Tribal Development Workshop : મિશન આદિજાતિ વિકાસ: વડોદરામાં મહામંથન
Tribal Development Workshop : ગુજરાતમાં આદિજાતિ સમુદાયના વિકાસ માટે સરકારનો શું છે પ્લાન? વડોદરામાં યોજાયેલા ITDA/ITDP ના રાજ્ય કક્ષાના વર્કશોપ અને યોજનાઓના સુદ્રઢ અમલીકરણ કઈ રીતે કરવું એનું વિચારમંથન થયું .
ભારત સરકારના આદિજાતિ મંત્રાલય દ્વારા કેન્દ્રીય આદિજાતિ નિયામક ડૉ. વર્નાલી ડેકાની અધ્યક્ષતામાં વડોદરા ખાતે આદિજાતિ સમુદાયના સર્વાંગી વિકાસ માટે ITDA/ITDP ના ક્ષમતાવર્ધન અને આગામી રોડમેપ અંગે એક મહત્વપૂર્ણ રાજ્ય કક્ષાના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
Tribal Development Workshop :વહીવટને વધુ પારદર્શક અને લોકાભિમુખ બનાવવા વિચારવિમર્શ
ગેપ એનાલીસીસ પર મંથન: રાજ્યના 14 આદિજાતિ જિલ્લાના અધિકારીઓએ વિકાસલક્ષી યોજનાઓના વધુ સારા અમલીકરણ અને તેમાં રહેલી ખામીઓ શોધવા માટે 'ગેપ એનાલીસીસ'(Gap Analysis) અંગે વિસ્તૃત ચર્ચા કરી.
Advertisement૧૭ રાજ્યોનો અભ્યાસ: ડૉ. વર્નાલી ડેકાએ જણાવ્યું કે, મંત્રાલયની ટીમ દેશના 17 આદિજાતિ રાજ્યોની મુલાકાત લઈ વહીવટી અને ભૌગોલિક ખામીઓનો અભ્યાસ કરી રહી છે. આ 'સ્ટેટસ રિપોર્ટ' ભવિષ્યની નીતિઓ ઘડવામાં મહત્વનો ભાગ ભજવશે.
નિષ્ણાતોનું માર્ગદર્શન: આદિજાતિ વિકાસ કચેરીના નિયામક આશિષકુમારે ઓનલાઇન જોડાઈને વહીવટને વધુ પારદર્શક અને લોકાભિમુખ બનાવવા માર્ગદર્શન આપ્યું. સંયુક્ત કમિશનરસી. જી. રાબડીયાએ રાજ્યની આદિજાતિ વસ્તી, ભૌગોલિક વિસ્તાર(Geographical area) અને વહીવટી માળખા-Administrative structure અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કર્યું.
વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિ: Tribal Research Institute (TRI) ના ડૉ. સી. સી. ચૌધરીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ કાર્યક્રમમાં સી. બી. બલાત સહિત વિવિધ બોર્ડ, કોર્પોરેશન અને જિલ્લા કક્ષાના ૪૦ થી વધુ વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ આદિજાતિ વિકાસલક્ષી યોજનાઓના આયોજન, અમલીકરણ અને મૂલ્યાંકનમાં રહી ગયેલી ત્રુટિઓને ઓળખીને તેને સુધારવાનો હતો. આ ચિંતન-મંથન થકી આગામી સમયમાં આદિજાતિ કલ્યાણની યોજનાઓ અને તેની વહીવટી પ્રક્રિયા વધુ સચોટ, અસરકારક અને પારદર્શક બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Natural Farming : ધરતીપુત્રોને પ્રકૃતિ તરફ પાછા ફરવા રાજ્યપાલની હાકલ


