Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Vadodara : વડોદરા જિલ્લા પંચાયતમાં ભાજપનો દબદબો, પ્રમુખ પદ માટે મહિલાને મળી શકે છે સ્થાન

Vadodara જિલ્લા પંચાયતમાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે અને કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગઈ ગયા છે, વડોદરા જિલ્લા પંચાયતમાં ભાજપ બહુમતી સાથે નવું બોર્ડ બનાવશે. વડોદરા જિલ્લા પંચાયત માટે મહિલા ઓબીસીને સ્થાન મળી શકે છે અને આગામી 3 તારીખ સુધી પ્રમુખ પદ માટે નિરીક્ષકો દ્વારા સેન્સ લેવામાં આવશે. જિલ્લા પંચાયતની 4 બેઠકો પર મહિલા વિજેતા બની છે અને ભાજપનું શાસન બન્યું છે.
vadodara   વડોદરા જિલ્લા પંચાયતમાં ભાજપનો દબદબો  પ્રમુખ પદ માટે મહિલાને મળી શકે છે સ્થાન
Advertisement
  • Vadodara જિલ્લા પંચાયતની 34 બેઠકોમાંથી 32 ભાજપને ફાળે
  • ભાજપ ભારે બહુમતી સાથે બનાવશે બોર્ડ
  • આ વખતે જીલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે ઓબીસી મહિલા અનામત
  • જિલ્લા પંચાયતની બેઠકોમાં કુલ ચાર મહિલાઓએ બની છે વિજેતા
  • પ્રમુખ પદ માટે નિરીક્ષકો દ્વારા લેવામાં આવશે સેન્સ

Vadodara : વડોદરા જિલ્લા પંચાયતની ચૂંટણીના (Election) પરિણામો (result) સામે આવી ગયા છે અને ભાજપના ઉમેદવારોએ કોંગ્રેસના (congress) સૂપડા સાફ કરી નાખ્યા છે, કરજણની ચોરંદા ,પાદરાની ગણપતપુરા,વાઘોડિયાની ગોરજ અને સાવલીની ધનતેજ બેઠક પર ઓબીસી મહિલાઓ વિજેતા બની છે. તો પ્રમુખ પદ માટે આગામી 3 તારીખ સુધીમાં નિરીક્ષકો દ્વારા લેવામાં આવશે સેન્સ. સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ કોને પ્રમુખ પદ આપવું તેને લઈ નિર્ણય જાહેર કરવામાં આવશે.

શિનોર અને વલણ બેઠક પર કોંગ્રેસનો વિજય

જે વિસ્તારોમાં કોંગ્રેસનો દબદબો હતો તે વિસ્તારોમાં પણ ભાજપે ગાબડું પાડયું છે, વડોદરા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આખા જિલ્લામાંથી કોંગ્રેસની માત્ર 2 બેઠકો આવી છે. શિનોર બેઠકથી પ્રહલાદભાઈ પટેલ અને વલણ બેઠકથી અમીશાબેન વસાવાની જીત થઈ છે.આ બે બેઠકો સિવાય જિલ્લામાં ક્યાંય પણ કોંગ્રેસનો પ્રભાવ જોવા મળ્યો નથી.સૂત્રો તરફથી એવી પણ માહિતી સામે આવી છે કે, કોંગ્રેસે જયારે ટિકિટ માટે ફાળવણી કરી ત્યારે ઉમેદવારોની પસંદગી વખતે વહાલા-દવલાની નીતિ અપનાવવામાં આવી હોવાથી પક્ષમાં અંદરખાને ભારે અસંતોષ હતો જેની સીધી અસર પરિણામો પર પડી છે.

Advertisement

vadodara gujarat first

Advertisement

ભાજપે 34માંથી 32 બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો

વડોદરા જિલ્લા પંચાયતની કુલ 34 બેઠકોમાંથી 4 બેઠકો પર ભાજપના ઉમેદવારો અગાઉથી જ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. બાકીની 30 બેઠકો પર યોજાયેલા 72.25% મતદાનમાં મતદારોએ ભાજપ પર વિશ્વાસ મૂક્યો હતો. સૌથી વધુ મતદાન વાઘોડિયા નગરપાલિકામાં 81.64 ટકા નોંધાયું છે, જે સમગ્ર જિલ્લામાં સૌથી ઊંચો આંકડો છે. સાવલી નગરપાલિકામાં પણ 79.05 ટકા જેટલું જંગી મતદાન થયું છે. આ ઉપરાંત ડભોઈમાં 75.44 ટકા અને પાદરા નગરપાલિકામાં 72.95 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. નગરપાલિકા વિસ્તારોમાં નોંધાયેલું આ ઊંચું મતદાન સ્થાનિક મુદ્દાઓ પ્રત્યે જનતાની સક્રિયતા સૂચવે છે.

આ પણ વાંચો : Vadodara : કોંગ્રેસના 6 કોર્પોરેટરમાંથી 2 તો એક જ પરિવારના, શ્રીવાસ્તવ પરિવારને રાજકારણ લોહીમાં

Tags :
Advertisement

.

×