Vadodara : સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે ભાજપ નેતાનો બફાટ, દગો કરશો તો તમારા મકાન તૂટી જશે!
- સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે વધુ એક વિવાદ!
- ભાજપ જિલ્લા પ્રમુખનો જાહેર મંચ પરથી બફાટ
- મતદારોને ધમકી આપતા હોય એ રીતની ઉચ્ચારી ભાષા
- "ભાજપના ઉમેદવારોને જીતાડશો તો મકાન તૂટવા નહીં દઉં"
- પણ જો દગો કર્યો તો મકાન રહેવા નહીં દઉંઃ સતીષ પટેલ
- વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ છે સતીષ પટેલ
- જિલ્લા પ્રમુખને સમર્થન આપતું શહેર પ્રમુખ વિજય શાહનું નિવેદન
- ભાજપ રહેશે તો મકાનો રહેશેઃ વિજય શાહ
Gujarat Local Body Election : રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે નેતાઓ જનતા વચ્ચે જઇને પોતાની પાર્ટીના ઉમેદવારોને જીતાડવા માટે નિવેદન આપી રહ્યા છે. અલગ-અલગ પાર્ટીઓ ચૂંટણીપ્રચારની કામગીરમાં પરોવાઈ ગઈ છે. પરંતુ આ વચ્ચે વડોદરાથી એક ભાજપ જિલ્લા પ્રમુખનો જાહેર મંચ પરથી બફાટ કરતો વીડિયો સામે આવી રહ્યો છે. વીડિયો મુજબ તેમણે મતદારોને ધમકી આપતા હોય તે પ્રમાણેની ભાષાનું ઉચ્ચારણ કર્યું છે. શું છે આ મામલો આવો જાણીએ આ આર્ટિકલમાં...
ભાજપ નેતાના વિવાદિત નિવેદનનો વીડિયો વાયરલ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પ્રચાર તેજ બન્યો છે, અને આ દરમિયાન વડોદરાના કરજણ પાલિકાની ચૂંટણીમાં જિલ્લા ભાજપ પ્રમુખ સતિષ પટેલેનો વિવાદિત વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં તેઓ ભાજપના 4 ઉમેદવારોને જીતાડવા માટે મતદારોને કહેતા જોવા મળે છે. તેમણે ભાષણમાં કહ્યું હતું કે, જો ભાજપના ચારેય ઉમેદવારોને જીતાડશો તો કોઈનું મકાન તૂટશે નહીં પરંતુ જો દગો કરશો તો કોઈનું મકાન બચશે નહીં. જીહા, તેઓ કહે છે અમારા ઉમેદવારોને જીતાડશો તો કોઇનું મકાન નહીં તૂટે.આ નિવેદનને લઈને સ્થાનિક રાજનીતિમાં ભારે ચર્ચા થઈ રહી છે અને આ વીડિયો ભાજપ માટે નવી મુશ્કેલીઓ ઊભી કરી શકે છે તેવું સૂત્રો જણાવી રહ્યા છે.
મતદારોને ધમકી આપતા હોય એ રીતની ઉચ્ચારી ભાષા
વોર્ડ નંબર 7માં ચૂંટણી પ્રચાર માટે યોજાયેલી સભામાં જિલ્લા ભાજપ પ્રમુખ સતિષ પટેલે કહ્યું કે, આ વખતે અમારા ઉમેદવારો જીતાડશો તો મિત્રો એટલી ગેરંટી આપું છું કે કોઈનું મકાન નહીં તૂટવા દઉં અને સાથે એ પણ કહું છું કે, કોઈએ દગો કર્યો તો કોઈનું મકાન પણ નહીં રહેવા દઉં. એટલે મિત્રો આ વખતે ભાજપને આ વિસ્તારમાંથી જીતાડવા હાંકલ કરું છું. સતિષ પચેલનો આ વીડિયો વાઇરલ થયા બાદ તેમણે મતદારોને ધમકી આપી હોય તેવી ચર્ચા શરૂ થઈ છે.
આ પણ વાંચો : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે ભાજપમાં આંતરિક ડખો! પક્ષવિરોધી પ્રવૃત્તિઓ વધતા શરૂ કરી કડક કાર્યવાહી