Vadodara Accident: વાઘોડિયાના દખેડા ગામ પાસે ડમ્પરની નીચે બાઈક આવી ગયું, દંપતીનું ઘટનાસ્થળે જ મોત
વડોદરાના વાઘોડિયાના દખેડા ગામ પાસે ડમ્પર અને બાઇક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં પતિ-પત્નીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. દંપતી દખેડાથી વાઘોડિયા તરફ જઈ રહ્યા હતા ત્યારે ડમ્પરે તેમને અડફેટે લીધા હતા. આ અકસ્માતને પગલે સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
Advertisement
Vadodara Accident: વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આવેલા દખેડા ગામ નજીક આજે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત (Road Accident) સર્જાયો છે. દખેડાથી વાઘોડિયા તરફ જઈ રહેલા એક બાઇક સવાર દંપતીને પૂરપાટ ઝડપે આવતા ડમ્પર ચાલકે અડફેટે લેતા કરુણ ઘટના ઘટી છે. અકસ્માતમાં પતિ-પત્નીનું મોત થતા પરિવાર સહિત ગ્રામજનોમાં શોકનું મોજુ છવાઈ ગયું છે.

