Vadodara : અટલ બ્રિજ પર ગંભીર અકસ્માત, કારની ટક્કરે એક્ટિવા ચગદાયું, ટ્રેક્ટરની દિશા ફંટાઇ
Vadodara : આ ઘટનામાં કાર ચાલક અને એક્ટિવા ચાલક ગંભીર ઇજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે
Advertisement
- રવિવારે અટલ બ્રીજ પર મોટી અકસ્માતની ઘટના સામે આવી
- કાર ચાલકે પ્રથમ એક્ટિવા અને ત્યાર બાદ ટ્રેક્ટર જોડે અકસ્માત સર્જ્યો
- ઘટનામાં બે ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે
Vadodara : વડોદરા (Vadodara) શહેરના અતિ વ્યસ્ત રહેતા અટલ બ્રિજ (Atral Bridge Accident - Vadodara) પર રવિવારે રજાના દિવસે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં બેફામ ઝડપે આવતી કારે પ્રથમ એક્ટિવાને ટક્કર મારી હતી (Triple Accident - Vadodara). ત્યાર બાદ કારે કચરો ભરીને લઇ જતા ટ્રેક્ટરને જોરદાર ટક્કર મારી હતી. ટ્રેક્ટરને એટલી જોરદાર ટક્કર લાગી હતી કે, તેની આખી દિશા જ ફંટાઇ ગઇ હતી. આ ઘટનામાં કારની એન્જિનનો આગળનો ભાગ આખો ચગદાઇ ગયો હતો. આ ઘટનામાં કાર ચાલક અને એક્ટિવા ચાલક ગંભીર ઇજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. કાર અને એક્ટિવાની હાલત જોતા બંનેમાંથી કોઇનું બચવું મુશ્કેલ લાગતું હોવાનો અંદાજો સ્થાનિકો લગાવી રહ્યા છે.

