Vadodara News: બહારનું ખાતા પહેલાં10 વાર વિચારજો! સમોસામાંથી નીકળ્યો વંદો, મહિલાએ મચાવ્યો હોબાળો
- Vadodara માં સમોસામાંથી નીકળ્યો વંદો
- શિવ શક્તિ સ્વીટ માર્ટની દુકાનના સમોસામાંથી નીકળ્યો વંદો
- સમોસામાંથી વંદો નીકળતા મહિલા ગ્રાહકે ભારે હોબાળો મચાવ્યો
- મહિલાએ કોર્પોરેશનની ખોરાક શાખા સામે સવાલ ઉઠાવ્યા
- ખોરાક શાખાની ટીમ ક્યારે ચેકિંગ કરશે? તે સવાલ
Vadodara News:વડોદરા (Vadodara) માં ખાણી-પીણીની ચીજવસ્તુઓમાં જીવાત અને અખાદ્ય પદાર્થો નીકળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. વડોદરાના ચોખંડી વિસ્તારમાંથી ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા પર ગંભીર સવાલો ઉભા કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં આવેલી એક જાણીતી ફરસાણની દુકાનમાંથી ખરીદેલા સમોસામાંથી વંદો (Cockroach) નીકળતા ગ્રાહકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.
Vadodara માં સમોસામાંથી નીકળ્યો વંદો
મળતી વિગતો મુજબ, ચોખંડી વિસ્તારમાં આવેલ 'શિવ શક્તિ સ્વીટ એન્ડ ફરસાણ માર્ટ' નામની દુકાનમાંથી એક મહિલા ગ્રાહકે સમોસાની ખરીદી કરી હતી. ગ્રાહક જ્યારે સમોસું ખાવા ગયા ત્યારે તેમાંથી મરેલો વંદો નીકળ્યો હતો. આ જોઈને મહિલા ગ્રાહક સ્તબ્ધ થઈ ગયા હતા અને તેમણે તુરંત જ દુકાનદાર સામે આકરા પ્રહારો કરીને ભારે હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાને પગલે આસપાસના લોકો પણ એકત્ર થઈ ગયા હતા.
કોર્પોરેશનની ખોરાક શાખા સામે સવાલ
મહિલાએ મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવતા વડોદરા મહાનગરપાલિકા (VMC) ની ખોરાક શાખા (Food Safety Department) ની નબળી કામગીરી સામે મોટા સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે, આવી મોટી દુકાનોમાં સ્વચ્છતાના નામે મીંડું છે અને તંત્ર માત્ર કાગળ પર જ કામગીરી કરે છે. મહિલાએ ઉગ્ર સૂર પ્રગટ કરતા પૂછ્યું હતું કે, "લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરી રહેલા આવા વેપારીઓ સામે કોર્પોરેશનની ખોરાક શાખાની ટીમ ક્યારે કડક ચેકિંગ કરશે અને ક્યારે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે?"


