Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Vadodara News: લાખોના ખર્ચે બનેલ રોડ હાથથી ઉખડ્યો! કોન્ટ્રાક્ટરની પોલ ખુલી

Vadodara News: વડોદરા (Vadodara) ના બિલ (Bill) ગામમાં તંત્રની બેદરકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગતનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગામમાં તાજેતરમાં જ લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા નવા રોડની ગુણવત્તા એટલી નબળી છે કે ડામર હાથથી જ ઉખડી રહ્યો છે.
vadodara news  લાખોના ખર્ચે બનેલ રોડ હાથથી ઉખડ્યો  કોન્ટ્રાક્ટરની પોલ ખુલી
Advertisement
  • વડોદરાના બિલ ગામમાં નબળા રોડ સામે રોષ વ્યાપ્યો
  • રોડ બનતા જ ડામર નીકળતા સ્થાનિકોમાં આક્રોશ
  • કોન્ટ્રાક્ટરની કામગીરી સામે ઉઠાવ્યા ગંભીર સવાલો
  • હાથથી ઉખડતા રોડના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

Vadodara News: વડોદરા (Vadodara) ના બિલ (Bill) ગામમાં તંત્રની બેદરકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગતનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગામમાં તાજેતરમાં જ લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા નવા રોડની ગુણવત્તા એટલી નબળી છે કે ડામર હાથથી જ ઉખડી રહ્યો છે.

Vadodara ના બિલ ગામમાં ભ્રષ્ટાચારની પોલ

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે રોડ પરનું મટીરિયલ નબળું હોવાથી તે ખૂબ જ સરળતાથી ઉખડી રહ્યું છે, જે કોન્ટ્રાક્ટરની ભ્રષ્ટાચારયુક્ત કામગીરીની સાબિતી આપી રહ્યું છે.

Advertisement

નવો રોડ હાથથી ઉખડતા સ્થાનિકો ભડક્યા

રોડ બન્યાના ગણતરીના દિવસોમાં જ આવી દુર્દશા થતા ગ્રામજનોમાં તંત્ર સામે ફિટકારની લાગણી જોવા મળી છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે કોન્ટ્રાક્ટરે કામગીરીમાં ભારે હલકી ગુણવત્તાની સામગ્રી વાપરીને નાણાંનો વેડફાટ કર્યો છે.

Advertisement

હલકી ગુણવત્તાના કામ સામે તપાસની માંગ

લોકોએ વીડિયોના માધ્યમથી સમગ્ર કામગીરીની નિષ્પક્ષ તપાસ કરવાની અને આ નબળા કામ માટે જવાબદાર કોન્ટ્રાક્ટર તેમજ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. રસ્તાની આવી હાલતથી સ્થાનિકોની સુરક્ષા સામે પણ જોખમ ઊભું થયું છે.

આ પણ વાંચો: Bhavnagar news: પશુપાલકો માટે ખુશખબર! સર્વોત્તમ ડેરી દ્વારા દૂધ ખરીદ ભાવમાં રેકોર્ડબ્રેક વધારો

Tags :
Advertisement

.

×