ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Vadodara : સમા કેનાલમાં લપસી ગયેલા મિત્રને બચાવવા જતા યુવક તણાયો!

દરમિયાન, કેનાલમાં લપસી ગયેલા મિત્રને બચાવવા જતાં પવન કેનાલમાં તણાયો હોવાની પ્રાથમિક માહિતી છે.
11:54 PM Apr 02, 2025 IST | Vipul Sen
દરમિયાન, કેનાલમાં લપસી ગયેલા મિત્રને બચાવવા જતાં પવન કેનાલમાં તણાયો હોવાની પ્રાથમિક માહિતી છે.
Vadodara_gujarat_first main
  1. Vadodara ની સમા કેનાલમાં વધુ એક યુવક તણાયો
  2. કોંગ્રેસ કોર્પોરેટર જહા ભરવાડનો ભત્રીજો કેનાલમાં તણાયો
  3. 20 વર્ષીય પવન ભરવાડ મિત્ર સાથે નાહવા ગયો હતો
  4. મિત્રને બચાવવા જતા યુવક તણાયો હોવાની ચર્ચા
  5. ફાયર બ્રિગેડ દ્વારા યુવકની શોધખોળ શરૂ કરાઈ

વડોદરાની (Vadodara) સમા કેનાલમાં વધુ એક યુવક તણાયો હોવાની ઘટના સામે આવી છે. કોંગ્રેસ (Congress) કોર્પોરેટર જહા ભરવાડનો ભત્રીજો 20 વર્ષીય પવન ભરવાડ મિત્ર સાથે નાહવા ગયો હતો. દરમિયાન, કેનાલમાં લપસી ગયેલા મિત્રને બચાવવા જતાં પવન કેનાલમાં તણાયો હોવાની પ્રાથમિક માહિતી છે. ઘટનાને પગલે ફાયર બ્રિગેડ (Fire Brigade) અને સ્થાનિક પોલીસની ટીમ સ્થળે પહોંચી હતી. ફાયરની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી યુવકની શોધખોળ શરૂ કરી છે.

આ પણ વાંચો - Jamnagar : સુવરડા ગામ નજીક એરફોર્સનું લડાકુ વિમાન ક્રેશ, કલેક્ટર-પોલીસ ટીમ ઘટના સ્થળે

20 વર્ષીય પવન ભરવાડ મિત્ર સાથે નાહવા ગયો હતો

વડોદરાની સમા કેનાલમાં (Sama Canal) એક યુવક તણાઈ ગયો હાવનો બનાવ બન્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર, યુવકની ઓળખ કોંગ્રેસ કોર્પોરેટર જહા ભરવાડનાં (Jaha Bharwad) ભત્રીજા 20 વર્ષીય પવન ભરવાડ તરીકે થઈ છે. પવન ભરવાડ તેનાં મિત્ર સાથે સમા કેનાલમાં નહાવા માટે ગયો હતો. દરમિયાન, તેના મિત્રનો પગ લપસી જતાં મિત્રેને બચાવવા માટે પવન ભરવાડ મદદ આવ્યો હતો ત્યારે પવન પોતે કેનાલમાં તણાઈ ગયો હોવાની ચર્ચા છે.

આ પણ વાંચો - Terrible Accident: થરાદના દેવપુરા ગામે નર્મદા કેનાલમાં કાર ખાબકી, 4નાં કરુણ મોત

ફાયર બ્રિગેડની ટીમની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું

આ ઘટનાની જાણ થતાં વડોદરા ફાયર બ્રિગેડની ટીમ (Vadodara Fire Brigade) ઘટના સ્થળે પહોંચી છે અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું છે. હજું સુધી પવનની કોઈ ભાળ મળી નથી. જવાનજોત દીકરો ગુમ થતાં પરિવારમાં ગમગીની છવાઈ છે. ઘટનાને પગલે પોલીસની ટીમ અને મોટી સંખ્યામાં સ્થાનિકોની ભીડ સમા કેનાલ ખાતે ભેગી થઈ છે. જણાવી દઈએ કે, થરાદમાં (Tharad) પણ આજે મોટી દુર્ઘટના ઘટી છે. દેવપુરા ગામે આવેલ નર્મદા કેનાલમાં (Narmada Canal) એક કાર ગરકાવ કરી જતા કારમાં સવાર કુલ 5 પૈકી 4 લોકોનાં મોત નીપજ્યા છે. મૃતકોમાં 3 માસૂમ બાળક સામેલ છે.

આ પણ વાંચો - Kutch : હવે સહન નથી થતું, સાથે મળીને પાઠ ભણાવવાનો છે : ચારણ ઋષિબાપુ

Tags :
Boy drowning in Sama CanalCongress corporator Jaha BharwadGUJARAT FIRST NEWSPawan BharwadSama CanalTop Gujarati NewsVadodaraVadodara Fire Brigadevadodara police
Next Article