Vadodara: લાલબાગ બ્રિજ પાસે બે જૂથો વચ્ચે લોહિયાળ અથડામણ!, સમગ્ર ઘટના CCTVમાં કેદ
- Vadodara માં એક જ કોમના બે જૂથ વચ્ચે બબાલ
- શહેરના લાલબાગ બ્રિજની ઘટનાના CCTV વાયરલ
- તિક્ષ્ણ હથિયારો લઈ સામસામે કર્યો હુમલો
Vadodara: સંસ્કારી નગરી વડોદરામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. શહેરના વ્યસ્ત ગણાતા લાલબાગ બ્રિજ (Lalbag Bridge) પાસે એક જ કોમના બે જૂથો વચ્ચે સામાન્ય બાબતે ઉગ્ર બોલાચાલી થયા બાદ મામલો લોહિયાળ હિંસા સુધી પહોંચ્યો હતો. આ હિંસક અથડામણના સીસીટીવી ફૂટેજ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થતા શહેરમાં ચકચાર મચી ગઈ છે.
એકબીજા પર જીવલેણ પ્રહારો
મળતી માહિતી મુજબ લાલબાગ બ્રિજ (Lalbag Bridge) નીચે કોઈ અદાવતને લઈ બોલાચાલીને કારણે બે જૂથો આમને-સામને આવી ગયા હતા. જોતજોતામાં વિવાદ એટલો વધી ગયો કે બંને પક્ષના લોકો હાથમાં તિક્ષ્ણ હથિયારો, લાકડીઓ અને પાઇપો લઈને એકબીજા પર તૂટી પડ્યા હતા. જાહેર માર્ગ પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હોય તેમ લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. હુમલાખોરોએ જરા પણ ડર રાખ્યા વગર એકબીજા પર જીવલેણ પ્રહારો કર્યા હતા. જો કે આ અથડામણનું હજુ સુધી ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.
Vadodara : એક જ કોમના બે જૂથ વચ્ચે બબાલ, લાલબાગ બ્રિજની ઘટનાના CCTV વાયરલ | Gujarat First
વડોદરામાં એક જ કોમના બે જૂથ વચ્ચે બબાલ
શહેરના લાલબાગ બ્રિજની ઘટનાના CCTV વાયરલ
તિક્ષ્ણ હથિયારો લઈ સામસામે કર્યો હુમલો
ઇજાગ્રસ્તોને 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા@Vadcitypolice #Vadodara… pic.twitter.com/aHZsjC6TMk— Gujarat First (@GujaratFirst) January 4, 2026
આ જૂથ અથડામણમાં બંને પક્ષના અનેક લોકો લોહીલુહાણ થયા છે. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તુરંત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પોલીસ કાર્યવાહી અને CCTV
ઘટનાના જે સીસીટીવી વાયરલ થયા છે તેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે હથિયારો સાથે યુવાનો એકબીજા પર હુમલો કરી રહ્યા છે. પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. હાલ પોલીસે વાયરલ ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે. વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ગુનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Vadodara: 'ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલમાં વડોદરાનો સમાવેશ કરો'


