સેન્ટ્રલ જેલમાં કેદીઓનો આપઘાતનો પ્રયાસ, જેલની બેરેકમાં ફિનાઇલ ગટગટાવું
વડોદરાની સેન્ટ્રલ જેલમાં કેદીઓએ (Vadodara Central Jail) ફિનાલઈ પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. જેલની બેરેકમાં ફિનાઈલ પીને આપઘાત કરનારા કેદીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે બનાવને લઈને ઉચ્ચ અધિકારીઓ દોડતાં થયાં છે. પ્રાથમિક તબક્કે એવું જાણવા મળી રહ્યું છે કે, જેલ સુપ્રિન્ટેન્ડેન્ટના ત્રાસથી તેમણે આ પગલું ભર્યું.મળતી વિગતો પ્રમાણે જેલના સ્ટાફ દ્વારા લાવવામાં આવેલા ફિનાઈલને આ કેદીàª
02:34 PM Sep 21, 2022 IST
|
Vipul Pandya
વડોદરાની સેન્ટ્રલ જેલમાં કેદીઓએ (Vadodara Central Jail) ફિનાલઈ પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. જેલની બેરેકમાં ફિનાઈલ પીને આપઘાત કરનારા કેદીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે બનાવને લઈને ઉચ્ચ અધિકારીઓ દોડતાં થયાં છે. પ્રાથમિક તબક્કે એવું જાણવા મળી રહ્યું છે કે, જેલ સુપ્રિન્ટેન્ડેન્ટના ત્રાસથી તેમણે આ પગલું ભર્યું.
મળતી વિગતો પ્રમાણે જેલના સ્ટાફ દ્વારા લાવવામાં આવેલા ફિનાઈલને આ કેદીઓએ ( Prisoners) પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. જેમને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડાયા છે. જેલમાં કુલ 7 કેદીઓએ ફિનાઈલ પીધું છે. જેલ સુપ્રીન્ટેન્ડેન્ટનાં ત્રાસથી આપઘાતનાં પ્રયાસ કર્યો છે અને બનાવ સંદર્ભે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાયાજી હોસ્પિટલ દોડી ગયા હતા. આ મામલે DCPએ જણાવ્યું હતું કે, ટીફિન માટે ઘર્ષણ થતાં કર્યો આપઘાત પ્રયાસ કર્યો છે. જ્યારે આ મામલે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
આ મામલે વડોદરા DCP ઝોન 2 અભય સોનીએ જણાવ્યું હતું કે, જેલના 7 જેટલા કેદીઓએ શરફ અને સાબુનું પાણી પી લીધું છે તેઓ ટીફીનની બાબતને લઈને ઘર્ષણ થતાં કેદીઓએ પોતે સાબુનું પાણી પીધું છે સ્થિતિ સ્ટેબલ છે. ચિંતાજનક નથી. ટીફીનને બાબતે મન દુ:ખ થયું. જેલ સુપ્રિન્ટેન્ડેન્ટ દ્વારા ત્રાસ આપવાની કોઈ બાબત નથી. તપાસનો વિષય છે હાલ આ મામલે તપાસ ચાલી રહી છે.
આપઘાતનો પ્રયાસ કરનાર કેદીઓ
1. હર્ષિલ લીંબાચિયા
2. અભિ આનંદ ઝા
3. માજીદ ભાણ
4. સલમાનખાન પઠાણ
5. સાજીદ અક્બર કુરેશી
6. સોહેબ કુરેશી
7. આકાશ વાકળે
Next Article