ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Vadodara : 1500 મહિલાઓએ 'જાગૃતિ રેલી' યોજી, 'વ્યસનમુક્તિ', 'ઘર-ઘર સ્વદેશી'નાં સંદેશ આપ્યા

વડાપ્રધાન મોદીના “મહિલા સશક્તિકરણ” થકી “આત્મનિર્ભર ભારત” ની સંકલ્પનાનાં સંદેશને વિશાળ મહિલાવર્ગમાં વ્યાપક બનાવવાનો હેતું.
08:20 PM Oct 04, 2025 IST | Vipul Sen
વડાપ્રધાન મોદીના “મહિલા સશક્તિકરણ” થકી “આત્મનિર્ભર ભારત” ની સંકલ્પનાનાં સંદેશને વિશાળ મહિલાવર્ગમાં વ્યાપક બનાવવાનો હેતું.
Vadodara_Gujarat_first
  1. Vadodara નાં કારેલીબાગમાં મહિલા જાગૃતિ રેલી યોજાઈ
  2. હરિપ્રબોધમ મહિલા સત્સંગ મંડળ દ્વારા રેલીનું આયોજન કરાયું
  3. 1500 જેટલી મહિલાઓએ રેલીમાં ઉત્સાહભેર ભાગ લીધો
  4. વ્યસનમુક્તિ અને પારિવારિક એકતાનો સંદેશ અપાયો
  5. "ઘર ઘર સ્વદેશી", "સમૃદ્ધ ભારત બનાવો" નો સૂત્રોચ્ચાર

Vadodara : વડોદરાનાં યુવાહ્ર્દય સમ્રાટ સંતવિભૂતિ એટલે બ્રહ્મલીન ગુરુહરિ પ.પૂ. હરિપ્રસાદસ્વામીજી મહારાજ, તેઓની આધ્યાત્મિક પરંપરાને પ્રગટ ગુરુહરિ પ.પૂ.પ્રબોધજીવનસ્વામીજી મહારાજ વહન કરી રહ્યા છે. અનાદી મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદસ્વામીનો પ્રાગટ્ય દિવસ, પ.પૂ. હરિપ્રસાદસ્વામીજી મહારાજના હીરક દીક્ષાવિધી દિવસ તથા નૂતન હરિપ્રબોધમ ધામનાં (Hariprabodham Dham) ખાતમુહૂર્ત દિવસ–આમ આ ઉત્સવત્રયીની ઉજવણી, હરિપ્રબોધમ ત્રિવેણી મહોત્સવ (Hariprabodham Triveni Mahotsav) સ્વરૂપે આગામી 6 ઓક્ટોબરનાં શરદપૂર્ણિમાનાં પવિત્ર દિવસે ગણેશપુરા (તા.વાઘોડિયા, જિ.વડોદરા) મુકામે થનાર છે.

Vadodara નાં કારેલીબાગમાં “મહિલા જાગૃતિ રેલી” નું આયોજન કરાયું

આ ઉત્સવને અનુલક્ષીને સંસ્કારી નગરી 'વડોદરા'નાં (Vadodara) કારેલીબાગ વિસ્તારમાં હરિપ્રબોધમ મહિલા સત્સંગ મંડળ (Hariprabodham Mahila Satsang Mandal) દ્વારા “મહિલા જાગૃતિ રેલી” નું આયોજન 04-10-2025, શનિવારનાં દિવસે કરવામાં આવ્યું હતું. આ ધર્મયાત્રામાં હરિપ્રબોધમ પરિવારના સાધ્વી બહેનો, દીકરીઓ તથા મહિલાઓએ, સુશોભિત કળશમાં ગંગા, યમુના, સરયું, નર્મદા, ઘેલા, નારાયણ ધરો, ગોમતી, ગંડકી, જેવી ભારતભરની 36 નદીઓનાં જળ, 11 પવિત્ર તીર્થસ્થાનોની માટી તથા 4 વેદ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદની સાથે ઉપનિષદો- પુરાણો–વાલ્મીકિ રામાયણ–રામચરિતમાનસ–શ્રીમદ ભગવદ્ ગીતા–શ્રી દેવી ભાગવત–શ્રીપાદ વલ્લભ ચરિતામૃત- ભગવાન સ્વામીનારાયણના વચનામૃત–સ્વામીની વાતો–પુરુષોત્તમ બોલ્યા પ્રીતે– હરિલીલા કલ્પતરું, બ્ર.સ્વ.હરિપ્રસાદસ્વામીજીએ લખેલ પુસ્તકો, પ્રગટ ગુરુહરિ પ.પૂ. પ્રબોધજીવન સ્વામીજીએ લખેલ પુસ્તકો જેવા હિંદુ સંસ્કૃતિની ધરોહર સમાન 151 ધર્મગ્રંથો(પોથી) ઉપરાંત નૂતન હરિપ્રબોધમ ધામનાં ખાતમુહૂર્ત માટેની પવિત્ર સામગ્રી જેવી કે લેલું, ત્રાંસ, ત્રિકમ, પંચધાતુનાં સિક્કા, નવરત્નો તથા શણગારેલી ઇંટો વિગેરેની શોભાયાત્રા યોજી તેને આદરાંજલિ અર્પણ કરી હતી.

આ પણ વાંચો - Jagdish Vishwakarma ની સંગઠનથી સરકાર અને હવે ગુજરાત ભાજપના સર્વોચ્ચ પદ સુધીની સફર વિશે જાણો

સ્વાવલંબી બનવા, “સ્વદેશી” અપનાવવા માટે જાગૃત કરવાનો હેતું

આ યાત્રાનો એક હેતું જે જન્મભૂમિ પર આપણે રહીએ છીએ, જે નદીઓનું જળ આપણે ઉપયોગમાં લઈએ છીએ તથા જે સનાતન હિંદુ સંસ્કૃતિમાં આપણને જન્મ મળ્યો છે તેને આપણા કાર્યો થકી ગૌરવ પ્રદાન કરી “માં ભારતી” નો દિગંતમાં જયઘોષ થાય અને ભારતને વિશ્વગુરુ બનાવવા માટે સહુ નાગરિકો કટિબદ્ધ થાય તે માટે જાગૃતિ લાવવાનો હતો. તો બીજો હેતું લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના (PM Modi) “મહિલા સશક્તિકરણ” થકી “આત્મનિર્ભર ભારત” ની સંકલ્પનાનાં સંદેશને શહેરનાં વિશાળ મહિલાવર્ગમાં વ્યાપક બનાવી, તેમને પારિવારિક એકતા જાળવી, કૌશલ્યવર્ધન થકી સ્વાવલંબી બનવા અને “સ્વદેશી” અપનાવવા માટે જાગૃત કરવાનો પણ હતો.

આ પણ વાંચો - ભારતીય પોસ્ટ વિભાગનું આધુનિકીકરણ અને નવીનતા તરફ પ્રયાણ, National Postal Week નું આયોજન

હરિ-પ્રબોધમ પરિવારની 1500 દીકરી-મહિલાઓએ 'વિકસિત ભારત'નો સંદેશો આપ્યો

આ ધર્મયાત્રામાં વડીલ માવતરો એવા, સાધ્વી પૂ. સર્વેશ્વરબેન, પૂ.સાહજિકબેન, પૂ. સુમનબેન તથા અન્ય સાધ્વી બહેનોની નિશ્રામાં હરિ-પ્રબોધમ પરિવારની 1500 જેટલી દીકરીઓ તથા મહિલાઓએ શિસ્ત, વિવેક અને શાલીનતા સાથે સાંસ્કૃતિક ઉત્થાન અને વિકસિત ભારતનો સંદેશો વ્યાપક બનાવવા યત્કીન્ચિત પ્રયાસ કર્યો હતો. આ યાત્રાનું પ્રસ્થાન હરિપ્રબોધમ પરિવારના વડીલ સાધ્વી બહેનોની સાથે દિપીકાબેન સરડવા (ગુજરાત પ્રદેશ ભાજપા મહિલા પ્રમુખ), કામીનીબેન સોની(ગુજરાત પ્રદેશ ભાજપા મહિલા ઉપ-પ્રમુખ), કિન્નરીબેન હરિયાણવી (ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ), હેમાબેન ચૌહાણ (સામાજિક અગ્રણી) જેવા પ્રતિષ્ઠિત મહિલા અગ્રણીઓએ ધ્વજ ફરકાવીને કરાવ્યું હતું. ભાજપા (BJP) મ્યુનિસિપલ કાઉન્સિલરો તથા અન્ય મહિલા અગ્રણીઓ પોતાનાં કાર્યકરોની ટીમ સાથે વિવિધ સ્થળે ઉપસ્થિત રહીને આ ધર્મયાત્રાનું સ્વાગત કરી સંસ્કૃતિ જતન અને સંવર્ધનનાં આ કાર્યમાં સહભાગી બન્યા હતાં.

આ પણ વાંચો - Gandhinagar : જગદીશ વિશ્વકર્મા બન્યા Gujarat BJP ના નવા પ્રદેશ પ્રમુખ, 4 દાયકા બાદ બન્યું આવું

Tags :
Brahmin Guruhari P.P. Hariprasadswamiji MaharajGangaGUJARAT FIRST NEWSHariprabodham Mahila Satsang MandalHariprabodham Triveni MahotsavkarelibaugNarmadanew Hariprabodham Dhampm modiSwadeshi ApnaoTop Gujarati NewsVadodarawomen empowermentWomen's Awareness RallyYamuna
Next Article