Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Vadodara BJP leader: વડોદરામાં 'આયા રામ, ગયા રામ', ટિકિટના લોભમાં નેતાજીએ 24 કલાકમાં જ બે પક્ષો ખુંદી વળ્યા!

ચૂંટણીનો સમય નજીક આવતા જ નેતાઓ પોતાની રાજકીય જમીન મજબૂત કરવા માટે કાવાદાવા શરૂ કરી દેતા હોય છે. વડોદરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની ટિકિટ મેળવવા માટે કિરણસિંહ રાઠોડે જે રીતે પક્ષ બદલવાની રમત રમી છે, તેમણે ગણતરીના કલાકોમાં જ 'ભરોસો' અને 'કમિટમેન્ટ' ના શબ્દો બદલી નાખનારા આ નેતાની ઘરવાપસી અત્યારે ટોક ઓફ ધ ટાઉન બની છે.
vadodara bjp leader  વડોદરામાં  આયા રામ  ગયા રામ   ટિકિટના લોભમાં નેતાજીએ 24 કલાકમાં જ બે પક્ષો ખુંદી વળ્યા
Advertisement
  • Vadodara BJP leader: ભાજપ નેતાની ઘરવાપસી
  • કિરણસિંહ રાઠોડનો રાજકીય યુ-ટર્ન!
  • નેતાએ ટિકિટ માટે ખેલ પાડી દીધો?
  • નેતાજીની ઘરવાપસીનો ગજબ ખેલ
  • સોખડાના પૂર્વ સભ્યએ ટિકિટ માટે પક્ષપલટાનું પરાક્રમ કર્યું!
  • ગઈકાલે કોંગ્રેસી, આજે ભાજપી
  • વડોદરાના કિરણસિંહ રાઠોડે ટિકિટ પાકી કરવા ગજબનું તરકટ રચ્યું!

Vadodara BJP leader: વડોદરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Local Body Elections) પૂર્વે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ટિકિટ મેળવવાની લાલચમાં નેતાઓ કેવા પેંતરા રચે છે તેનો જીવતો જાગતો કિસ્સો સોખડા બેઠક પર જોવા મળ્યો છે. વડોદરાના રાજકારણમાં (Politics) અત્યારે કિરણસિંહ રાઠોડના પક્ષપલટાનો કિસ્સો સૌથી વધુ ચર્ચામાં રહ્યો છે. સોખડા જિલ્લા પંચાયત બેઠકના પૂર્વ સભ્ય કિરણસિંહ રાઠોડે ટિકિટ પાકી કરવા માટે માત્ર બે જ દિવસના અલ્પગાળામાં બેવાર પક્ષ બદલીને સૌને ચોંકાવી દીધા છે. રાજકીય મહત્વાકાંક્ષા (Ambition) પૂરી કરવા માટે વિચારધારાને કોરે મૂકીને કરવામાં આવેલી આ ઘરવાપસીએ અનેક તર્ક-વિતર્ક જગાવ્યા છે. 7 એપ્રિલના રોજ ભાજપને રામ-રામ કહીને કોંગ્રેસનો (Congress) હાથ પકડનારા આ નેતાએ બીજા જ દિવસે ફરી કેસરીયો ધારણ કરી લેતા કાર્યકરોમાં પણ ભારે અચરજ જોવા મળ્યું છે.

Vadodara BJP leader: ભરોસો અને કમિટમેન્ટના બહાને રાજકીય પેંતરો

કિરણસિંહ રાઠોડે જ્યારે ભારતીય જનતા પાર્ટી (BJP) છોડી ત્યારે તેઓએ પક્ષ પર ભરોસો ન હોવાનું ગાણું ગાયું હતું. ભાજપ સામે અસંતોષ વ્યક્ત કરીને તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા, પરંતુ ત્યાં ગયાના ચોવીસ કલાકમાં જ તેમનો મોહભંગ થઈ ગયો હતો. કોંગ્રેસ છોડતી વખતે તેઓએ પક્ષમાં કોઈ કમિટમેન્ટ (Commitment) જેવું ન હોવાનો આક્ષેપ કર્યો હતો. ટિકિટ મેળવવા માટે કરવામાં આવેલા આ ગતકડાંમાં નેતાજીએ બંને પક્ષોની મજબૂરીનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. આ પ્રકારના તરકટ (Gimmick) પાછળ માત્ર સત્તાની લાલસા જ મુખ્ય કારણ હોવાનું દેખાઈ રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો----- ઉમેદવાર શોધવામાં AAP ના હવાતિયાં, આંતરિક મીટિંગનો isudan gadhvi નો કથિત ઓડિયો વાયરલ

Advertisement

Vadodara BJP leader: ભૂલ સ્વીકારીને કેસરીયો ધારણ કર્યો

કોંગ્રેસમાં ગયાના બીજા જ દિવસે કિરણસિંહે ફરી ભાજપના મોવડી મંડળ સાથે સંપર્ક સાધ્યો હતો. પોતાની ભૂલ (Mistake) થઈ ગઈ હોવાનું કહીને તેઓએ ફરી ઘરવાપસી (Homecoming) કરી લીધી છે. ભાજપના નેતાઓએ પણ ચૂંટણીના ગણિતને ધ્યાનમાં રાખીને તેમને પક્ષમાં આવકાર્યા છે. સ્થાનિક સ્વરાજના જંગમાં (Battle) ટિકિટ મેળવવા માટે નેતાઓ જે રીતે પક્ષો સાથે સોદાબાજી કરે છે, તેનું આ શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. હવે આગામી સમયમાં પક્ષ તેમને ટિકિટ આપીને નવાજે છે કે પછી આ ઘરવાપસી માત્ર દેખાડો બની રહે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો----- Food poisoning: સેવ-ખમણી બની 'ઝેર', દેત્રોજમાં ધાર્મિક પ્રસંગમાં પ્રસાદી ખાતા પછી 60થી વધુ લોકોની હાલત કથળી!


Tags :
Advertisement

.

×