દર્દીઓ ઉમ્મીદ લઈને આવ્યા ત્યારે તેમને શું મળ્યું? તંત્રના આ "બંધ દરવાજા" પાછળનું સત્ય જાણીને તમે પણ ચોંકી જશો.
vadodara માં હીટવેવ સામે ssg hospital ના  પોકળ  દાવા  heat stroke ward દરવાજા બંધ
Advertisement
  • Vadodara માં હીટવેવ સામે SSG Hospital ની બેદરકારી
  • એસએસજી હોસ્પિટલમાં હિટ સ્ટ્રોક વોર્ડના દરવાજા બંધ
  • દર્દીઓ ગરમીથી ત્રસ્ત હોવા છતાં ખાસ વોર્ડ બંધ જોવા મળ્યો
  • હોસ્પિટલ તંત્રની લાપરવાહીને કારણે દર્દીઓ સુવિધાની વંચિત!
  • શોભાના ગાંઠિયા સમાન બનેલા હિટ સ્ટ્રોક વોર્ડ મુદ્દે ઉચ્ચ કક્ષાએ રજૂઆત

SSG Hospital Vadodara negligence heat stroke ward: વડોદરાની (Vadodara) જાણીતી એસએસજી (SSG) હોસ્પિટલમાં વહીવટી તંત્રની ગંભીર બેદરકારીના (Negligence) દ્રશ્યો સામે આવતા દર્દીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વધતી જતી ગરમીને ધ્યાનમાં રાખીને હોસ્પિટલમાં ખાસ હિટ સ્ટ્રોક વોર્ડ (Heat Stroke Ward) તૈયાર કરવામાં આવ્યા હતા. જોકે, જરૂરિયાતના સમયે જ આ વોર્ડના દરવાજા બંધ (Closed Doors) જોવા મળતા તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. હોસ્પિટલ પ્રશાસને કરેલી સુવિધાઓ માત્ર કાગળ પર હોય તેવું ચિત્ર સ્પષ્ટપણે ઉપસી રહ્યું છે.

SSG Hospital Vadodara negligence heat stroke ward_GUJARAT 0

Advertisement

દેખાવ પૂરતા વોર્ડ અને દર્દીઓની હાલાકી (Difficulties)

હોસ્પિટલ સત્તાધીશોએ ગરમીથી પીડાતા લોકો માટે અલાયદા વોર્ડ બનાવવાની જાહેરાત કરી હતી, પરંતુ વાસ્તવિકતામાં આ વોર્ડ શોભાના ગાંઠિયા (Showpiece) સમાન સાબિત થયા છે. જ્યારે દર્દીઓને સારવારની (Treatment) સૌથી વધુ જરૂર હોય છે ત્યારે વોર્ડ બંધ રાખવા એ તંત્રની ક્રૂર મજાક સમાન છે. માત્ર સત્તાવાર દેખાવ કરવા માટે જ આ વ્યવસ્થા ઉભી કરી હોય તેવી લોકચર્ચાએ જોર પકડ્યું છે. સુવિધાના અભાવે ગંભીર હાલતમાં આવતા દર્દીઓને અન્યત્ર ખસેડવા પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે.

Advertisement

આ પણ વાંચો---- Ahmedabad: પ્રેમ લગ્નનો કરુણ અંજામ, લગ્નના બે જ મહિનામાં પરિણીતા જીવન ટૂંકાવ્યું, જાણો સમગ્ર મામલો

સારવાર અને સુવિધા (Facilities) સામે ઉઠ્યા સવાલો

સરકારી હોસ્પિટલમાં સારવાર માટે આવતા મધ્યમ અને ગરીબ વર્ગના લોકો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે. હોસ્પિટલ તંત્ર સામે ઉભા થયેલા આ સવાલોનો કોઈ સંતોષકારક જવાબ મળતો નથી. જો વોર્ડના દરવાજા જ બંધ રાખવા હોય તો લાખોના ખર્ચે ઉભી કરેલી આ વ્યવસ્થાનો અર્થ શું છે તે મોટો પ્રશ્ન છે. જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે જેથી કરીને સામાન્ય જનતાને હાલાકી ભોગવવી ન પડે.

SSG Hospital Vadodara negligence heat stroke ward_GUJARAT 01

આ પણ વાંચો---- Mother's Day: લોહીનો સંબંધ નથી છતા પણ મમતાનો પાર નથી, Patan ના 24 વર્ષની જલ્પાબેન બન્યા અનાથ બાળકોની ‘મા’


Tags :
Advertisement

.

×