Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Vadodara મનપામાં 'મહાભારત' ! એકબાજુ ધારાસભ્ય-કોર્પોરેટર બાખડ્યા, તો બીજીતરફ કમિશનર અને આશિષ જોષી વચ્ચે તુ-તુ મેં-મેં

Vadodara: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) ની ગઈકાલે મળેલી સામાન્ય સભામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. સભામાં જનતાના પ્રશ્નોને બદલે સત્તાધારી પક્ષના નેતાઓ વચ્ચેનો આંતરિક વિખવાદ અને અધિકારીઓ સાથેની બોલાચાલી કેન્દ્રસ્થાને રહી હતી. શિવાજી મહારાજની પ્રતિમા અને દિવાળી લાઇવ કોન્સર્ટના ખર્ચ મુદ્દે સભામાં ભારે હોબાળો મચ્યો હતો.
vadodara મનપામાં  મહાભારત    એકબાજુ ધારાસભ્ય કોર્પોરેટર બાખડ્યા  તો બીજીતરફ કમિશનર અને આશિષ જોષી વચ્ચે તુ તુ મેં મેં
Advertisement
  • વડોદરા (Vadodara) મનપાની સભામાં હોબાળો
  • ભાજપના ધારાસભ્ય અને કોર્પોરેટર આમને-સામને
  • કમિશનર અને આશિષ જોષી વચ્ચે તુ-તુ મેં-મેં
  • શિવાજી મહારાજની પ્રતિમા અને કોન્સર્ટ કૌભાંડ મુદ્દે ભારે હોબાળો
  • સભામાં જનતાના પ્રશ્નોને બદલે નેતાઓ વચ્ચે આંતરિક વિખવાદ અને બોલાચાલી

Vadodara: વડોદરા મહાનગરપાલિકા (VMC)ની સામાન્ય સભાઓમાં ભારે હોબાળો મચ્યો છે. ગઈકાલે મળેલી બે અલગ-અલગ સભાઓ ભાજપના ધારાસભ્ય અને કોર્પોરેટર વચ્ચે તીવ્ર દલીલો થઈ, જેમાં એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ થયા. આ ઘટનાઓએ શહેરના રાજકીય વાતાવરણને ગરમ કરી દીધું છે.

Vadodara મનપામાં 'મહાભારત' !

મુજમહોડા સર્કલ પર જૂની પ્રતિમા બદલીને નવી પ્રતિમા મૂકવાના મુદ્દે ભાજપના ધારાસભ્ય કેયુર રોકડિયા અને કોર્પોરેટર મનીષ પગાર વચ્ચે ઉગ્ર વાદવિવાદ થયો. કોર્પોરેટર મનીષ પગારએ આરોપ લગાવ્યો કે સભામાં મરાઠી સમાજનું અપમાન થયું છે. તેમણે કહ્યું કે આ કાર્યવાહીથી સમાજની ભાવનાઓને ઠેસ પહોંચી છે. જ્યારે ધારાસભ્ય કેયુર રોકડિયાએ જવાબમાં કહ્યું કે કોર્પોરેટરની માનસિક સ્થિતિ પર દયા આવે છે. આ દલીલો દરમિયાન સભામાં તીવ્ર ઉદ્ધેગ જોવા મળ્યો.

Advertisement

Advertisement

લાઇવ કોન્સર્ટ કૌભાંડ પર ઉગ્ર બોલાચાલી

બીજી સભામાં કોર્પોરેટર આશિષ જોષીએ દિવાળી પર 65 લાખ રૂપિયાના ખર્ચે આયોજિત લાઇવ કોન્સર્ટના ખર્ચમાં ગરબડ અને કૌભાંડનો આરોપ લગાવ્યો. તેમણે વિગતો આપતાં કહ્યું કે ઇવેન્ટ મેનેજમેન્ટ સર્વિસ માટે 9 લાખ, જનરેટર ભાડું 6 લાખ, ખુરશી-સોફા 1.76 લાખ, કાર્પેટ 88 હજાર, સ્ટેજ-લાઇટિંગ 26 લાખ અને પરચૂરણ ખર્ચ 5 લાખથી વધુ બતાવવામાં આવ્યા છે. આશિષ જોષીએ આને કૌભાંડ ગણાવીને મનપા કમિશનર સાથે ઉગ્ર બોલાચાલી કરી. વિવાદ વધતા મેયરને સભા મુલતવી રાખવી પડી. કોર્પોરેશને Y M હોસ્પિટાલિટી કંપનીને કામ આપ્યું હતું, પરંતુ બિલમાં ગરબડ લાગતા ઓડિટ વિભાગે હજુ સુધી બિલ મંજૂર કર્યું નથી.

લોકશાહીના મંદિરમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપ

સામાન્ય રીતે સભામાં વિકાસના કામો પર ચર્ચા થતી હોય છે, પરંતુ ગઈકાલે વડોદરા મનપાની સભા રણમેદાનમાં ફેરવાઈ ગઈ હતી. ધારાસભ્ય અને કોર્પોરેટર વચ્ચેના વ્યક્તિગત આક્ષેપો અને કમિશનર સાથેની બોલાચાલીએ પાલિકાની કામગીરી પર અનેક સવાલો ઉભા કર્યા છે.

આ પણ વાંચો: Amrit Bharat Sleeper Train માં શું છે ખાસ? જુઓ ગુજરાત ફર્સ્ટનો અહેવાલ

Tags :
Advertisement

.

×