Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Vadodara Accident: વડોદરાથી સુરત તરફ જતી ખાનગી લક્ઝરી બસ પલટી, હાઇવે પર ચીસાચીસ

Vadodara Accident: વડોદરા નેશનલ હાઇવે 48 પર વધુ એક અકસ્માત ખાનગી બસમાં 30 થી વધુ મુસાફરો સવાર હતા અકસ્માતમાં 10 લોકોને નાની મોટી ઇજાઓ એક ગંભીર Vadodara Accident: વડોદરાથી સુરત તરફ જતી ખાનગી લક્ઝરી બસ પલટતા હાઇવે પર ચીસાચીસ...
vadodara accident  વડોદરાથી સુરત તરફ જતી ખાનગી લક્ઝરી બસ પલટી  હાઇવે પર ચીસાચીસ
Advertisement
  • Vadodara Accident: વડોદરા નેશનલ હાઇવે 48 પર વધુ એક અકસ્માત
  • ખાનગી બસમાં 30 થી વધુ મુસાફરો સવાર હતા
  • અકસ્માતમાં 10 લોકોને નાની મોટી ઇજાઓ એક ગંભીર

Vadodara Accident: વડોદરાથી સુરત તરફ જતી ખાનગી લક્ઝરી બસ પલટતા હાઇવે પર ચીસાચીસ થઇ છે. જેમાં નેશનલ હાઇવે 48 પર વધુ એક અકસ્માત થયો છે. વહેલી સવારે કરજણ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે.
ખાનગી બસમાં 30 થી વધુ મુસાફરો સવાર હતા અને અકસ્માત સર્જાયો હતો.

બસ ચાલકે પૂરપાટ ઝડપે જતી બસના સ્ટીઅરિંગ પરથી કાબૂ ગુમાવ્યો

વડોદરા જિલ્લાના કરજણ નજીક નેશનલ હાઇવે 48 પર આજે વહેલી સવારે એક ખાનગી લક્ઝરી બસ પલટી જતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. વડોદરાથી સુરત તરફ જઈ રહેલી આ બસમાં 30થી વધુ મુસાફરો સવાર હતા. અકસ્માત એટલો જોરદાર હતો કે બસ હાઈવે પરથી નીચે ઉતરીને પલટી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે બસ ચાલકે પૂરપાટ ઝડપે જતી બસના સ્ટીઅરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અથવા ઓવરસ્પીડના કારણે બસ રોડની સાઈડમાં ઉતરીને પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતને પગલે હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદ માટે આવી ગયા હતા.

Advertisement

Vadodara Accident: બસ પલટી ગયેલી હોવાથી ઘણા મુસાફરો અંદર ફસાઈ ગયા

બસ પલટી ગયેલી હોવાથી ઘણા મુસાફરો અંદર ફસાઈ ગયા હતા. ફાયર કર્મીઓએ બારીના કાચ તોડીને અને કટીંગ ટૂલ્સનો ઉપયોગ કરીને એક-એક કરીને તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢ્યા હતા.

Advertisement

એક મુસાફર બસના નીચેના ભાગમાં ખરાબ રીતે ફસાઈ ગયો

ખાસ કરીને, એક મુસાફર બસના નીચેના ભાગમાં ખરાબ રીતે ફસાઈ ગયો હતો. ફાયર ફાઈટરોએ કલાકોની જહેમત બાદ તેને ગંભીર હાલતમાં બહાર કાઢી તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો હતો. આ અકસ્માતમાં કુલ 10 મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. તમામ ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે કરજણની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Rajkot: ખાદ્ય તેલના ભાવમાં જોવા મળી વધ-ઘટ, જાણો સિંગતેલનો નવો ભાવ

Tags :
Advertisement

.

×