Vadodara : BJP મહિલા કાર્યકરે Video પોસ્ટ કરી જિલ્લા ભાજપ પ્રમુખ સામે બળાપો ઠાલવ્યો!
- વડોદરામાં (Vadodara) ભાજપનાં જ કાર્યકરનો BJP પ્રમુખ સામે મોરચો!
- ભાજપનાં મહિલા કાર્યકરે સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરી લગાવ્યા ગંભીર આરોપ
- ભારતી ભાણવડિયાએ જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલ સામે બળાપો ઠાલવ્યો
Vadodara : રાજ્યમાં મહાનગરપાલિકા અને જિલ્લા પ્રમુખોની વરણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જો કે, વડોદરામાં ભાજપનાં જ મહિલા કાર્યકરે જિલ્લા ભાજપ પ્રમુખ વિરોધ મોરચો માંડ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ભાજપનાં મહિલા કાર્યકરે સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરી જિલ્લા ભાજપ પ્રમુખ સામે બળાપો ઠાલવ્યો અને ભ્રષ્ટાચારનાં ગંભીર આક્ષેપ પણ કર્યા છે. ભાજપનાં મહિલા કાર્યકરની આ વીડિયો પોસ્ટ રાજકીય મોરચે ચર્ચાસ્પદ બની છે.
આ પણ વાંચો - Surat : પુણા ગામમાં વહેલી સવારે ગેસ સિલિન્ડર થયો બ્લાસ્ટ, 6 દાઝ્યા
તમને 'ગોડમધર'નાં આશીર્વાદ હોય તો પ્રદેશ-કેન્દ્રમાં કામ કરો : ભારતી ભાણવડિયા
રાજ્યમાં ભાજપ દ્વારા જિલ્લા પ્રમુખ માટેની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ત્યારે વડોદરામાં જિલ્લા ભાજપના (Vadodara BJP) પૂર્વ પ્રભારી અને અગ્રણી મહિલા કાર્યકર ભારતી ભાણવડિયાએ (Bharti Bhanvadia) સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જે ચર્ચાનો વિષય બન્યો છે. આ વીડિયોમાં ભારતી ભાણવડિયાએ જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલ (Satish Patel) સામે બળાપો ઠાલવ્યો અને ભ્રષ્ટાચારનાં ગંભીર આક્ષેપ પણ કર્યા છે. વીડિયોમાં ભારતી ભાણવડિયાએ કહ્યું કે, તમને 'ગોડમધર'નાં આશીર્વાદ હોય તો પ્રદેશ અને કેન્દ્રમાં કામ કરો. લોકોને હેરાન પરેશાન કરીને શું હજી તમારું પેટ ભરાયું નથી ?
વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીષ પટેલ સામે મહિલા કાર્યકર ભારતી ભાણવડિયાનો બળાપો#Vadodara @satishnishadiya #BJPpresident #BhartiBhanvadiya #corruption #womanworker #Gujaratfirst #breakingnews pic.twitter.com/Rbyw3Sj5p5
— Gujarat First (@GujaratFirst) January 7, 2025
આ પણ વાંચો - Rajkot : વિંછીયામાં પોલીસ પથ્થમારો, 50 થી વધુની ધરપકડ, કર્ફ્યુ જોવા માહોલ
'વડોદરાને તમારા આતંકથી મુક્ત કરો'
ભારતી ભાણવડિયાએ આગળ કહ્યું કે, વડોદરાને તમારા આતંકથી મુક્ત કરો. આ સાથે તેમણે સતીશ પટેલને જિલ્લા ભાજપ પ્રમુખ (District BJP President) તરીકે રિપિટ ન કરવા વિનંતી પણ કરી છે. મોટાપાયે ભ્રષ્ટાચાર કરી સુગર ફેક્ટરીને પણ ડુબાડી દીધી હોવાનાં ભારતી ભાણવડિયાએ આરોપ લગાવ્યા છે. ભાજપનાં મહિલા કાર્યકર ભારતી ભાણવડિયાની આ વીડિયો પોસ્ટ હાલ રાજકીય મોરચે ચર્ચાસ્પદ બની છે.
આ પણ વાંચો - Weather Report : રાજ્યમાં ઠેર ઠેર ગાત્રો થીજવી દે તેવી ઠંડી! જાણો આગાહી અને ક્યાં કેટલું છે તાપમાન ?