વડોદરામાં વિવાદ: 1 મિલિયન ફોલોવર્સ ધરાવતી આ 'Social Media Star' સુંદરીને મળી ટિકિટ!
- વડોદરા ભાજપે Social Media Star ને આપી ટિકિટ
- ભાજપે અંકિતા પરમારને પોર બેઠક પરથી આપી ટિકિટ
- અંકિતા પરમાર તાલુકા પંચાયત પ્રમુખ પણ રહી ચૂક્યા છે
- પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ પણ છે અંકિતા પરમાર
- સોશિયલ મીડિયામાં તેમના 1 મિલિયનથી પણ વધુ ફોલોવર્સ
Social Media Star Ankita Parmar: ભારતીય જનતા પાર્ટી (BJP) એ આગામી ચૂંટણી માટે વડોદરા (Vadodara) જિલ્લાની પોર (Por) બેઠક પરથી એક ચોંકાવનારા અને આકર્ષક નામની જાહેરાત કરી છે. પક્ષે જાણીતા સોશિયલ મીડિયા સ્ટાર (Social Media Star) અંકિતા પરમાર (Ankita Parmar) ને પોતાની ટિકિટ આપીને મેદાનમાં ઉતાર્યા છે. અંકિતા પરમાર માત્ર ડિજિટલ પ્લેટફોર્મ પર જ લોકપ્રિય નથી, પરંતુ તેઓ પાયાના સ્તરે પણ રાજકારણમાં સક્રિય રહ્યા છે. તેઓ અગાઉ તાલુકા પંચાયતના પ્રમુખ (Taluka Panchayat President) તરીકે પણ સેવા આપી ચૂક્યા છે, જે તેમના વહીવટી અનુભવને દર્શાવે છે.
1 મિલિયન ફોલોવર્સ અને યુવા સંગઠનમાં મજબૂત પકડ
અંકિતા પરમારની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે સોશિયલ મીડિયા (Social Media) પર તેમના 1 મિલિયન (1 Million) થી પણ વધુ ફોલોવર્સ છે. આ ઉપરાંત, તેઓ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ (Vice President of State Youth Wing) તરીકે પણ જવાબદારી સંભાળી રહ્યા છે. ભાજપના આ નિર્ણયને યુવા મતો અંકે કરવાના એક મોટા વ્યૂહ તરીકે જોવામાં આવી રહ્યો છે.
BJP Fields Social Media Influencer Ankita Parmar from Por Seat in Vadodara Local Polls
રીલની દુનિયાથી હવે રાજકીય મેદાનમાં! BJP એ Vadodara ની Por બેઠક પરથી સોશિયલ મીડિયા સ્ટાર Ankita Parmar ને ટિકિટ આપીને મોટો માસ્ટરસ્ટ્રોક રમ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર 1 Million થી વધુ ફોલોઅર્સ… pic.twitter.com/aZRT5GhCFn— Gujarat First (@GujaratFirst) April 10, 2026
અંકિતાબેન પરમારે વ્યક્ત કર્યો જીતનો આત્મવિશ્વાસ
ટિકિટ મળ્યા બાદ અંકિતાબેન પરમારે પક્ષનો આભાર માનતા જણાવ્યું હતું કે, 'ભારતીય જનતા પાર્ટીએ મારા જેવા સામાન્ય કાર્યકર અને યુવા ચહેરા પર જે વિશ્વાસ (Trust) વ્યક્ત કર્યો છે, તે બદલ હું નેતૃત્વની આભારી છું.' તેમણે વધુમાં ઉમેર્યું કે પોર બેઠક પર ભાજપના શાસન અને તેમના લોકસંપર્કને કારણે જંગી મતો (Huge Margin) થી તેમનો વિજય થશે તે નક્કી છે.
Ankita Parmar BJP candidate Por seat Vadodara
Vadodara Por Seat BJP Candidate Ankita Parmar | મને ટિકિટ મળતાં જે લોકો નારાજ થયા છે તેમને મનાવીશ | Gujarat First
ભાજપે અંકિતા પરમારને પોર બેઠક પરથી આપી ટિકિટ
વડોદરા ભાજપે સોશિયલ મીડિયા સ્ટારને આપી ટિકિટ
ભાજપે અંકિતા પરમારને પોર… pic.twitter.com/Lp5rhhLuJ9— Gujarat First (@GujaratFirst) April 10, 2026
ટિકિટની જાહેરાત થતા જ પક્ષમાં આંતરિક ખેંચતાણ
જોકે, ટિકિટની જાહેરાત થતા જ પક્ષમાં આંતરિક ખેંચતાણ પણ જોવા મળી છે. નયનાબેન પરમાર (Nayanaben Parmar) આ બેઠક પરથી ટિકિટની આશા રાખતા હતા, જેમને ટિકિટ ન મળતા નારાજગી (Disappointment) જોવા મળી છે. આ બાબતે અંકિતાબેને ખૂબ જ પરિપક્વતા બતાવતા કહ્યું કે, 'રાજકારણમાં પરિવારમાં થોડી નારાજગી હોઈ શકે છે. નયનાબેન અમારા વડીલ છે અને તેમને સમજાવવાના પ્રયાસો ચાલુ છે. મને પૂરો વિશ્વાસ છે કે તેમની નારાજગી દૂર થશે અને અમે સાથે મળીને કમળ ખીલવીશું.'
જાણો કોણ છે અંકિતા પરમાર?
ગુજરાતના રાજકારણમાં જ્યારે યુવા અને ભણેલા-ગણેલા ચહેરાઓની વાત આવે છે, ત્યારે અંકિતા પરમાર (Ankita Parmar) નામ હાલમાં સૌથી વધુ ચર્ચામાં છે. માત્ર 32 વર્ષની વયે તેમણે જીમ ટ્રેનરથી લઈને ભાજપ યુવા મોરચાના પ્રદેશ ઉપપ્રમુખ સુધીની જે સફર ખેડી છે, તે અનેક યુવા કાર્યકરો માટે પ્રેરણારૂપ બની છે.
જીમ ટ્રેનરથી પ્રદેશ રાજકારણના શિખર સુધી
રાજકારણમાં આવતા પહેલા અંકિતા પરમાર એક પ્રોફેશનલ જીમ ટ્રેનર (Gym Trainer) તરીકે કાર્યરત હતા. ફિટનેસ પ્રત્યેનો તેમનો લગાવ અને સામાજિક કાર્યોમાં તેમની સક્રિયતાએ તેમને લોકોની વચ્ચે લોકપ્રિય બનાવ્યા હતા. વર્ષ 2021માં તેમણે સત્તાવાર રીતે રાજકારણમાં ઝંપલાવ્યું અને વડોદરા તાલુકા પંચાયત (Vadodara Taluka Panchayat) ના સભ્ય તરીકે જંગી મતોથી વિજેતા થયા. તેમની કાર્યશૈલીને જોતા સપ્ટેમ્બર 2023માં તેમને વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ (President) તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી.
શિક્ષણ અને કાયદાકીય સમજ
અંકિતા પરમાર માત્ર સોશિયલ મીડિયા ફેમ (Social Media Fame) નથી, પરંતુ તેઓ ઉચ્ચ શૈક્ષણિક લાયકાત પણ ધરાવે છે. તેમણે વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (Maharaja Sayajirao University - MSU) માંથી કોમર્સમાં સ્નાતક (B.Com) કર્યા બાદ કાયદાનો અભ્યાસ (LL.B) કર્યો છે. તેમની આ કાયદાકીય સમજ વહીવટી ગૂંચવણો ઉકેલવામાં અને સંગઠનાત્મક માળખાને મજબૂત કરવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થઈ રહી છે.
સંગઠનમાં નવી જવાબદારી
તાજેતરમાં ભાજપ સંગઠનમાં થયેલા ફેરફારો અંતર્ગત, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા (Jagdish Vishwakarma) અને યુવા મોરચાના પ્રમુખ તથા સાંસદ હેમાંગ જોશી (Hemang Joshi) દ્વારા અંકિતા પરમારની ક્ષમતા પર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે. તેમને હવે 'ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચા' (Gujarat State BJYM) ના ઉપપ્રમુખ (Vice President) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: Vadodara BJP leader: વડોદરામાં 'આયા રામ, ગયા રામ', ટિકિટના લોભમાં નેતાજીએ 24 કલાકમાં જ બે પક્ષો ખુંદી વળ્યા!


