ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Vadodara : ગોપીશ્રી ગાયનું ઘી, ચક્કી ફ્રેશ ઘઉંનો લોટ, શ્રીરામ મસાલા મરચુ સહિત અનેક પદાર્થો અખાદ્ય જણાયા

Vadodara : તંત્ર દ્વારા જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી નમૂનાઓ એકત્ર કરીને રાજ્ય સરકારની પ્રયોગશાળામાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા
04:20 PM Sep 19, 2025 IST | PARTH PANDYA
Vadodara : તંત્ર દ્વારા જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી નમૂનાઓ એકત્ર કરીને રાજ્ય સરકારની પ્રયોગશાળામાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા

Vadodara : વડોદરા જિલ્લામાંથી (Vadodara District) વિવિધ સ્થળોથી લેવામાં આવેલા વિવિધ ખાદ્ય પદાર્થો (Food Samples) અને પ્રવાહીઓના નમૂના પ્રયોગશાળાની તપાસમાં મિસબ્રાન્ડેડ કે સબસ્ટાન્ડર્ડ (Lab Test Misbranded Or Substandard) જાહેર થતાં તેની વેપારી પેઢીઓને દંડ (Slap Penalty) ફટકારવામાં આવ્યો છે.

પરિક્ષણના પરિણામો સામે આવ્યા બાદ આકરી કાર્યવાહી

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી નમૂનાઓ એકત્ર કરીને રાજ્ય સરકારની પ્રયોગશાળામાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. આ પરીક્ષણનું પરિણામ આવતા નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ અને મિસબ્રાન્ડેડ જાહેર થયા હતા. જેના પગલે ખાદ્ય સલામતી અધિકારીઓ દ્વારા જે તે નમૂના બનાવતી, વેંચતી પેઢી સામે નિવાસી અધિક કલેક્ટર બી. એસ. પટેલ સમક્ષ કેસ દાખલ કરવામાં આવ્યા હતા. આ કેસમાં આઠેય વેપારી પેઢીને દંડ ફટકારવામાં આવ્યો છે.

આટલો દંડ ફટકારાયો

જેમાં ગોપીશ્રી ગાયનું શુદ્ધ ઘીની પેઢીના કેતનભાઇ મનુભાઇ શાહ અને વિક્રાંત કનુભાઇ શાહને રૂ. ૧.૧૫ લાખ, ચક્કી ફ્રેશ ઘઉંનો લોટના શિવા હોસ્પિટાલિટીના રમેશભાઇ પદ્મનાભ શેટ્ટીને રૂ. ૬૦ હજાર અને આજ પેઢીમાંથી લેવાયેલા મગની દાળ બદલ રૂ. ૪૦ હજાર, મલ્ટીગ્રેઇન પ્રિમિક્સના કાર્ડિન હેલ્થકેરના જીતેન્દ્રકુમાર રમોતાર જાંગીરને રૂ. ૩૦ હજાર, શ્રીરામ મસાલા મચરાના પી એન્ડ ડી ફૂડ સર્વિસના કલ્પેશ નવનીતલાલ પટેલને રૂ. ૧.૧૦ લાખ, સુપિરિયર જીએમપી પેશ્ચુરાઇઝ્ડ હોમોનાઇઝ્ડ સ્ટાન્ડાર્ડાઇઝ્ડ મિલ્કની જયસ્વાલ કેન્ટીનના વિકાસ કાલીચરણ જયસ્વાલને રૂ. ૭૦ હજાર, ગોપાલ નમકીન અડદ પાપડના અનિલકુમાર મૂળજીભાઇ પટેલ તથા કિરણ શાંતારામ મોરેને રૂ. ૩૫ હજાર, વેદરાજ મસાલાના ધાણાજીરૂના ગૌતમ જીવરાજ પટેલ તથા પિનાકિન ચંદ્રકાંત પટેલને રૂ. ૩૦ હજારનો દંડ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો -----  Vadodara : વરણામા પાસે હાઇવે પર રસ્તાના ખાડા જોખમી બન્યા, અકસ્માત પીડિત વળતર માંગશે

Tags :
GujaratFirstgujaratfirstnewsGujartiNewsLabTestReportMisbrandSubstandardSlapPenaltyVadodaraFoodLaboratory
Next Article