Vadodara : કારની અડફેટે આવ્યા અનેક વાહનો, ચાલક નશામાં હોવાનું અનુમાન, એક ગંભીર
- વડોદરામાં બેફામ કાર ચાલકનો આતંક
- નશાની હાલતમાં અનેક વાહનોને અડફેટે લીધા
- લોકોએ પોલીસ મથક બહાર પડેલી કારના કાચ તોડ્યા
Vadodara : આજે વડોદરા શહેરના (Vadodara) કપુરાઇ પોલીસ ચોકડી (Kapurai Police Station) પાસે આવેલા ડી માર્ટની સામે નશાની હાલતમાં કાર ચાલકે અનેક વાહનોને અડફેટે લીધા હોવાની (Car Accident - Vadodara) ઘટના સામે આવી છે. આ ઘટનામાં કાર ચાલકને બોલવા-ચાલવાના પણ હોશ નહીં હોવાનું સ્થાનિકોએ મીડિયા સમક્ષ જણાવ્યું છે. આ ઘટનામાં ટુ વ્હીલર, થ્રી વ્હીલર અને ઇકો કારને અડફેટે (Car Accident - Vadodara) લીધા હોવાનું ખુલવા પામ્યું છે. આ ઘટનાને લઇને લોકોમાં ભારે રોષની લાગણી વ્યાપી હતી. લોકોએ કાર ચાલકને પોલીસ મથકમાંથી બહાર કાઢીને પબ્લિકને સોંપવાની માંગ કરી હતી. અને પોલીસ મથક ઘેરી લીધું હતું. એક તબક્કે ટોળું બેકાબુ બનતા અકસ્માત સર્જનાર કારના કાચ તોડવામાં આવ્યા હતા .
આરોપીને લોકોને સોંપવાની માંગ કરી
આજે બપોરના સમયે વાઘોડિયા રોડ પર આવેલા ડી માર્ટની સામે નશાની હાલતમાં કાર ચાલકે અનેક વાહનોને અડફેટે (Car Accident - Vadodara) લીધા હતા. તે પૈકી એક ટુ વ્હીલર ચાલક ગંભીર હાલતમાં ઇજાગ્રસ્ત થયો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં નશાની હાલતમાં કાર ચલાવતા ચાલક (Car Accident - Vadodara) પર ભારે રોષ ફાટી નીકળ્યો હતો. કાર ચાલકને પોલીસ લઇ ગઇ, તો પોલીસ મથક બહાર મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. અને આરોપીને લોકોને સોંપવાની માંગ કરી હતી. જો કે. આ તબક્કે પોલીસે અત્યંત શાંતિપૂર્વક રીતે મામલો થાળે પાડ્યો હતો.
કારમાં અડધી દારૂ જેવી બોટલ હતી
સ્થાનિકે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, નશાની હાલતમાં કાર ચાલક (Car Accident - Vadodara) ગુરૂકુલ બાજુથી ડિ માર્ટ બાજુ આવતો હતો, સાંઇબાબાના મંદિર પાસે આ ઘટના બની છે. પહેલા કાર ચાલકે ટેમ્પાને ટક્કર મારી હતી, ત્યાર બાદ ટેમ્પા ચાલક બચાવવા ગયા, ત્યાં તો ઇકો કાર જોડે અકસ્માત થઇ ગયો હતો. આરોપી કાર ચાલકને કપુરાઇ પોલીસ મથકમાં લઇ જવામાં આવ્યો છે. આવા બેદરકાર કાર ચાલકોને પબ્લિકના હવાલે કરી દેવા જોઇએ, જેથી તેમને ખબર પડે. તેની કારમાં અડધી દારૂ જેવી બોટલ હતી. અને ચાલક ભાનમાં ન્હતો.
આ પણ વાંચો ----- Vadodara : રઘુકુળ વિદ્યાલયમાં ધો-10 ના વિદ્યાર્થી પર હુમલો, માથું ફૂટતા વાલી દોડ્યા