ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

“સિગ્મા યુનિવર્સિટી અને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન (VYO) દ્વારા વિશાળ થેલેસેમિયા જાગૃતિ અને સ્ક્રીનિંગ અભિયાન”

આ વિશાળ આરોગ્ય અભિયાનમાં અંદાજે 1,100 વિદ્યાર્થીઓએ સક્રિય ભાગ લીધો.
06:39 PM Sep 20, 2025 IST | Vipul Sen
આ વિશાળ આરોગ્ય અભિયાનમાં અંદાજે 1,100 વિદ્યાર્થીઓએ સક્રિય ભાગ લીધો.
VYO_Gujarat_first
  1. સિગ્મા યુનિવર્સિટી અને VYO દ્વારા થેલેસેમિયા સ્ક્રીનિંગ ટેસ્ટનું આયોજન
  2. જાતીય રોગોનું વહેલું નિદાન અને નિવારણ અંગે જાગૃતિ ફેલાવવાનો હેતું
  3. વિશાળ આરોગ્ય અભિયાનમાં અંદાજે 1,100 વિદ્યાર્થીઓએ સક્રિય ભાગ લીધો
  4. આરોગ્ય જાગૃતિ અભિયાનોમાં યુવાનોની ભાગીદારી અત્યંત જરૂરી : વ્રજરાજ કુમારજી મહોદય

Vadodara : સિગ્મા યુનિવર્સિટી (Sigma University) દ્વારા 'વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન (VYO)' ના સહકારથી થેલેસેમિયા સ્ક્રીનિંગ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું, જેનો હેતું જાતીય રોગોનું વહેલું નિદાન અને નિવારણ અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. આ વિશાળ આરોગ્ય અભિયાનમાં અંદાજે 1,100 વિદ્યાર્થીઓએ સક્રિય ભાગ લીધો, જેને કારણે આ વિસ્તારના સૌથી અસરકારક જાગૃતિ અને આરોગ્ય કાર્યક્રમોમાંથી એક બની ગયો.

આ પણ વાંચો - Valsad : OBC સમાજનો કલેક્ટરને આવેદનપત્ર, 27% અનામત ન મળતાં ચૂંટણી બહિષ્કારની ચેતવણી

સિગ્મા યુનિવર્સિટીનાં 890 વિદ્યાર્થીઓએ પોતાનું બ્લડ સેમ્પલ આપ્યું

ચાલુ સ્ક્રીનિંગ પ્રક્રિયામાં અત્યાર સુધીમાં સિગ્મા યુનિવર્સિટીનાં 890 વિદ્યાર્થીઓએ પોતાનું બ્લડ સેમ્પલ આપ્યું છે, જે વિદ્યાર્થીઓમાં વધતી આરોગ્ય જાગૃતિ અને પ્રતિસાદ દર્શાવે છે. આવનારા દિવસોમાં તમામ વિદ્યાર્થીઓને આ પ્રક્રિયામાં જોડવાનો યુનિવર્સિટીનાં પ્રયત્ન છે, જેથી અભિયાનનો વ્યાપ વધુમાં વધુ લોકો સુધી પહોંચે. આ અભિયાનનો (Thalassemia Awareness and Screening Campaign) મુખ્ય હેતુ માત્ર વહેલા તબક્કે કેરિયર્સની ઓળખ કરવો જ નહીં પરંતુ પ્રિવેન્ટિવ હેલ્થકેર અંગે જ્ઞાન ફેલાવીને નવી પેઢીને સમયસર યોગ્ય નિર્ણયો લેવા માટે સશક્ત બનાવવાનો હતો.

આ પણ વાંચો - Gandhinagar : ઠાકોર સેનાની મોટી બેઠક, અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં 2025નો રોડ મેપ નક્કી

આરોગ્ય જાગૃતિ અભિયાનોમાં યુવાનોની ભાગીદારી જરૂરી : વ્રજરાજ કુમારજી મહોદય

આ અવસરે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના (Vallabh Youth Organization) વડા વ્રજરાજ કુમારજી મહોદય (Vrajaraj Kumarji) એ વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું કે, આરોગ્ય જાગૃતિ અભિયાનોમાં યુવાનોની ભાગીદારી અત્યંત જરૂરી છે. તેમણે જણાવ્યું કે પ્રિવેન્ટિવ ટેસ્ટિંગ માત્ર પોતાના માટે નહીં પરંતુ આગામી પેઢી માટે પણ જવાબદારી છે. તેમણે પ્રેરણાદાયક સંદેશ આપતા કહ્યું : “જો ભારતના 140 કરોડ નાગરિકો એક પગલું ભરે, તો દેશ 140 કરોડ પગલા આગળ વધી શકે છે.” આ પહેલ સિગ્મા યુનિવર્સિટીની વિદ્યાર્થી કલ્યાણ, સમુદાય આરોગ્ય અને સામાજિક જવાબદારી પ્રત્યેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

આ પણ વાંચો - Pavagadh : માતાજીના દર્શન માટે નવરાત્રિ દરમિયાન ખાસ વ્યવસ્થા

Tags :
GUJARAT FIRST NEWSHealthCareSigma UniversityThalassemia Awareness and Screening CampaignTop Gujarati NewsVadodaraVallabh Youth OrganizationVrajaraj KumarjiVYO
Next Article