Vadodara : ચિક્કાર દારૂ પી પોલીસકર્મીએ રાતે ધમાલ મચાવી, ગલ્લા માલિક સાથે મારામારીનો આરોપ
- Vadodara શહેરમાં નશાની હાલતમાં પોલીસકર્મીના તાયફા
- પોલીસકર્મીએ ચિક્કાર દારૂ પીને નવાબજાર માથે લીધું!
- ટ્રાફિક જમાદાર સંજય રાઠોડે પાનનાં ગલ્લે કરી મારામારી!
- પાનની દુકાનનાં માલિક સાથે ઝપાઝપી કર્યાના આક્ષેપ
- લોકોએ વીડિયો ઉતારી વાઇરલ કર્યો, પોલીસે અટકાયત કરી
Vadodara : ગુજરાતમાં દારૂબંધીનાં કાયદાના પોલીસકર્મી દ્વારા ધજાગરા ઉડાવવામાં આવ્યા હોય તેવી ઘટના વડોદરામાંથી સામે આવી છે. શહેરનાં નવાબજાર વિસ્તારમાં પોલીસકર્મીએ ચિક્કાર દારૂનાં નશામાં ધમાલ મચાવી હતી. નશામાં ધૂત ટ્રાફિક જમાદારે પાનનાં ગલ્લે મારામારી પણ કરી હોવાનો આરોપ છે. આ ઘટનાનો વીડિયો સો. મીડિયા પર વાઇરલ થતા હોબાળો મચી જવા પામ્યો છે. પોલીસે ટ્રાફિક જમાદારની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Surat : પાંડેસરાની હોસ્પિટલમાં તબીબ પર હુમલો, ઘટના CCTV માં કેદ
Vadodara માં પોલીસકર્મીએ ચિક્કાર દારૂ પીને નવાબજાર માથે લીધું!
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરામાં (Vadodara) એક પોલીસકર્મીએ ચિક્કાર દારૂ પી આખું નવાબજાર માથે લીધું હતું અને પાનનાં ગલ્લાનાં માલિક સાથે રકઝક કરી માથાકૂટ પણ કરી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા પોલીસે કાર્યવાહી કરી પોલીસકર્મીની અટકાયત કરી છે. પોલીસકર્મીની ઓળખ ટ્રાફિક જમાદાર સંજય રાઠોડ તરીકે થઈ છે. આરોપ અનુસાર, ટ્રાફિક જમાદાર સંજય રાઠોડે ચિક્કાર દારૂ ઢીંચીને નવાબજારમાં ધમાલ મચાવી હતી.
આ પણ વાંચો - Devbhoomi Dwarka : પોલીસની કડક કાર્યવાહી! સ્પે. ડ્રાઇવ હેઠળ પ્રોહિબિશનનાં 134 કેસ દાખલ!
પાનનાં ગલ્લાનાં માલિક સાથે માથાકૂટ કરી, લોકોએ વીડિયો બનાવ્યો
એવો પણ આક્ષેપ છે કે ટ્રાફિક જમાદાર (Traffic Jamadar) સંજય રાઠોડે પાનની દુકાનનાં માલિક સાથે ઝપાઝપી કરી હતી અને મારામારી કરી હતી. જો કે, ત્યાં હાજર લોકોએ ટ્રાફિક જમાદારની કરતૂતનાં વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાઇરલ કર્યા હતા. તોફાને ચડેલા જમાદારે એક નાગરિકનો મોબાઇટ ઝૂંટવી લેવાનો પણ પ્રયાસ કર્યો હોવાનો પણ આરોપ છે. કંટાળેલા લોકોએ છેવટે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતા ટીમ ત્યાં પહોંચી હતી અને દારૂનાં નશામાં ટલ્લી પોલીસકર્મીની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Rajkot: મનપા-કોન્ટ્રાક્ટર સામે સફાઈ કામદારોનાં પગાર, PF, બોનસમાં ભ્રષ્ટાચારનો આરોપ