Vadodara: વડોદરા નેશનલ હાઈવે પર એસિડ ભરેલું ટેન્કર બ્રિજ પર બન્યું અગનગોળો, ડ્રાઈવરનો આબાદ બચાવ
નેશનલ હાઈવે 48 (National Highway 48) પર જામ્બુવા બ્રિજ પાસે ગત રાત્રે સર્જાયેલી આગની ઘટનાએ તંત્રને દોડતું કરી દીધું છે. એસિડ (Acid) જેવા જોખમી કેમિકલના પરિવહન દરમિયાન સર્જાયેલી આ દુર્ઘટનામાં ટેન્કર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું છે. હાઈવે પર રાત્રિના અંધકારમાં લાગેલી આ ભીષણ આગને કારણે વાહનવ્યવહાર (Transportation) ઠપ થઈ ગયો હતો, જેનાથી મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
Advertisement
- Vadodara: બ્રેક મારતા જ ટાયરમાં સ્પાર્ક થયો અને ટેન્કર સળગી ઉઠ્યું
- અંકલેશ્વરથી રાજસ્થાન જતું એસિડનું ટેન્કર ભડભડ સળગ્યું
- NH 48 પર કલાકો સુધી ચક્કાજામ
- વડોદરામાં એસિડ ટેન્કરની આગ બુઝાવવા ભારે જહેમત
- ટેન્કર ડ્રાઈવરનો આબાદ બચાવ
Vadodara: વડોદરા (Vadodara) શહેર પાસેથી પસાર થતા નેશનલ હાઈવે 48 (NH 48) પર મોડી રાત્રે એક ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. જામ્બુવા બ્રિજ (Jambuva Bridge) ઉપર એસિડ ભરેલા એક ટેન્કરમાં અચાનક ભીષણ આગ (Massive Fire) ફાટી નીકળતા હાઈવે પર મોટો ખળભળાટ મચી ગયો હતો. અંકલેશ્વરથી એસિડ ભરીને રાજસ્થાન (Rajasthan) તરફ જઈ રહેલા આ ટેન્કરમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા.

