Vadodara માં વિદ્યાર્થીએ મોત વ્હાલું કર્યુ, મોબાઈલના લીધે પરિવારે ખોયો કુળદીપક
- Vadodara ના માંજલપુરમાં 14 વર્ષીય વિદ્યાર્થીનો આપઘાત
- મોબાઈલની લતમાં પરિવારે ગુમાવ્યો કુળદીપક
- પરિવારજનોએ ઠપકો આપતા વિદ્યાર્થીએ ભર્યુ આત્મઘાતી પગલું
Vadodara: માંજલપુરમાં મોબાઈલની લતે વધુ એક વિદ્યાર્થીનો ભોગ લીધો છે. 14 વર્ષીય વિદ્યાર્થીને પરિવારજનોએ વધુ પડતા મોબાઈલના ઉપયોગ કરવા બદલ ઠપકો આપ્યો હતો. આ ઠપકાથી યુવકને લાગી આવતા તેણે મોતને વ્હાલું કર્યુ છે. આ ઘટનાથી માત્ર માંજલપુર જ નહિ પરંતુ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મોબાઈલના વળગણ અને લતને લીધે હજૂ કેટલા પરિવારોએ પોતાના કુળદીપક ગુમાવવા પડશે તેવા સવાલો ઉઠી રહ્યા છે.
સમગ્ર ઘટનાક્રમ
Vadodara ના માંજલપુરમાં 14 વર્ષના વિદ્યાર્થીએ મોબાઈલની લ્હાયમાં મોતને વ્હાલું કર્યુ છે. મળતી માહિતી મુજબ આ વિદ્યાર્થીને mobile ની લત લાગી ગઈ હતી. તે દિવસનો મોટો ભાગ મોબાઈલ જોવામાં પસાર કરતો હતો. આ ટેવથી કંટાળીને પરિવારજનો તેને વારંવાર ઠપકો આપતા હતા. બનાવના દિવસે પરિવારજનોએ વિદ્યાર્થીને મોબાઈલના વધુ પડતા ઉપયોગ બદલ ઠપકો આપ્યો હતો. જેથી વિદ્યાર્થીને માઠું લાગ્યું હતું. વિદ્યાર્થીએ નબળી ક્ષણે ન ભરવાનું પગલું ભર્યુ હતું. તેણે પંખા પર ઓઢણી લટકાવીને ગાળિયો બનાવી ગળેફાંસો ખાઈ લીધો હતો.
આ પણ વાંચોઃ Ahmedabad City : હાઇકોર્ટમાં ગયેલા પત્રકારને ક્રાઈમ બ્રાંચ અમદાવાદે છ મહિના જુના કેસમાં ઉપાડ્યો
મોબાઈલની લતે ભોગ લીધો
રાજ્યમાં અવારનવાર મોબાઈલને લીધે કુમળી વયના વિદ્યાર્થીઓ, સગીરો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. આજે વડોદરાના માંજલપુરમાં 14 વર્ષના વિદ્યાર્થીઓ મોબાઈલના વળગણથી મોતને વ્હાલું કર્યુ છે. તાજેતરમાં જ એક યુવક મોબાઈલમાં એટલો વ્યસ્ત હતો કે ધાબા પરથી ઉતરવામાં ચૂક થઈ અને સીધો જમીન પર પટકાયો અને તેનું ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ થયું હતું. આજે વડોદરાના માંજલપુરમાં બનેલ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
- વડોદરામાં વધુ એક વિધાર્થીએ કર્યો આપઘાત
- માંજલપુરમાં 14 વર્ષીય વિધાર્થીએ જીવન ટૂંકાવ્યું
- પરિવારે મોબાઈલ માટે ઠપકો આપતાં મોતને કર્યું વ્હાલું
- પંખા પર ઓઢણી લટકાવી ફાંસો ખાઈ કર્યો આપઘાત
- પરિવારજને ઠપકો આપતાં ઉશકેરાઈને ભર્યું પગલું#vadodara #StudentSuicide… pic.twitter.com/EiXduJig2q— Gujarat First (@GujaratFirst) April 16, 2025
આ પણ વાંચોઃ Kutch Triple Accident : બેફામ આવતી ST વોલ્વો બસે વર્તાવ્યો કહેર! વિદ્યાર્થિનીનું મોત, બેની હાલત ગંભીર