Vadodara: ડેસરના ભૈયાપુરા પાસે હચમચાવતો અકસ્માત, કપડાં લેવા ગયેલા બે મિત્રોને મોત મળ્યું!
Vadodara ના ડેસરના ભૈયાપુરા પાસે અજાણ્યા ડમ્પરે એક્ટિવાને અડફેટે લેતા પંચમહાલના બે મિત્રોના કરુણ મોત નીપજ્યા છે. ૧૪ વર્ષીય મેહુલ અને ૨૧ વર્ષીય વિશ્વરાજ નવા કપડાં ખરીદી પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત નડ્યો હતો. ડમ્પર ચાલક ફરાર થઈ ગયો છે, જ્યારે પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Advertisement
- Vadodara ના ડેસર તાલુકાના ભૈયાપુરા નજીક અકસ્માત
- ડમ્પર ચાલકે એકટીવા પર સવાર બે યુવકોને અડફેટે લીધા
- બંને મિત્રોના થયા મોત, ડમ્પર ચાલક ફરાર
Vadodara Accident:વડોદરા જિલ્લાના ડેસર (Desar) તાલુકામાંથી એક અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. ભૈયાપુરા ગામ (Bhaiyapura village) નજીક એક બેફામ ગતિએ આવતા અજાણ્યા ડમ્પર ચાલકે એક્ટિવા પર સવાર બે આશાસ્પદ યુવકોને અડફેટે લીધા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બંને મિત્રોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. કપડાં લેવા ગયેલા બે મિત્રોના મોતથી માતમ છવાઈ ગયો છે.

