Vadodara : વધુ એક ગરબા આયોજન વિવાદમાં! બે જૂથ વચ્ચે છુટ્ટા હાથની મારામારી, જુઓ Video
- Vadodara નાં ભગતસિંહ ચોક ખાતે ગરબામાં બબાલ
- યુવતીની છેડતી બાબતે થઈ છુટ્ટા હાથની મારામારી
- પોલીસની હાજરીમાં બે જૂથના લોકો આવ્યા સામ-સામે
- ગરબા સમયે મારામારી થતા માહોલ તંગ બન્યો
Vadodara : વડોદરાનાં ભગતસિંહ ચોક ખાતે યોજાયેલ ગરબા કાર્યક્રમમાં ગઈકાલે રાતે છુટ્ટા હાથની મારામારીની ઘટના બની હતી. યુવતીની છેડતી બાબતે બે જૂથ વચ્ચે બબાલ થતાં વાત મારામારી સુધી પહોંચી હતી. પોલીસની હાજરીમાં મારામારીની ઘટના બનતા અનેક સવાલ ઊભા થયા છે. જો કે, પોલીસે સમગ્ર મામલે 5 શખ્સ સામે ગુનો નોંધી 3 ની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ 5 આરોપીમાં 2 મહિલાનો પણ સામેલ છે.
આ પણ વાંચો - સુરતમાં ફરી bogus doctor ની ધરપકડ, યોગ્ય ડિગ્રી વિના એલોપેથી પ્રેક્ટિસ, 5.28 લાખનો મુદ્દામાલ જપ્ત
Vadodara માં ગરબા ગ્રાઉન્ડમાં યુવતીની છેડતી બાબતે છુટ્ટા હાથની મારામારી
વડોદરામાં (Vadodara) ભગતસિંહ ચોક ખાતે યોજાયેલ ગરબા કાર્યક્રમમાં (Garba 2025) ગઈકાલે ત્યારે માહોલ તંગ બની ગયો જ્યારે બે જૂથ વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હતી. માહિતી અનુસાર, યુવતીની છેડતી બાબતે બે જૂથ વચ્ચે બબાલ થતાં વાત મારામારી સુધી પહોંચી હતી, જેનાં કારણે ચાલુ ગરબામાં માહોલ તંગ બન્યો હતો. માહિતી અનુસાર, આ ઘટના સમયે ગરબા ગ્રાઉન્ડમાં પોલીસ પણ હાજર હતી. પોલીસની હાજરીમાં મારામારીની ઘટના બનતા અનેક સવાલ ઊભા થયા છે.
આ પણ વાંચો - Surat Cyber Fraud : 197 કરોડનાં સાઇબર ફ્રોડ કેસમાં માસ્ટર માઇન્ડની ધરપકડ, તપાસમાં ચોંકાવનારા ખુલાસા!
5 સામે ગુનો, 3 ની ધરપકડ, આરોપીઓમાં 2 મહિલા સામેલ
જો કે, આ ઘટનાને પગલે પોલીસે 5 લોકો સામે ગનો નોંધ્યો છે. આ 5 પૈકી 3 આરોપીની ધરપકડ કરી છે. જ્યારે આરોપીઓમાં બે મહિલા પણ સામેલ છે. આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે, અગાઉ પણ વડોદરાનાં યુનાઈટેડ વે, LVP અને VNF ગરબા વિવાદમાં આવી ચૂક્યા છે. ગરબા ગ્રાઉન્ડમાં બીભત્સ હરકતનાં વીડિયો વાઇરલ થવા અને વિધર્મીના પ્રવેશ મામલે વિવાદ ઊભો થઈ ચૂક્યો છે. ત્યારે હવે વધુ એક ગરબા કાર્યક્રમમાં મારામારીની ઘટના બનતા ગરબા ગ્રાઉન્ડમાં સુરક્ષા વ્યવસ્થાને લઈ અનેક સવાલ થઈ રહ્યા છે.
આ પણ વાંચો - Rajkot : રાજકોટમાંથી બે વર્ષ પહેલા ઝડપાયેલા 3 આતંકીને કોર્ટે ફટકારી આકરી સજા